એક વર્ષમાં 750 ભારતીયો અમીર બની ગયા, 2028 સુધીમાં આટલા હશે

નાઇટ ફ્રેંકના એક રિપોર્ટ મુજબ ભારતમાં અલ્ટ્રા હાઇ નેટવર્થની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. એક વર્ષમાં 750 ભારતીયો અમીર બન્યા છે. અલ્ટ્રા હાઇ નેટવર્થ એને કહેવામાં આવે છે જેમની સંપત્તિ 30 મિલિયન ડોલર એટલે કે 250 કરોડ રૂપિયા કરતા વધારે હોય.

ભારતમાં વર્ષ 2022માં અલ્ટ્રા હાઇ નેટવર્થ 12,495 હતા જે 2023માં વધીને 13263 થયા છે. વર્ષ 2028 સુધીમાં આ આંકડો 19908 પર પહોંચશે એમ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આર્થિક મંદી વચ્ચે મોંઘવારી અને વ્યાજદરના ઘટાડાને કારણે ભારતના અર્થંતંત્રનો વિકાસ ઝડપી બનશે અને તેને કારણે તેજીનો લાભ શ્રીમંત સહિત બધાને મળશે. દુનિયાભરમાં હાઇ અલ્ટ્રા નેટવર્થની સંખ્યા 2028માં 8.03 લાખ પર પહોંચી જશે. જે 2023માં 6.01 લાખ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp