કરોડપતિ ચાટવાળો BMWમાં આવી સ્ટોલ લગાવે છે, દહી ભલ્લાના અનોખા સ્વાદના ચાહક
આજના ભારતમાં ફૂડ બિઝનેસ ખૂબ જ ઝડપથી વધી રહ્યો છે. કોઈ પણ ઋતુ હોય ખાવાના શોખીન લોકો ટેસ્ટી ખાવાનું બંધ કરતા નથી. લોકો જીભના ટેસ્ટ માટે કોઈ બાંધછોડ કરતા નથી. આ જ કારણ છે કે ફૂડ બિઝનેસને હંમેશા નફાકારક બિઝનેસ માનવામાં આવે છે. ઘણા લોકો ફૂડ બિઝનેસ કરીને કરોડોની કમાણી કરી રહ્યા છે. એ જ રીતે શર્માજીની ચાટ પણ દિલ્હીમાં ખૂબ પ્રખ્યાત છે. નેહરુ પ્લેસના શર્મા જી ચાટ વિક્રેતા ઘણા વર્ષોથી તેમની દુકાન એક ટેબલ પર લગાવી રહ્યા છે.
શર્મા જી ચાટ ભંડારને હવે કોઈ પરિચયની જરૂર નથી. તેના ખાસ સ્વાદને કારણે તેણે ફૂડ પ્રેમીઓનું દિલ જીતી લીધું છે. અત્યાર સુધીમાં તેણે એટલા બધા દહી ભલ્લા વેચ્યા છે કે, તે કરોડપતિ બની ગયો છે. લોકો તેમને કરોડપતિ ભલ્લાવાલા પણ કહે છે. ઘણી વખત શર્માજી પોતાની BMW કારમાં સામગ્રીઓ લાવીને દુકાન લગાવવા પણ આવે છે.
શર્માજીની ચાટનો સ્વાદ એટલો અદ્ભુત છે કે, અહીં હંમેશા ખાવાની ભીડ જોવા મળે છે. હવે લોકો તેમને કરોડપતિ દહી ભલ્લા વેચનારના નામથી પણ ઓળખે છે. તેણે કોઈ દુકાન ભાડે લીધી નથી, બલ્કે તે દુકાનનો સામાન પોતાની કારમાં લાવે છે અને એક નાના એવા ટેબલ પર ફૂડ સ્ટોલ લગાવે છે. જે પણ આ માર્કેટમાં ખરીદી કરવા માટે આવે છે, તે શર્માજીના દહીં ભલ્લા ખાધા વગર જતા નથી.
શર્માજી નેહરુ પ્લેસમાં એક ટેબલ પર જ પોતાની દુકાન ગોઠવે છે. આ પહેલા, તે ઘરે દહીં ભલ્લા બનાવીને લાવે છે અને કેટલાક ડબ્બાઓમાં ફેંટેલુ દહીં લાવે છે. શર્માજી આ ભલ્લાઓની વચ્ચે દહીં નાખે છે અને તેને બરફથી ભરી દે છે. આ પછી, જ્યારે વ્યક્તિ દહીં ભલ્લા ખાવા માટે આવે છે, ત્યારે તે આ ભલ્લાને દહીં અને તેના ખાસ તૈયાર કરેલા મસાલાથી સજાવેલી એક પ્લેટમાં સર્વ કરે છે. તેમનો સ્વાદ એટલો અદ્ભુત છે કે, તેમને ત્યાં ખાનારા લોકોની ભીડ હંમેશા તેમની આસપાસ જોવા મળે છે. હવે તે બજારમાં કરોડપતિ દહી ભલ્લા વેચનાર તરીકે પણ ઓળખાય છે.
મુકેશ કુમાર શર્મા 1989થી આ ફૂડ સ્ટોલ ચલાવી રહ્યા છે. તેઓ કહે છે કે, સ્વાદનો સંપૂર્ણ મુદ્દો તેમના મસાલામાં રહેલો છે, જે તેઓ પોતાના હાથે તૈયાર કરે છે. શરૂઆતમાં તે દહીં ભલ્લા પ્રતિ પ્લેટ 2 રૂપિયામાં વેચતો હતો, જે આજે 40 રૂપિયા પ્રતિ પ્લેટના ભાવે વેચે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp