એક સપ્તાહથી ભૂખ્યો છું, મહિલા કસ્ટમરે ફુડ ડિલીવરી બોયનું નસીબ બદલી નાંખ્યુ

PC: timesnownews.com

આપણે જાણીએ છીએ કે ગરમ ગરમ ખાવાનું પહોંચાડવા માટે ફુડ ડિલીવરી બોયને ટ્રાફીક, ખરાબ હવાનનો સામનો કરીને પણ ગ્રાહકને ખાવાનું પહોંચાડવું પડતું હોય છે. એમાં કોઇક વાર વિલંબ થાય તો ગ્રાહકના ખરાબ વ્યવહારનો પણ ડિલીવરી બોયએ સામનો કરવો પડે છે. પરંતુ એક દિલને ર્સ્પશી જાય તેવી વાત સામે આવી છે.

સ્વિગીનો ડિલીવરી બોય એક કસ્ટમરને આઇસક્રીમ ડિલીવરી કરવા માટે ગયો હતો, થોડું મોડું થયું તો કસ્મટરે વિલંબનું કારણ પુછ્યું અને ડિલીવરી બોયએ જ્યારે તેની વ્યથા વર્ણવી તો મહિલા ગ્રાહકે એ પછી જે કર્યું તેના ચારેકોર વખાણ થઇ રહ્યા છે.

ટેક કંપનીમાં માર્કેટીંગ મેનેજર તરીકે જોબ કરતી પ્રિયાંશી ચંદેલે સ્વિગી પરથી આઇસક્રીમનો ઓર્ડર કર્યો હતો. ફુડ ડિલીવરી બોયને આવતા 30- 40 મિનિટ મોડું થયું. પ્રિયાંશીએ મોડા થવાનું કારણ પુછ્યું. ડિલિવરી  બોય સાહિલ સિંહે તેને કહ્યું, મેડમ, મારી પાસે સ્કૂટી કે અન્ય કોઈ  વાહન નહોતું, હું તમારા ઓર્ડર માટે 3 કિ.મી. ચાલીને આવ્યો છું. મારી પાસે પૈસા નથી અને જે પૈસા હતા તે મારા રૂમ પાર્ટનરે લઇ લીધા હતા. મારી પાસે મકાન માલિકને આપવાના પૈસા પણ બચ્યા નથી.સાહિલે કહ્યું કે, મેડમ, કદાચ તમને મારી વાત બકવાસ લાગતી હશે, પરંતુ મારી પાસે ઇલેકટ્રોનિકસ એન્ડ કમ્યુનિકેશન એન્જિનીયરીંગની ડિગ્રી છે.

સાહિલે કહ્યું કે, તેણે બાયજૂ, નિન્જાકાર્ટની સાથે  પણ કામ કર્યું છે, પરંતુ કોરોના મહામારીમાં નોકરી ગુમાવ્યા પછી તે  જમ્મૂ પોતાના ઘરે પાછો ચાલ્યો ગયો હતો. ડિલીવરી બોયએ કહ્યું કે, હું એક સપ્તાહથી ભૂખ્યો છું, માત્ર પાણી અને ચા પર દિવસ પસાર કરી રહ્યો છું, હું પહેલાં 25000 કમાતો હતો અને મારી ઉંમર 30 વર્ષની થઇ ગઇ છે. મારા માતા-પિતા વૃદ્ધ છે અને તેમની પાસે હું પૈસા માંગી શકું તેમ નથી.

સાહિલે કહ્યું, મેડમ, મને કોઇ કામ અપાવવા વિનંતી છે.સાહિલની વાત સાંભલીને પ્રિયાંશીનું દિલ પીગળી ગયું અને તેણે લિંકડીન પર આ યુવકને નોકરી અપાવવા માટેની વિનંતી પોસ્ટ કરી. પ્રિયાંશીએ યુવકના માર્કશીટ, પ્રમાણપત્ર બધું શેર કર્યું જેથી લોકોને વિશ્વાસ આવે. તેણે લખ્યું હતું કે જો તમારી પાસે ઓફિસ બોય, એડમિન વર્ક, કસ્ટમર સપોર્ટ વગેરે લગતી જોબની રિક્વાયરમેન્ટ હોય તો પ્લીઝ મદદ કરજો.

પ્રિયાંશીની અપીલની ધારી અસર પડી અને સાહિલ સિંહને મદદ કરવા માટે ઘણા લોકો આગળ આવ્યા, કેટલાંક લોકોએ તો તેના ઘરે જઇને ખાવાનું પહોંચાડ્યું. એ પછી પ્રિયાંશીએ અપડેટ આપતા કહ્યું છે કે ડિલીવરી બોયને નોકરી મળી ગઇ છે, જે લોકોએ મદદ કરી છે તે બધાનો આભાર.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp