અનંત અંબાણી અને રાધિકાની લવ સ્ટોરી આ રીતે શરૂ થઈ હતી

PC: businesstoday.in

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને એશિયાના સૌથી ધનિક મુકેશ અંબાણીના સૌથી નાના પુત્ર અનંત અંબાણીના પ્રી-વેડીંગના કાર્યક્રમોની શરૂઆત 1 માર્ચથી થઇ ગઇ છે અને 3 માર્ચ સુધી ચાલવાના છે. બોલિવુડ સેલિબ્રિટીઝથી માંડીને ટીમ ઇન્ડિયાના સ્ટાર

ક્રિકેટરો, દુનિયાભરના CEO જામનગરમાં પ્રી- વેડીંગના મહેમાન બન્યા છે.

અમે અનંત અંબાણી અને રાધિકા મરચન્ટની લવ સ્ટોરીના વાત કરીશું.

અનંત અંબાણી અને રાધિકા મરચન્ટ સ્કુલમાં સાથે ભણતા હતા ત્યારે દોસ્તી થઇ હતી.

એ દોસ્તી પછી પ્રેમમાં પરિણમી અને 12 જુલાઇ 2024ના દિવસે અનંત-રાધિકા પ્રભુતામાં પગલાં પાડશે

અનંત અંબાણી અને રાધિકા મરચન્ટ ધીરુભાઇ અંબાણી ઇન્ટરનેશનલ સ્કુલમાં સાથે ભણ્યા હતા.

રાધિકા મૂળ ગુજરાતના કચ્છના રહેવાસી વિરેન મરચન્ટ અને શૈલા મરચન્ટની દીકરી છે

 વિરેન મરચન્ટ ધનિક પરિવારના છે અને એનકોર હેલ્થના CEO છે.

અનંત અંબાણીએ પોતાનું ગ્રેજ્યુએશન અમેરિકાની બ્રાઉન યુનિવર્સિટીમાંથી કર્યું છે.

અનંત અંબાણી પહેલા રિલાયન્સ JIOનું કામ સંભાળતા હતા, અત્યારે રિલાયન્સ ગ્રીન એનર્જિનું કામ સંભાળે છે.

રાધિકા મરચન્ટે હાયર એજ્યુકેશનમ ન્યુયોર્ક યુનિવર્સિટીમાંથી મેળવ્યું છે.

રાધિકાએ પોલીટિકલ સાયન્સનો અભ્યાસ કર્યો છે.

રાધિકા આરંગેત્રમ શિખેલા છે અને નીતા અંબાણીના કલ્ચરલ સેન્ટરમાં પરફોર્મ પણ કર્યું હતું.

અનંત અંબાણીએ એક ઇન્ટરવ્યૂમાં કહેલું કે, રાધિકા મારી તાકાત છે. મારી બિમારી વખતે હમેંશા મારી સાથે ઉભી રહી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp