અનંતે રાધિકાને આપ્યું વચન- ‘હું પ્રતિજ્ઞા લઉં છું કે... જુઓ લગ્નના ફોટો-વીડિયો
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન શુક્રવારે થઇ ગયા છે. લગ્ન ખૂબ ધામધૂમથી થયા છે. લગ્નની ઘણી પળ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે. બધા જાનથી લઇને વરમાળ સુધી લગ્નના દરેક પળને ખૂબ પસંદ કરી રહ્યા છે. આ દરમિયાન એક નવો વીડિયો સામે આવ્યો છે જે તમારું દિલ જીતી લેશે. લગ્નમાં જે સૌથી સુંદર પળ હતી એ હતી જ્યારે રાધિકા અને અનંતે એક-બીજાને વાયદો કર્યો. રાધિકા બોલે છે કે આપણા ઘરમાં પ્રેમની ફિલિંગ વધારે થશે. તે હંમેશાં રહેશે આપાણી સાથે.
તેના પર અનંત કહે છે કે રાધિકા, શ્રીકૃષ્ણના આશીર્વાદ સાથે હું વાયદો કરું છું કે આપણે પોતાના ઘરમાં પોતાના સપનાંને સાથે બનાવીશું. આપણું ઘર માત્ર સ્થળ નહીં, પરંતુ પ્રેમના ઇમોશન સાથે હશે, પછી આપણે ક્યાંય પણ જોઇએ. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. આ વચન રાધિકા જ્યાં ઇંગ્લિશમાં લે છે તો અનંત હિન્દીમાં.
લગ્ન બાદ હવે શનિવારે એટલે 13 જુલાઇએ હવે શુભ આશીર્વાદ સેલિબ્રેશન હશે અને તેનો ડ્રેસ કોડ ઇન્ડિયન ફોર્મલ જ છે. તો ફરી 14 તારીખ રિસેપ્શન છે અને આ સેલિબ્રેશનને જોવા માટે પણ લોકો ખૂબ એક્સાઇટેડ છે.
આ મહિનાની 2 જુલાઇથી લઇને 5 જુલાઇ સુધી અનંત અને રાધિકાના લગ્ન સમારોહ અગાઉ 2 તારીખે અંબાણી પરિવારે મુંબઇથી લગભગ 70 કિમી દૂર પાલઘર શહેરમાં સામૂહિક લગ્નનું આયોજન કર્યું. તેમાં 50 કરતા વધુ કપલોના લગ્ન થયા અને મુકેશ અંબાણી અને નીતા અંબાણી સાથે જ તમામ પરિવારના સભ્યોએ નવા પકલને ગિફ્ટ્સ આપી. તેમાં સોનાના ઘરેણાંથી લઇને એક વર્ષના કરિયાણાનો સામાન સામેલ પણ હતો. મુકેશ અંબાણીના ઘર એંટીલિયામાં 3 જુલાઇના રોજ મામા-મોસાળની રીત થઇ.
ગુજરાતી રીત રિવાજ મુજબ તેમાં વર-વધુના મામા તેમના માટે ગિફ્ટ્સ લાવે છે. અંબાણી પરિવારે અનંત-રાધિકાના મામાઓનું અલગ અંદાજમાં સ્વાગત કર્યું. તેમાં બધા ખૂબ મસ્તી કરતા નજરે પડ્યા.
#WATCH | Celebrities groove at Anant Ambani-Radhika Merchant's wedding ceremony in Mumbai pic.twitter.com/SA7cb6h2dT
— ANI (@ANI) July 13, 2024
સંબંધીઓને એંટીલિયામાં રથ, લાલ ગાડી અને સ્કૂટર પર જોવા મળ્યા. મામેરા બાદ અંબાણી પરિવારમાં 5 જુલાઇએ સંગીતની રીત થઇ. તેમાં જસ્ટિન બીબરે પોતાના પરફોર્મન્સથી બધાનું દિલ જીતી લીધું, બીજી તરફ આખું બોલિવુડ આ સંગીત સેરેમણીમાં નજરે પડ્યું.
રિપોર્ટ્સ મુજબ અંબાણી પરિવારે લગભગ 84 કરોડ રૂપિયાની ફીસ જસ્ટિન બીબરને આપી. ત્યારબાદ 8 જુલાઇએ એંટીલિયામાં અનનાટ-રાધિકાની હલ્દી સેરેમની થઇ, જેમાં પરિવારના સભ્યો સાથે જ બોલિવુડની હસ્તીઓ સામેલ થઇ.
આ ઇવેન્ટમાં મુકેશ અંબાણીના ભાઇ અનિલ અંબાણી અને તેમના પત્ની ટીના અંબાણીની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ, જે હલદીના રંગમાં નજરે પડ્યા.
10 જુલાઇ અગાઉ અંબાણી પરિવારે એંટીલિયા હાઉસમાં શિવ પૂજાનું આયોજન કર્યું. તેમાં અંબાણી પરિવારે ભવ્ય અને શિવલિંગ પર દૂધ-જળ ચઢાવ્યું. ત્યારબાદ હવન કરવામાં આવ્યું. અનંત અંબાણીના માતા નીતા અંબાણીએ મહેમાનોનું શાનદાર સ્વાગત કર્યું. આ દરમિયાન આખું એંટીલિયા ભક્તિમય નજરે પડ્યું. ચારેય તરફ મહાદેવના જયકારા લગાવતા સંબંધી નજરે પડ્યા.
12 જુલાઇએ અનંત રાધિકાએ 7 ફેરા લીધા. અંબાણી વેડિંગ ઇવેન્ટ 13 જુલાઇએ શુભ આશીર્વાદ અને 14 જુલાઇએ રિસેપ્શન સાથે સમાપ્ત થશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp