રાજનીતિમાં રસ નથી, સનાતન ધર્મ પરિવારની આસ્થા છેઃ અનંત અંબાણી

PC: gqindia.com

અંબાણી પરિવારને વર્ષોથી ભારતમાં ઔદ્યોગિક ક્રાંતિ લાવનારાઓમાં અગ્રણી માનવામાં આવે છે. હવે અનંત અંબાણી, આકાશ અંબાણી અને ઈશા અંબાણી પોતાના પરિવારના આ વારસાને વધારી રહ્યા છે. મુકેશ અને નીતા અંબાણીનો સૌથી નાનો પુત્ર અનંત અંબાણી પોતાના પારિવારિક બિઝનેસમાં ઉત્તરાધિકારી છે. જલદી જ અનંત પોતાની મંગેતર રાધિકા મર્ચન્ટ સાથે જામનગરમાં પ્રી-વેડિંગ ફંક્શનને હોસ્ટ કરવા જઇ રહ્યો છે. આ અગાઉ અનંત અંબાણીએ જણાવ્યું કે, તેને કોઈ પણ પ્રકારનું કોઈ પ્રેશર અનુભાવાઈ રહ્યું નથી.

તેણે કહ્યું કે, કોઈ પ્રેશર નથી. મને લાગે છે કે હું પ્રીવિલેજ્ડ છું, જેનો જન્મ એવા પરિવારમાં થયો. હું પ્રીવિલેજ્ડ છું કે મારા જે પિતા છે, તેઓ મારા પિતા થયા. તેમણે માત્ર મને જ નહીં, પરંતુ ઘણાને સારું કામ કરવાનું અને ભારતમાં ઇન્ડસ્ટ્રઝ ક્રિએટ કરવાનું શીખવ્યું છે. મારા પિતા અને મારા દાદાજી રિલાયન્સને ઊંચાઈઓ પર લઈ આવ્યા અને મને લાગે છે કે મારા પિતાનું સંપૂર્ણ વિઝન પૂરું થઈ શકે, એ નક્કી કરવું મારી, મારા ભાઈની અને મારી બહેનની જવાબદારી છે.

અનંતે એ પણ જણાવ્યું કે, એક વર્લ્ડ ક્લાસ બિઝનેસ પરિવાર હોવા સિવાય તેઓ બધા ખૂબ ધાર્મિક અને આધ્યાત્મિક છે અને સનાતન ધર્મમાં આસ્થા રાખે છે. તેણે કહ્યું કે, મારો ભાઈ ખૂબ મોટો શિવ ભક્ત છે. મારા પિતા ભગવાન ગણેશની પૂજા કરે છે. મારા મા નવરાત્રિમાં 9 દિવસ વ્રત કરે છે. મારી દાદી પણ શ્રીનાથજીના ભક્ત છે. મારા પરિવારમાં દરેક ભગવાનનો ભક્ત છે. અમારી પાસે જે પણ છે, બધુ તેમનું જ આપેલું છે. અમારો વિશ્વાસ છે કે ઈશ્વર દરેક જગ્યાએ છે. મારો આખો પરિવાર સનાતન ધર્મને માને છે.

જ્યારે અનંતને પૂછવામાં આવ્યું કે, શું તે રાજનીતિમાં આવવા માગે છે? તો તેણે તરત જ જવાબ આપતા કહ્યું કે, રાજનીતિમાં કોઈ રસ નથી. ઉલ્લેખનીય છે કે, જામનગર આ સમયે હજારો મહેમાનોના સ્વાગતની તૈયારી કરી રહ્યું છે, જેમાં ઘણી નામિત હસ્તીઓ, સેલિબ્રિટીઓ અને પોપ સ્ટાર્સ સામેલ છે. અંબાણી પરિવારની ખુશીઓમાં ઘણા દિગ્ગજ સામેલ થવાના છે.

મહેમાનોની લિસ્ટમાં મેટાના CEO માર્ક જુકરબર્ગ, માઈક્રોસોફ્ટના ફાઉન્ડર બિલ ગેટ્સ, શાહરુખ ખાન, સલમાન ખાન, અક્ષય કુમાર, અમિતાભ બચ્ચન, રજનીકાંત જેવા નામ સામેલ છે. કહેવામાં આવી રહ્યું છે કે ગ્લોબલપોપ સ્ટાર રિહાના પણ આ પ્રી વેડિંગ સેરેમની પરફોર્મ કરવાની છે. 3 દિવસની આ સેરેમની 1 માર્ચથી 3 માર્ચ સુધી જામનગરમાં અંબાણી રેસિડેન્ટ પર ચાલશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp