આપણે લડવા ઝઘડવા માટે જન્મ્યા કે જીવવા માટે જન્મ્યા?

PC: newindianexpress.com

(Utkarsh Patel) આપણા પૂર્વજો અસ્તિત્વ ટકાવી રાખવા માટે એટલે કે જીવવા માટે લડતા ઝઘડતા. આજ તો કોઈકનું ને કોઈકનું અસ્તિત્વ પતાવવાની ભાવનાથી વડીલો ઝઘડે છે!

વિવિધ પ્રકરણ કે વિષયોમાં આપણે ઝઘડો કરતા રહીએ છીએ...

ઝઘડાડું હોવું અને લડવું,

વાંધા વચકા પડેને લડવું,

અસ્તિત્વ માટે લડવું,

પોતાના કે અન્ય કોઇકના હિત માટે લડવું,

વિસ્તારવાદ માટે લડવું.

ક્યાંક લડવું પડે, ક્યાંક ઝઘડવું પડે પણ એ બધું મર્યાદિત હોય એ વાત યોગ્ય સમજી શકાય પણ આજના સમયમાં તો સાવ જુદું! અનેક લોકો એવા જોવા મળે કે જે આદુ ખાઈને બસ લોકોને બચકા ભરવા જ દોડે! એવા લોકો કે જે રોજ સવાર પડે અને શોધે કે આજે કોનો વારો પાડી દઉ.

વાતે વાતે લોકોને વાંધા વચકાં પડી જાય. ખોટું લાગે અને લડતા ઝઘડતા જોવા મળે. ઘરમાં ઝઘડા અને ઘરની બહાર પણ ઝઘડા. માનવ જાણે સંસ્કાર વિહોણો ઝઘડાખોર બન્યો જણાય આજના યુગમાં.

લડવા ઝઘડવાથી શાંતિ મળતી હશે? શું મજા આવતી હશે? હું ક્યારેક લોકોને લડતા ઝઘડતા જોવ ત્યારે મને એમ થાય કે અંતે આ ઝઘડાખોરો શું પામશે અને કયા સુધી ઝઘડતા રહેશે?!

તમારા ઘરની શેરી કે ગામના ફળિયામાં તમે રખડતા કૂતરા જોયા હશે. આ રખડતા કૂતરાઓની ટોળી આજના ઝઘડતા માણસો કરતા સારા. પૂછો કેમ? કેમ કે કુતરા એક બીજાને ઘુરખિયા કરીને થોડીવારમાં એક થઈને ક્યાંક સાથે લટાર મારતા જોવા મળશે પણ માણસોના ઝઘડા તો કોઈક ઊકલી જાય ને તોયે સ્મશાનમાં પણ પૂરા થતાં નથી!! બીજી પેઢીએ ઝઘડવાનું ચાલુ કરે.

ક્યારેક લડો મક્કમતાથી, ક્યારેક ઝઘડો પૂરી જીદે ચઢીને. પણ ક્યારેક જ કોઇકના ભલા માટે. લડતા ઝઘડતા આવડવું જોઈએ સાવ માયકાંગલા ના રહેવાય પણ એ ક્ષણિક હોય, જો લડાકુ કે ઝઘડાખોર સ્વભાવ થાય તો એ સાવ ખોટું.

કેટલાકને સુરાતન માથે ચઢેલું રહે છે તેવાને સીધા કરવા પણ જરૂરી છે. સમાજમાં સંતુલન તો જ જળવાય જો સુરા અને સંયમીનું સંતુલન જળવાય.

જીવન લડ્યા ઝઘડ્યા સિવાય શાંતિથી જીવાય. કોઈને નડ્યા વગર જીવાય. બીજાનું ભલું કરતા કરતા જીવાય.

થોડા સંશાધનોમાં અને થોડાક લોકોમાં જીવાય.

જીવવા દેવાય અને જીવી લેવાય.

કોઈક લડવા ઝઘડવા આવે તો ના પડાય કે રહેવા દો, અને પછી પણ કોઈક બાઝવા આવે તો બાઝી લેવાય સાવજની જેમ. પૂરું કરીને પછી આગળ વધાય એમાંને એમાં ના રહેવાય. દિવસ વીતે એમ કકળાટ ઝઘડાની વાતુ પુરી કરી દેવાય.

સૂરા પણ થવાનું અને સંસ્કારી પણ થવાનું.

આપણે જન્મ્યા છીએ તો સરસ મજાનું આનંદે જીવી લેવાનું.

ચાલો ત્યારે ઝઘડા પૂરા કરો અને જીવન જીવી લો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp