આળસુ લોકો ધ્યાન આપે! વધારે ઊંઘની આદત ખતરનાક, 5 ગંભીર બીમારીનો શિકાર બની જશો

PC: quoracdn.net

ઘણીવાર એવું કહેવામાં આવે છે કે, લોકોએ ફિટ અને સ્વસ્થ રહેવા માટે દરરોજ પૂરતી ઊંઘ લેવી જોઈએ. ઊંઘનો અભાવ શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર ખરાબ અસર કરે છે. નિષ્ણાતોના મતે પુખ્ત વયના લોકો માટે દરરોજ 7 થી 9 કલાકની ઊંઘ જરૂરી માનવામાં આવે છે. જો કે, કેટલાક લોકો સંપૂર્ણ ઊંઘ મેળવવા માટે દરરોજ 10-11 કલાક સૂતા હોય છે. તેઓ વિચારે છે કે તેઓ જેટલી વધુ ઊંઘશે તેટલો તેમના સ્વાસ્થ્યને ફાયદો થશે, પરંતુ એવું નથી. વધુ પડતી ઊંઘ શરીર માટે હાનિકારક હોઈ શકે છે અને આમ કરવાથી ડાયાબિટીસ, હૃદયરોગ સહિત અનેક ગંભીર બીમારીઓ થવાનું જોખમ વધી જાય છે. ઘણા સંશોધનોમાં પણ આ વાત સામે આવી છે.

જોન હોપકિન્સ મેડિસિનના રિપોર્ટ અનુસાર, જો કોઈ પુખ્ત વ્યક્તિ લાંબા સમય સુધી દરરોજ 9 કલાકથી વધુ ઊંઘે છે, તો તેને ઓવર સ્લીપિંગ માનવામાં આવે છે. વધુ પડતી ઊંઘ લેવાથી બીમારીઓ પણ થઈ શકે છે. વધુ પડતી ઊંઘથી ટાઈપ 2 ડાયાબિટીસ, હ્રદયરોગ, સ્થૂળતા, ડિપ્રેશન, માથાનો દુખાવો સહિત અનેક શારીરિક અને માનસિક સમસ્યાઓ થઈ શકે છે. જો તમને આખો દિવસ ઊંઘ આવતી રહે છે અને રાત્રે પણ વધુ પડતી ઊંઘ આવે છે, તો તે કોઈ બીમારીની નિશાની હોઈ શકે છે. આવી સ્થિતિમાં, તમારે તાત્કાલિક ડૉક્ટરની સલાહ લેવી જોઈએ અને તમારી તપાસ કરાવવી જોઈએ. જ્યારે વ્યક્તિ બીમાર હોય છે, ત્યારે તેને વધુ ઊંઘ આવે છે.

જોન્સ હોપકિન્સ મેડિસિનના ન્યુરોલોજીસ્ટ અને સ્લીપ સ્પેશિયાલિસ્ટ ડો. ચાર્લીન ગેમાલ્ડોના જણાવ્યા અનુસાર, ઊંઘના કલાકો વ્યક્તિએ વ્યક્તિએ બદલાઈ શકે છે. જો કે, દરેક પુખ્ત વયના લોકોએ દરરોજ રાત્રે સરેરાશ 7 થી 9 કલાકની ઊંઘ લેવી જોઈએ. જો તમને આરામ અનુભવવા માટે નિયમિતપણે 8 અથવા 9 કલાકથી વધુની ઊંઘની જરૂર હોય, તો તે તબીબી સ્થિતિની નિશાની હોઈ શકે છે.

ઘણા લોકો ઉંમરની વધવાની સાથે વધુ ઊંઘવા લાગે છે અને માને છે કે આ વૃદ્ધત્વની સામાન્ય નિશાની છે. જો કે, વધતી ઉંમરને કારણે તમારી ઊંઘમાં ઘણા કલાકો સુધી ફેરફાર ન થવો જોઈએ. જો આ કોઈની સાથે થઈ રહ્યું છે, તો પછી હૃદય રોગ, ડાયાબિટીસ અથવા ડિપ્રેશન જેવા અંતર્ગત રોગ હોઈ શકે છે. આવી સ્થિતિમાં, તમારે ચોક્કસપણે ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ અને તમારી સ્વાસ્થ્ય તપાસ કરાવવી જોઈએ.

ઉંમર પ્રમાણે કેટલી ઊંઘ જરૂરી છેઃ નેશનલ સ્લીપ ફાઉન્ડેશન મુજબ, 0-3 મહિનાના બાળકો માટે 14 થી 17 કલાકની ઊંઘ જરૂરી છે, 4-12 મહિનાના બાળકો માટે દરરોજ 12 થી 15 કલાકની ઊંઘ જરૂરી છે, 1-2 વર્ષના બાળકોને 11 થી 14 કલાકની ઊંઘની જરૂર છે. 3-5 વર્ષની વયના બાળકોને દરરોજ 10 થી 13 કલાકની ઊંઘની જરૂર છે. 9-12 વર્ષની વયના બાળકોને દરરોજ 9 થી 12 કલાકની ઊંઘની જરૂર છે. 13 વર્ષથી- 17 વર્ષની વયના લોકોએ દરરોજ 8 થી 10 કલાકની ઊંઘ લેવી જોઈએ. 18-64 વર્ષની વયના લોકોએ દરરોજ 7 થી 9 કલાકની ઊંઘ લેવી જોઈએ, 65 વર્ષથી વધુ વયના વડીલોએ પણ 7 થી 8 કલાકની ઊંઘ લેવી જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp