જો જો તમારા બાળકને બુદ્ધિના બાલ ખવડાવતા હો તો ચેતી જજો, આ રાજ્યમાં પ્રતિબંધ

PC: twitter.com

તમિલનાડુમાં કોટન કેન્ડીના વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. એક તપાસ રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે કોટન કેન્ડીમાં ઘણાં હાનિકારક રસાયણો હોય છે, જે કેન્સર જેવી ગંભીર બીમારીઓનું કારણ પણ બની શકે છે. મામલાની ગંભીરતાને કારણે રાજ્ય સરકારે તેના પર પ્રતિબંધ મૂકવાનો મોટો નિર્ણય લીધો છે. બુદ્ધિના બાલ અથવા બુઢ્ઢીના બાલ અથવા સુતરફેણી અથવા અંગ્રેજીમાં કોટન કેન્ડી તરીકે ઓળખાતી આ વસ્તુ બાળકોને બહુ પ્રિય છે. મેળાઓમાં આ બુદ્ધિના બાલ વેચનારાઓ અચૂક જોવા મળે છે. મહોલ્લામાં પણ તેઓ વેંચવા આવી ચડે છે અને ઘંટડી કે ભોપું વગાડીને બાળકોને આકર્ષિત કરે છે. કારણ કે તેમનો મુખ્ય ગ્રાહકવર્ગ બાળકો છે.

તમિલનાડુના સ્વાસ્થ્ય મંત્રી એમ સુબ્રમણ્યમે 17 ફેબ્રુઆરીએ અખબારી યાદીમાં કહ્યું હતું કે,કોટન સહિત અન્ય ઘણી કેન્ડીમાં હાનિકારક રસાયણોના સંકેતો મળી આવ્યા છે. જે બાદ ચેન્નાઈના ઘણા સ્ટોલ પરથી સેમ્પલ લેવામાં આવ્યા હતા અને ટેસ્ટ કરવામાં આવ્યા હતા.

કોટન કેન્ડી સેમ્પલના ટેસ્ટ રિપોર્ટમાં કલરિંગ મટિરિયલ રોડામાઇન-બીની હાજરીની પુષ્ટિ થઈ છે. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ (FSSA), 2006 હેઠળ, કોઈપણ ખાદ્ય પદાર્થમાં આ રસાયણનો ઉપયોગ અસુરક્ષિત માનવામાં આવે છે. એટલું જ નહીં, ખોરાક, પેકિંગ, નિકાસ અને વેચાણમાં રોડામાઇન-બીની નો ઉપયોગ (FSSA) હેઠળ સજાપાત્ર ગુનો છે. આ ઉપરાંત લગ્ન, સમારંભો અને જાહેર સમારંભોમાં ભોજનમાં તેનો ઉપયોગ પણ ગુનામાં સામેલ છે.

તેમણે કહ્યું કે ફૂડ સેફ્ટી કમિશનરે વિભાગના રોડામાઇન-બીનો ઉપયોગ ખાદ્ય પદાર્થોમાં કલરિંગ એજન્ટ તરીકે થાય છે. લાંબા સમય સુધી તેનું સેવન કરવાથી કેન્સર થઈ શકે છે.અમલીકરણ અધિકારીઓને જો દોષી સાબિત થાય તો કડક કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે.

રોડામાઇન-બીનો ઉપયોગ ખાદ્ય પદાર્થોમાં કલરિંગ એજન્ટ તરીકે થાય છે. લાંબા સમય સુધી તેનું સેવન કરવાથી કેન્સરની સમસ્યા ઉભી થઇ શકે છે.

ચૈન્નઇના ખાદ્યા સુરક્ષા વિભાગના અધિકારી પી. સતીશ કુમારે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યુ હતુ કે, રોડામાઇન-બી એક ડાઇ છે જેનો ઓદ્યોગિક તરીકે ઉપયોગ કરવામાં આવી છે. જેમ કે ચામડાને રંગવાથી માંડીને કાગળની છપાઇ સુધી તેનો ઉપયોગ થાય છે. એટલા માટે ખાવાની વસ્તુઓમાં તેનો ઉપયોગ ન થઇ શકે. જેને કારણે આરોગ્ય સંબંધિત અનેક સમસ્યાઓ ઉભી થઇ શકે છે.

બુદ્ધિના બાલ એટલે કે કોટન કેન્ડી ખાવાથી પેટ ફુલી જવું, ખંજવાળ આવવી, શ્વાસ લેવામાં મુશ્કેલી જેવી સમસ્યા ઉભી થઇ શકે છે. તેમણે એમ પણ કહ્યું કે, જો લાંબા સમય સુધી રોડામાઇન-બીનું સેવન કરવામાં આવ્યું હોય તો આ ડાઇ શરીરમાં 60 દિવસ સુધી રહી શકે છે. એ શરીરમાંથી નિકળતું નથી, બલ્કે કિડની, લીવર અને આંતરડામાં જમા થઇ શકે છે. જેને લીધે કિડની અને લીવરને નુકશાન થઇ શકે છે. એટલું જ નહી, પરંતુ આંતરડામાં અલ્સરને કારણે તે કેન્સરમાં પરિવર્તિત થઇ શકે છે. આ ન્યૂરો ટોક્સિસિટીનું કારણ પણ બની શકે છે.

તાજેતરમાં પુડુચેરીમાં કોટન કેન્ડી પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. લેફ્ટનન્ટ ગવર્નર તમિલિસાઈ સૌંદરરાજને 13 ફેબ્રુઆરીએ એક વીડિયો જાહેર કરીને આની જાહેરાત કરી હતી. તેમના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ પેજ પર ક્લિપ શેર કરતી વખતે, રાજ્યપાલે કોટન કેન્ડી ખરીદવાથી દૂર રહેવાની અપીલ કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp