શા માટે મહિલાઓની સરખામણીએ પુરુષોને વધુ થાય છે પરસેવો, સ્ટડીમાં થયો ખુલાસો

PC: heartapps.com

તમે ઘણા બધા લોકોને ફરિયાદ કરતા સાંભળ્યા હશે કે તેમને ઘણી વધારે ગરમી લાગે છે. સામાન્ય રીતે જ્યારે આપણે ગરમીમાં ક્યાંય ટ્રાવેલ કરીએ છે તો થોડા સમય માટે ગરમી લાગે છે પરંતુ થોડા સમય બાદ બોડીનું તાપમાન નોર્મલ થઈ જાય છે. પરંતુ કેટલાંક લોકોની સાથે આવું થતું નથી. તેમને હંમેશા બાકીના લોકો કરતા વધારે ગરમી લાગતી હોય છે. બોડીનું નોર્મલ તાપમાન 98.6 ફેં. હોય છે. પરંતુ અલગ અલગ લોકોમાં આ તાપમાન અલગ હોઈ શકે છે. ઘણી વખત બોડીનું તાપમાન ઉંમર અથવા દિવસભર થનારી એક્ટિવિટી પર પણ આધાર લાગે છે. પરંતુ જે લોકોને બીજા કરતા વધારે ગરમી અથવા ઠંડી લાગતી હોય છે તેની પાછળ ઘણા કારણો હોઈ શકે છે.

જવાન લોકોની તુલનામાં ઉંમરવાળા લોકો પોતાના શરીરનું તાપમાન મેનેજ કરી શકતા નથી કારણ કે ઉંમર વધવાની સાથે જ મેટાબોલિઝમ ઘણી ધીમી થઈ જાય છે. ધીમા મેટાબોલિઝમના કારણે ઘણા લોકોના બોડીનું તાપમાન ઘણું વધારે ઓછું થઈ શકે છે. આ કારણ છે કે વૃદ્ધ લોકોને હાઈપોથેર્મિયા થવાનો ખતરો વધારે રહે છે. ડે લોકો ઘણી ફાસ્ટ લાઈફ જીવતા હોય છે, તેમણે પણ આ સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.

મહિલાઓના શરીરની સરખામણીએ પુરુષોની તુલનામાં ઓછા મસલ્સ હોય છે. આ કારણ છે કે તેમની ત્વચાના છિદ્રોમાંથી ઓછી માત્રામાં વધારે ગરમી ઉતપન્ન થાય છે જેના કારણે મહિલાઓને પુરુષના હિસાબે ઓછી ગરમીનો અનુભવ થાય છે. જોકે મોનોપોઝ અનેમિડલ એજ મહિલાઓને પુરુષોની સરખામણીએ વધારે ગરમીનો અનુભવ થાય છે. આવું એટલા માટે થાય છે કે આ સમય દરમિયાન શરીરના હોર્મોન્સમાં ઘણા પ્રકારના બદલાવ થાય છે.

એક્સપર્ટ્સના કહેવા પ્રમાણે, વધારે ગરમી અથવા ઠંડી લાગવા પાછળનું એક કારણ શરીરનો આકાર પણ હોઈ શકે છે. સિડની યુનિવર્સિટીમાં ફિઝીયોલોજીના એક શોધકર્તા ઓલી જે કહે છે કે શરીરનો આકાર જેટલો મોટો હોય છે ગરમીનો અહેસાસ પણ એટલો જ વધારે હોય છે અને આ જ કારણે શરીરને ઠંડુ થવામાં સમય લાગે છે. કેટલીક શોધમાં  આ વાતની જાણકારી મળી છે કે જે લોકોના શરીરમાં વધારે ચરબી હોય છે, તેમને પણ ગરમીનો અહેસાસ બાકીના લોકોની સરખામણીમાં વધારે થાય છે. શરીરની વધારાની ગરમી શરીરમાં વધારે ગરમી ઉતપન્ન કરે છે. જ્યારે ગરમી લાગે છે તે સમયે લોહીની નસો પહોળી થઈ જાય છે, જેનાથી લોહીનો પ્રવાહ થાય છે અને ત્વચા સુધી પહોંચે છે પરંતુ શરીરમાં વધારે ચરબી હોવાના કારણે સ્કીનની નીચે જમા ચરબી ગરમીને બહાર નીકળવા દેતી નથી આથી ગરમી વધારે લાગે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp