કોઇકને સારા અને ખોટા સમજતા પહેલા થોડી સમજ પોતે કેળવી લો
(UTKARSH PATEL)આપણે જીવનમાં કોઈકના માટે બીજા દ્વારા કહેવામાં આવેલી વાતો સાંભળીને એ મુજબ ધારણાઓ ( perception ) બાંધી જેમને પ્રત્યક્ષ જાણતા પણ ના હોય એવા વ્યક્તિઓ માટે ખુબ સારા કે ખૂબ ખોટા એવું માની લેતા હોઈએ છીએ. માની લો છોને?
આવું ના કરશો. સાંભળેલી વાતોને આધારે સંબંધો ના બાંધશો. સાંભળેલી વાતોને આધારે કોઈને ખૂબ સારા ના સમજશો અને સાંભળેલી વાતોને આધારે કોઈને ખૂબ ખરાબ પણ ના સમજશો. સાંભળેલી વાતોને આધારે કોઇકને માટે ખોટું બોલવાનું પાપ પણ શું કામ કરવું?
વ્યક્તિના વ્યક્તિત્વનો અનુભવ કરો અને પછીજ સમજીને નક્કી કરો કે કોણ સારું અને કોણ ખરાબ.
ભારત દેશનું એક સફળ નેતૃત્વ જેમને તમે જાણતા હશો, નીતિન ગડકરી. જેમના દ્વારા ક્યાંક રજૂ થયેલી વાત શબ્દશઃ અહીં રજૂ કરી રહ્યો છું. બે વાર વાંચજો અને સમજજો, ના સમજાય ત્યાં સુધી વાંચજો...
" मैं मेरे जीवन की बहुत अच्छी बात बताता हूँ,
जिनको मैं मेरे दिल में बहुत बड़ा समझ रहा था उनके नज़दीक जाने के बाद जब मैंने उनका अनुभव लिया, जब उनके साथ रहा, जब मैंने उनका मूल्याँकन किया, तब मुझे पता चला कि मैं इनको जितना बड़ा समझ रहा हूँ, उतने बड़े ये नहीं है! और जिनको जीवन में, मैं बहुत छोटा समझ रहा था, अनपढ़ थे या अशिक्षित थे, कोई उनकी प्रतिष्ठा नहीं थी, मान सम्मान नहीं था पर उनके नज़दीक जाने के बाद उनके ऐसे गुण मुझे देखने के लिए मिले की मुझे समझ में आया की, ये इनको में जितना छोटा समझता था वो छोटे नहीं, बहुत बड़े है!
गुणवत्ता के ऊपर, अच्छाई के ऊपर किसी का पेटेन्ट नहीं है। और यह बड़े लोगों से ही सीखने को मिलता है ऐसा नहीं है। समाज में आज भी जो पिछड़े हुए है, आख़री पायदान पर खड़े है उनमे भी अच्छे गुण है।
जहाँ जहाँ अच्छे गुण दिखेंगे, वहाँ आत्मसात् करने की कोशिश करो और जो जो बुरे गुण है ऐसा आपको महसूस होता है उनको छोड़ने की कोशिश करो। इसी से आपका व्यक्तित्व अच्छा होगा। "
શું સમજ્યા? વાતનો સાર સમજવા પ્રયત્ન કરજો, એમને કોનો શું અનુભવ થયો તેની ખોટી ધારણાઓ ના માંડશો, એ આપણો વિષય નથી. ધારણાઓ હંમેશા ખોટી વાતો ઉભી કરે છે જેનાથી માત્ર નુકશાન થતું હોય છે. ખોટી વાતો અને ખોટા વિચારોથી આપણે દૂર રહેવું સારું.
સારા ખોટાની સમજ કેળવી લેવાથી ફાયદો જ ફાયદો છે, સંગત કરી લીધા પછી પસ્તાવાનો વારો પણ નહીં આવે અને સારી સંગતની રંગત પણ સારીજ હોય. ખોટી સંગત અને એની ખોટી રંગતને રામ રામ.
સારા લોકોથી સારા વિચારો મળશે,
સારા વિચારોથી સારા કર્મો થશે,
સારા કર્મોથી જીવન સારું થશે,
સારા જીવનથી સુખ આવશે! સુખ વહેંચી શકાશે!
સમજે એમને અંતઃકરણ પૂર્વક જય સીયારામ,
અને... જે ના સમજે એમને સ્નેહ પૂર્વક રામ રામ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp