બિલ ગેટ્સે કહ્યું, 'બાળકોને આ ઉંમર પહેલા ફોન ન આપો',ન માને તો તેનું...

PC: twitter.com/BillGates

મોબાઈલ: આ નામ સાંભળીને તમને એવું લાગશે કે, તે જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ બની ગયો છે અથવા આપણે કહી શકીએ કે, કેટલાક લોકો માટે તો એ તેમનું જીવન છે. હવે મોટાભાગના લોકો મોબાઈલ વગર એક ક્ષણ પણ જીવી શકતા નથી. તેઓ જાણે છે કે, મોબાઈલના વધારે ઉપયોગના ગેરફાયદા હોય છે, પરંતુ તેમ છતાં તેઓ તેનાથી પોતાને દૂર રાખી શકતા નથી.

બાળકોને પણ નાની ઉંમરથી જ મોબાઈલ ફોનની લત લાગી ગઈ છે, જે ચિંતાનો વિષય છે. ઘણા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે, બાળકોને મોબાઈલ ફોનના ઉપયોગથી સ્વાસ્થ્ય સમસ્યાઓનું જોખમ રહેલું છે. બિલ ગેટ્સે પણ આ મામલે પોતાનો અભિપ્રાય આપ્યો છે.

જ્યારે આજના સમયે બાળકો બે વર્ષની ઉંમરથી મોબાઈલ ફોનનો ઉપયોગ કરવાનું શરૂ કરી દે છે, ત્યારે બિલ ગેટ્સે 14 વર્ષની ઉંમર પછી પોતાના બાળકોને ફોન આપ્યા હતા. તે કહે છે કે, તેણે તેના બાળકોને 14 વર્ષના થયા પહેલા ફોનનો ઉપયોગ કરવાની મંજૂરી આપી ન હતી.

બિલ ગેટ્સે જણાવ્યું કે, તેણે પોતાના બાળકોને ફોનનો ઉપયોગ કરવા દીધો ન હતો. આ સાથે તેમણે બાળકોનો સ્ક્રીન ટાઈમ પણ નક્કી કરી રાખ્યો હતો અને તેઓ બાળકોને માત્ર હોમવર્ક કે અભ્યાસ માટે જ ફોનનો ઉપયોગ કરવાની છૂટ આપતા હતા. તમારા બાળકોને TV, મોબાઈલ અને ગેજેટ્સથી દૂર રાખવાની આ એક સારી રીત છે. તમે તમારા બાળકો માટે પણ આ ટ્રિક અપનાવી શકો છો.

બાળકોને ફોન આપવા અંગે બિલ ગેટ્સ કહે છે કે, બાળકોને ટેબલ પર ફોનનો ઉપયોગ કરવાની મંજૂરી આપવી જોઈએ નહીં. બિલ ગેટ્સનાં બાળકોની ઉંમર 14, 17 અને 20 વર્ષ છે અને આમાંથી કોઈની પણ પાસે બાળપણમાં આઈફોન નહોતો.

કિડ્સ એન્ડ ટેકઃ ધ ઈવોલ્યુશન ઓફ ટુડેઝ ડિજિટલ નેટિવ્સ નામના 2016ના અહેવાલ મુજબ, માતાપિતાએ તેમના બાળકોને 10 વર્ષના થાય પછી જ ફોન આપવા જોઈએ. જો તમારા બાળકને પણ ફોનની લત લાગી ગઈ હોય અથવા ફોન પર હોય ત્યારે તે અન્ય કામમાં ધ્યાન ન આપતું હોય, તો તમારે તેને આ વ્યસનમાંથી વહેલી તકે છુટકારો મેળવે તેવું કામ કરવું જોઈએ.

આ માટે સૌથી પહેલા તમારે ખુદ તમારો મોબાઈલ છોડવો પડશે. બાળકો તેમના માતા-પિતાને જોઈને જ શીખે છે, તેથી પહેલા બાળકોની સામે મોબાઈલનો ઉપયોગ કરવાનું બંધ કરો. આ સિવાય, સ્ક્રીન ટાઈમ સેટ કરો અને બાળક માટે એક ટાઈમ ટેબલ બનાવી રાખો જેનું પાલન કરવું તેના માટે મહત્વપૂર્ણ હોય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp