આ બીમારી થવા પર લાગે છે વારે-વારે તરસ, ઇગ્નોર નહીં કરો આ લક્ષણ
ગરમીની ઋતુ શરૂ થઈ ગઈ છે આ વર્ષે સમય પહેલા જ પડવાળી આ ગરમીએ લોકો પર કહેર વર્તાવવાનું શરૂ કરી દીધું છે. ગરમીમાં ગળું સુકાવું અને સતત તરસનો અહેસાસ થવો એ વાતનો સિમ્પલ મતલબ થાય છે કે તમારા શરીરને પાણીની જરૂરત છે. જેથી ડીહાઇડ્રેશનની સમસ્યાથી બચી શકાય ત્યાં ફરી વારે-વારે ગળું સુકાવું અને પાણીની તરસ વધુ લાગે તો કોઈ મોટી બીમારીનો સંકેત હોઈ શકે છે. એવામાં જો તમને અહેસાસ થઈ રહ્યો છે કે તમને પાણી પીધા પછી પણ ખૂબ જ વધુ તરસ લાગી રહી છે અને તમે આ તરસને કંટ્રોલ કરવામાં અસમર્થ છો તો તમારે ડૉક્ટરને જરૂર બતાવવું જોઈએ.
આ સમસ્યા થવા પર ડોક્ટર સૌથી પહેલા ડાયાબિટીસનો ટેસ્ટ કરવા માટે કહે છે, કારણ કે આ સમસ્યા ડાયાબિટીસના લક્ષણોમાંનું એક લક્ષણ છે, પરંતુ જો તમારો ડાયાબિટીસ ટેસ્ટ બરાબર છે અને તે છતાં પણ તમને આ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે, તો જરૂરી છે કે તમે થોડા ઊંડાણમાં જઈને વિચારો અને જાણો કે આવું કેમ થઈ રહ્યું છે.
અહીં તમને જણાવી દઈએ કે, પાણી પીધા પછી પણ વારે-વારે તરસ લાગવું એ આંતરડા સાથે જોડાયેલી કોઇ ગંભીર બીમારીનો સંકેત હોઈ શકે છે. વારે-વારે તરસ લાગવાનું એક કારણ આંતરડાનું કેન્સર હોઈ શકે છે.
આંતરડાનું કેન્સર ખૂબ જ ધીમી ગતિએ શરીરમાં વધે છે. આના લક્ષણો ઘણા મોડેથી ખબર પડે છે પરંતુ જો સમય પહેલા આ વિશે ખબર પડી જાય તો આ ગંભીર બીમારીના જોખમોથી બચી શકાય છે. આંતરડાનું કેન્સર થવા પર ઘણા લક્ષણો દેખાઈ આવે છે, જેમકે દુખાવો, થાક લાગ્યાનો અહેસાસ થવો, ભૂખ ઓછી લાગવી, વજન ઓછું થવું વગેરે. જો આ કેન્સર શરીરના બીજા ભાગોમાં ફેલાય છે તો આ હાઈપરક્લેસીમિયાનું કારણ બની શકે છે. આ ત્યારે થાય છે જ્યારે ડેમેજ હાડકાઓમાંથી કેલ્શિયમ લોહીમાં રિલીઝ થાય છે. આનાથી દર્દીને ખૂબ જ વધુ તરસ લાગે છે.
આંતરડાના કેન્સરના લક્ષણ (Bowel Cancer Symptoms)
- મળ ત્યાગે કર્યો આદતોમાં બદલાવ
- મળમાં લોહી આવવું
- પેટમાં દુખાવો, અસ્વસ્થતા અને પેટનું ફૂલવું
- કબજિયાત
- ગુદા અને ગુદામાર્ગની આસપાસ ગાંઠ બનવી
- વજન ઓછું થવું
- પેશાબમાં લોહી આવવું, વારંવાર પેશાબ થવો, તેમજ પેશાબના રંગમાં બદલાવ
જો તમારા શરીરમાં આ પ્રકારના કોઈ પણ લક્ષણો દેખાય રહ્યા છે, તો તરત જ તમારે ડોક્ટરને બતાવવું જોઈએ, જેથી સમયસર આ બીમારીની ઓળખ થઈ શકે અને તેની ખતરનાક અસરોને અટકાવી શકાય.
આંતરડાના કેન્સરના કારણો (Causes Of Bowel Cancer)
એવી ઘણી બાબતો છે જે તમારા જોખમને વધારી શકે છે, જેમાં સમાવેશ થાય છે :
ઉંમર - 60 વર્ષથી વધુ ઉંમરના લોકોએ આ રોગનો સામનો કરવો પડી શકે છે.
ડાયટ - લાલ અને પ્રોસેસ્ડ મીટ ખાવાથી અને ઓછા ફાઈબરયુક્ત આહાર લેવાથી આંતરડાના કેન્સરનું જોખમ વધી શકે છે.
વજન - ઓવરવેટ અને મેદસ્વી લોકોમાં આંતરડાના કેન્સરનું જોખમ અન્ય લોકો કરતા વધુ હોય છે.
દારૂ - દારૂનું સેવન વધુ કરવાવાળા લોકોને આંતરડાના કેન્સરનું જોખમ વધુ હોય છે.
ફેમિલી હિસ્ટ્રી - જે લોકોના માતા-પિતાને આ બિમારી થઇ ચુકી છે તેમના બાળકોને આ કેન્સર થવાનું જોખમ વધુ હોય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp