ફિટનેસ ઈન્ફ્લુએન્સરને બે વાર કાર્ડિયાક અરેસ્ટ આવતા મોત, માત્ર 33 વર્ષની હતી

PC: twitter.com

દુનિયાભરના લોકોને પોતાના ઇન્સ્ટાગ્રામ અને સોશિયલ મીડિયાના માધ્યમથી ફિટનેસ, ફેશન અને પોતાની યાત્રા વિશે જાણકારી બ્રાઝીલની ફિટનેસ નિષ્ણાત પોતાનો જ જીવ બચાવી શકી નહી. માત્ર 33 વર્ષની વયે બે વખત  કાર્ડિયાક અરેસ્ટનો ભોગ બનતા તેણીએ જીવ ગુમાવવો પડ્યો છે.

બ્રાઝીલની ફિટનેસ ઇન્ફ્લ્યૂએંસર લારિસા બોર્ગેસનું મોત થયું છે. તેણીને બે વખત કાર્ડિયાક અરેસ્ટને કારણે જીવ ગુમાવ્યો હતો. લારિસાના મોતની પૃષ્ટિ તેના પરિવારજનોએ સોશિયલ મીડિયા પર આપી છે. પરિવારે પોર્ટુગીઝ ભાષામાં લખ્યું છે કે એ જણાવતા દુખ થાય છે કે અમે અમારી પ્યારી લારિસાના મોતના સમાચાર આપી રહ્યા છે.

બ્રાઝીલની જાણીતી ફિટનેસ પ્રભાવક અને એક્સપર્ટ લારિસા બોર્ગેસને 20 ઓગસ્ટે ગ્રેમાડો- આરએસમાં કાર્ડિયાક અરેસ્ટનો ભોગ બની હતી અને  તે એક સપ્તાહ સુધી કોમામાં હતી. 28 ઓગસ્ટે ફરી કાર્ડિયાક અરેસ્ટનો હુમલો થયો જેમાં લારિસાનું મોત થયું.

મીડિયા રિપોર્ટસમાં જણાવ્યા મુજબ લારિસા જ્યારે ગ્રેમાડો શહેરમાં યાત્રા કરી રહી હતી ત્યારે તેણીને કાર્ડિયાક અરેસ્ટ આવ્યો અને તે એક સપ્તાહ સુધી કોમામાં સરી પડી હતી. લારિસા સારવારમાંથી બહાર આવે તે પહેલા તેને બીજો કાર્ડિયાક અરેસ્ટ થયો જેમાં તે બચી શકી નહીં. લારિસા માત્ર 33 વર્ષની હતી.

લારિસાએ ઇન્સ્ટાગ્રામ પર હાર્ટ એટેકના એક સપ્તાહ પહેલા પોતાની પોસ્ટમાં લખ્યું હતું કે હું આવતીકાલ પર વિશ્વાસ કરું છું. લારિસાના પરિવારજનોએ તેની 2021ની પર્નામબુકો યાત્રાની તસ્વીર શેર કરીને લખ્યું છે કે, લારિસાએ એ બધો આનંદ લીધો, જે તેને ભગવાને આપ્યો હતો. અમારી પ્યારી બેટી, ભગવાન તરફ તારા કદમ આગળ વધાર અને હમેંશા ખુશ રહેજે.

લારિસના મોત કેવી રીતે થયું, તે બાબતે હજુ સ્પષ્ટીકરણ સામે આવ્યું નથી, પરંતું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે લારિસાને જ્યારે પહેલો કાર્ડિયાક અરેસ્ટ આવ્યો ત્યારે તે નશામાં હતી. તપાસ કરનાર અધિકારીઓએ કહ્યું કે દારૂની સાથે નશીલો પદાર્થ લીધો હોવાની શંકા છે, જો કે પોસ્ટ મોર્ટમ રિપોર્ટ આવ્યા પછી જ સાચું કારણ જાણવા મળી શકે છે. જ્યારે લારિસાને કાર્ડિયાક અરેસ્ટ આવ્યો ત્યારે તેનો પ્રેમી પણ તેની સાથે હાજર હતો.

આ પહેલા જર્મનીની એક ફિટનેસ ઇન્ફ્લ્યૂએંસર જો લિંડનરનું પણ મોત થયું હતું. જો લિંડનરને મોત પહેલા ગરદનમાં દુખાવાની ફરિયાદ હતી. તેને એન્યૂરિઝમની બિમારી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp