કેન્સરના કેસો 50 વર્ષથી ઓછી ઊંમરના લોકોમાં વધી રહ્યા છે, સામે આવ્યા કારણો

કેન્સરને લઈને એક સ્ટડીમાં હેરાન કરી દેનારો ખુલાસો થયો છે. બ્રિટિશ મેડિકલ જર્નલ (BMJ ઓન્કોલોજી)માં પ્રકાશિત એક સ્ટડીમાં જાણવા મળ્યું છે કે છેલ્લા 3 દશકોમાં વૈશ્વિક સ્તર પર 50 વર્ષ કરતા ઓછી ઉંમરના લોકોમાં કેન્સરના નવા કેસોમાં 79 ટકાની વૃદ્ધિ થઈ છે. જો કે, એવા દર્દીઓની સંખ્યા 1990માં 18.2 લાખ હતી તે વધીને વર્ષ 2019માં 38.2 લાખ થઈ ગઈ હતી. સંશોધનકર્તાઓએ જોયું કે, આ અવધિ દરમિયાન 28 ટકાની વૃદ્ધિ થઈ છે.

ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના રિપોર્ટ મુજબ આ સ્ટડી ભારત સહિત 204 દેશો અને ક્ષેત્રોમાં 29 પ્રકારના કેન્સરને કવર કરનારા ગ્લોબલ બર્ડન ઓફ ડિસિઝના વર્ષ 2019ના રિપોર્ટના આંકડાઓના વિશ્લેષણ પર આધારિત છે. નારાયણ હેલ્થના અધ્યક્ષ ડૉ. દેવી શેટ્ટીએ કહ્યું કે, ભારત જેવા દેશોમાં કેન્સરની ઘટનાઓમાં વૃદ્ધિ માટે વધતી જાગૃતિ અને ડાયગ્નોસ્ટિક ઉપકરણોની ઉપલબ્ધતા એક પ્રમુખ કારક છે. જો કે, તેમણે કહ્યું કે, કેસોમાં વૃદ્ધિ પાછળ પ્રદૂષણ, આહાર સંબંધિત ટેવો અને ઓછી શારીરિક ગતિવિધિ જેવા પર્યાવરણીય કારકોની ભૂમિકાને નકારી શકાય નહીં.

BMJ ઓન્કોલોજી સ્ટડીમાં સંશોધનકર્તાઓએ જોયું કે વર્ષ 2019માં 50 કરતા ઓછી ઉંમર વર્ગમાં સ્તન કેન્સરના શરૂઆતી કેસોની સંખ્યા સૌથી વધુ હતી, પરંતુ વર્ષ 1990 બાદથી નાકનું કેન્સર (નાસોફરીનક્સ) અને પ્રોટેસ્ટના કેન્સરના કેસો સૌથી ઝડપથી વધ્યા. વર્ષ 1990 અને વર્ષ 2019 વચ્ચે પ્રારંભિક શરૂઆતવાળા વિન્ડ પાઇપ અને પ્રોટેસ્ટ કેન્સરમાં વાર્ષિક અંદાજિત 2.28 ટકા અને 2.23 ટકાની વૃદ્ધિ થઈ. સ્પેક્ટ્રમની બીજી તરફ, પ્રાથમિક શરૂઆતવાળા લીવર કેન્સરમાં અંદાજિત 2.88 ટકાનો ઘટાડો આવ્યો.

મેદાન્તા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડાયજેસ્ટિવ એન્ડ હેપેટોબિલરી સાયન્સિસના અધ્યક્ષ ડૉ. રણધીર સૂદે કહ્યું કે, વેક્સીનેશન કાર્યક્રમમાં B વેક્સીનેશનની શરૂઆતે યકૃત કેન્સરના કેસોને ઓછા કરવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે, પરંતુ મને લાગે છે કે ગેર આલ્કોહોલિક ફેટી લીવર રોગની ઘટનાઓમાં વૃદ્ધિના કારણ તેનાથી પ્રાપ્ત લાભ વ્યર્થ થઈ શકે છે, જેથી લીવર કેન્સર થઈ શકે છે. પાચન તંત્રના કેન્સર પણ વધી ગયા છે. છેલ્લા 3 દશકોમાં જોવા મળેલા ટ્રેન્ડના આધાર પર સંશોધનકર્તાઓએ અનુમાન લગાવ્યું કે, નવા શરૂઆતી કેન્સરના કેસો અને સંબંધિત મોતોની વૈશ્વિક વૃદ્ધિમાં 31 ટકા અને 21 ટકાની વૃદ્ધિ થઈ શકે છે. વર્ષ 2030 સુધી, 40 વર્ષ કરતા વધુ ઉંમરવાળાને સૌથી વધુ જોખમ હશે.

તેની પાછળ આનુવંશિક કારકોની ભૂમિકા થવાની સંભાવના છે, પરંતુ સંશોધનકર્તાઓનું કહેવું છે કે આહારમાં લાલ માંસ અને મીઠાની માત્રા વધુ અને ફળ અને દૂધની માત્ર ઓછી હોય છે. દારૂનો વપરાશ અને તંબાકુનો ઉપયોગ 50 વર્ષ ઓછી ઉંમરના લોકોમાં સામાન્ય કેન્સરના મુખ્ય જોખમ કારક છે. વર્ષ 2022માં ભારતમાં લગભગ 14.6 લાખ કેન્સરના કેસ નોંધાયા હતા. વર્ષ 2025 સુધીમાં એ સંખ્યા 15.7 લાખ સુધી પહોંચવાનું અનુમાન છે.

About The Author

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.