જે હાર્ટ એટેકના બનાવો બની રહ્યા છે તેને માટે કોરોના જવાબદાર નથી: આનંદીબેન પટેલ
ગુજરાતના પાટણમાં ખોડલધામના ભૂમિપૂજન કાર્યક્રમમમાં હાજર રહેલા ઉત્તર પ્રદેશના રાજ્યપાલ અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે એક ચોંકાવનારું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, કોરાના મહામારી પછી હાર્ટ એટેકના બનાવો વધી રહ્યા છે, તેવી લોકોમાં ચર્ચા છે. પરંતુ હાર્ટ એટેક માટે કોરાના જવાબદાર નથી. જો કે, તેમણે કહ્યુ કે આ બાબતે મેં કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા સાથે વાત કરી હતી અને તેમણે એવું કહ્યુ હતું કે હાર્ટ એટેકના વધી રહેલા બનાવો વિશે રિસર્ચ કરાવવામાં આવ્યું હતું, તેમાં કોરાનું કોઇ કારણ સામે આવ્યું નથી. આનંદીબેને ગુજરાતના આરોગ્ય મંત્રીને કહ્યું હતું કે એક વર્ષમાં કેટલાં યુવાનોના મોત થયા તેનો સર્વે કરાવો પછી સ્ટડી કરાવો.
ગુજરાતમાં છેલ્લાં કેટલાંક સમયથી હાર્ટ એટેકને કારણે યુવોનામાં ચિંતાજનક હદે વધારો થયો છે અને તેમાં પણ નવરાત્રિના તહેવારોમાં તો યુવાનો હાર્ટ એટેકને કારણે ટપોટપ મરી રહ્યા છે. ગુજરાતમાં છેલ્લાં 3 જ દિવસમાં 10 લોકોના મોત થયા છે, જેમાંથી મોટાભાગના યુવાનો છે. છેલ્લાં કેટલાંક સમયથી ક્રિક્રેટને કારણે, વરઘાડોમાં નાચતા સમયે અને થોડા સમય પહેલા ગરબાની પ્રેકટીસ અને ગરબા રમતા રમતા પણ યુવાનોના મોત થયા છે.
આ એક ચિંતાજનક વાત છે અને ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલે એટલીસ્ટ ચિંતા તો વ્યક્ત કરી. પાટણમાં ખોડલધામના ભૂમિપૂજનના કાર્યક્રમમાં હાજર રહેલા આનંદીબેને જાહેર મંચ પરથી ગુજરાતના આરોગ્ય મંત્રી રૂષિકેશ પટેલને સંબોધીને કહ્યુ કે, ગુજરાતમાં જે હાર્ટ એટેકના બનાવો બની રહ્યા છે તેનું એનાલિસિસ થવું જોઇએ. છેલ્લાં 1 વર્ષ દરમિયાન જે મહિલા, પુરુષો અને યુવાનનો મોત થયા હોય તેમનો સ્ટડી કરાવવો જોઇએ અને એ જાણવું જોઇએ કે આવા બનાવો શા માટે બની રહ્યા છે?
છેલ્લાં કેટલાંક સમયથી યુવાનોના હાર્ટ એટેકને કારણે મોત થવાને કારણે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ એક જાહેર કાર્યક્રમમાં કહ્યુ હતું કે, આના કારણો તપાસવા માટે રિસર્ચ કરવામાં આવી રહ્યું છે અને થોડા સમયમાં રિપોર્ટ આવી ગયા પછી ખબર પડશે કે સાચું કારણ શું છે. જો કે, આનંદીબેન પટેલે તો કહ્યું કે, માંડવિયાએ મને કહ્યું છે કે રિપોર્ટમાં હાર્ટ એટેક માટે કોરોના જવાબદાર નથી, પરંતુ આ રિપોર્ટ હજુ સુધી જાહેર થયો હોય તેવું જાણમાં નથી. સરકારે આ રિપોર્ટ જાહેર કરવો જોઇએ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp