બુઢ્ઢીના બાલ આરોગ્ય માટે જોખમી, ગુજરાતમાં પ્રતિબંધ મુકાશે?

PC: risingnepaldaily.com

મેળાની બહાર કે લગ્ન પ્રસંગોમાં તમે બુદ્ધી કા બાલ કે જેને કોટન કેન્ડી પણ કહેવામાં આવે છે તે વેચાતા જોઇ હશે. તમિલનાડુમાં તાજેતરમાં આ કોટન કેન્ડીની તપાસ કરવામાં આવી તો તેમાં જોખમી કેમિકલ મિશ્રિત હોવાનું સામે આવ્યું હતું. જે આરોગ્ય માટે મોટું જોખમ ઉભું કરી શકે તમિલનાડુએ કોટન કેન્ડીના વેચાણ પર પ્રતિબંધ મુકી દીધો છે. હવે સવાલ એ છે કે શું ગુજરાતમાં પણ કોટન કેન્ડી પર પ્રતિબંધ મુકાશે. તમિલનાડુ પહેલા પુડેચેરીએ પ્રતિબંધ મુકી દીધો હતો.

કોટન કેન્ડીમાં કાપડ અને ચામડામાં રંગવામાં આવતા રોડામાઇન બીનો ઉપયોગ થાય છે, જે એક પ્રકારની ડાય છે અને તેનો ખાવામાં ઉપયોગ થઇ શકતો નથી. આ રોડામાઇન બીને કારણે પેટ ફુલી જાય, ખંજવાળ આવે, શ્વાસ રુંધાઇ જાય એવી મુશ્કેલી ઉભી થઇ શકે. ઉપરાંત કેન્સરનું પણ જોખમ રહી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp