મારા રામના નામે પથ્થર કેમ તર્યા જાણો છો?

PC: newindianexpress.com

(Utkarsh Patel) તમે આખા સંસારમાં ફરો અને ગમે ત્યાંથી પથ્થર ઉપાડો. ઉપાડી શકો તેવો પથ્થર. નાખો એને પાણીમાં.

શું થાય?? ડૂબી જાય ને?? કેમ તરતો નથી?? વજનદાર છે એટલે ને? આ વજન શું છે??

ચાલો સવાલો માંડી વાળીને વિષય ચર્ચા કરીએ.

પથ્થર હંમેશા ડૂબતા આવ્યા કેમ કે તેમા વજન રૂપી જડતા રહેલી છે. જડ વસ્તુ અને જડ વ્યક્તિ ક્યારેય પોતાની જડતાનો અવગુણ છોડતા નથી એટલે જ પથ્થર ડૂબે અને જડ માણસ પણ તેના જીવનના દરેક કાર્ય સંજોગોમાં ઊંધો પડે.

રામાયણમાં પ્રભુ શ્રી રામને જ્યારે લંકા પહોંચવા દરિયાદેવ મારગ આપે ત્યારે જે માર્ગ બન્યો તેને આપણે રામસેતુ કહીએ છીએ. આ રામસેતુમાં જે પથ્થર વપરાયા એની નોંધ એવી છે કે જે પથ્થર પર રામ નામ લખાયું તે તર્યા!!

એ પથ્થર તર્યા કેમ?

પ્રભુ શ્રી રામ મર્યાદા પુરુષોત્તમ હતા. અહંકારથી નિર્લેપ.

જેમ જેમ એક પછી એક પથ્થર પર રામ નામ લખાતું ગયું તેમ તેમ પ્રત્યેક પથ્થર તેના જડતાના અવગુણથી વિહીન થતાં ગયા અને જેવું એ પથ્થરોનું જડપણાનો અવગુણ ગયો તેવા જ તે સરળ તરલ બન્યા અને પ્રભુ શ્રી રામની સેવાર્થે રામસેતુમાં જડાયા. આજેય કળયુગમાં પણ રામસેતુના પથ્થર તરે છે!

રામના નામે પથ્થર તરી જાય તો આપણે કેમ નહીં.

કલયુગે પ્રભુ શ્રી રામનું નામ ભજન કિર્તન કરતા રહીશું તો રામમય જીવન બનશે અને આપણો વ્યવહાર પણ મર્યાદામય બનશે.

રામનું નામ લઈશું તો રામભક્ત હનુમાનજી સંકટ સમયે આપણું બાવડું પકડશે અને બળવાન બનાવશે.

ચાલો ત્યારે આપણે પણ રામ નામ જપીને કલયુગે ભવસાગર તરી જઈએ.

સૌને મારા જય જય સીયારામ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp