સપ્તાહમાં 70 કલાક કામ કરવાના નારાયણ મૂર્તિના નિવેદન સામે તબીબનો વિરોધ

PC: news9live.com

ઇન્ફોસિસના સ્થાપક નારાયણ મૂર્તિએ એક કાર્યક્રમમાં સૂચન કર્યું હતું કે ભારતમાં કાર્ય ઉત્પાદકતા વધારવા માટે ભારતના યુવાનોએ દર અઠવાડિયે 70 કલાક કામ કરવું જોઈએ. જે બાદ લોકોની વિવિધ પ્રતિક્રિયાઓ સામે આવવા લાગી. કેટલાક તેમના નિવેદનનું સમર્થન કરી રહ્યા છે તો કેટલાક તેની ટીકા કરી રહ્યા છે.

નારાયણ મૂર્તિના અઠવાડિયામાં 70 કલાક કામ કરવાના નિવેદનને લઈને સોશિયલ મીડિયા પર ચર્ચા છેડાઈ ગઈ છે. દરમિયાન, કાર્ડિયોલોજિસ્ટ ડૉ. દીપક કૃષ્ણમૂર્તિએ કહ્યું, તો પછી લોકો પૂછે છે કે યુવાનોને વધુ હાર્ટ એટેક કેમ આવી રહ્યા છે.

નારાયણ મૂર્તિના સપ્તાહમાં 70 કલાક કામ કરવાના નિવેદન પછી JSWના ચેરમેન સહિત અનેક લોકોએ તેમની વાતને સમર્થન આપ્યુ હતું. પરંતુ હદયરોગના નિષ્ણાતોનું મંતવ્ય આ વિશે જુદુ છે.

જાણીતા હાર્ટ રોગના નિષ્ણાત ડો. દીપક મૂર્તિએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર દિવસ દરમિયાનના 24 કલાકનું વિવરણ આપ્યું છે. તેમણે કહ્યું કે સપ્તાહમાં 70 દિવસ કામ કરશો તો અનેક ગંભીર બિમારી પેદા થશે.

કાર્ડિયોલોજિસ્ટ ડૉ. દીપક કૃષ્ણમૂર્તિએ આ મુદ્દા પર ધ્યાન આપ્યું હતું અને ગેરવાજબી કામના કલાકો સાથે કામના સમયપત્રકની લાંબા ગાળાની સ્વાસ્થ્ય અસરોને જાહેર કરી હતી.

સોશિયલ મીડિયા પર કાર્ડિયોલોજિસ્ટ ડૉ. કૃષ્ણમૂર્તિએ નિખાલસપણે ચર્ચા કરી કે સરેરાશ વ્યાવસાયિક એક દિવસમાં કેટલો સમય કામ અને અન્ય જવાબદારી વચ્ચે વિભાજિત કરે છે. આવા અમાનવીય કામના કલાકો ઘણા ગંભીર કાર્ડિયોવેસ્ક્યુલર રોગો તરફ દોરી શકે છે.

તેમણે પોસ્ટમાં લખ્યું, દિવસમાં 24 કલાક હોય છે. જો તમે અઠવાડિયામાં 6 દિવસ દરરોજ 12 કલાક કામ કરો છો. તો બાકીના 12 કલાકમાંથી 8 કલાક ઊંઘમાં પસાર થશે. બાકીના 4 કલાકમાં તમે અન્ય દૈનિક પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહેશો. આવી સ્થિતિમાં યુવાનોને કોઇકને મળવાનો, પરિવાર સાથે વાત કરવાનો, કસરત અને મનોરંજન માટેનો સમય જ નહીં મળે. કંપનીઓ કામકાજના કલાકો પછી પણ લોકો ઈમેલ અને કોલનો જવાબ આપે તેવી અપેક્ષા રાખે છે. અને પછી આશ્ચર્યચકિત થઇને સવાલ ઉભા કરે છે કે યુવાનોને હાર્ટ એટેક કેમ વધુ આવે છે.

નારાયણ મૂર્તિએ બેંગુલુરમાં એક કાર્યક્રમમાં કહ્યું હતું કે, ભારતમાં વર્ક કલ્ચર બદલવાની જરૂર છે. ખાસ કરીને યુવાનોએ સપ્તાહમાં 70 કલાક કામ કરીને દેશની પ્રોડકટિવીટી વધારવી જોઇએ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp