સવારે આ 8 વસ્તુઓ કરી લો, જીવનમાં કોઇ સમસ્યા નહીં રહે

PC: goalcast.com

રોજની લાઈફમાં ઓર્ગનાઈઝ્ડ થવું અને નાના હાથે લીધેલા કામ પુરા કરવા તમારા ગોલ સુધી પહોંચવાનું સહેલું પગલું છે. જો તમે જરા પણ ઓર્ગનાઈઝ્ડ ન હોવ તો તમે વિચારતા હશો કે આ લોકો કઈ રીતે બધું મેનેજ કરતા હશે. અમુક લોકો માટે બધું સરખું રાખવું ખુબ સહેલું હોય છે. તે લોકો હંમેશા સમય પર આવે છે. જ્યારે બાકીના લોકો માટે સવારે ઉઠીને તૈયાર થવું પણ એક અઘરું કામ હોય છે.

જો તમારે પણ ચોક્કસ બનવું હોય તો આ આદતોને લાઈફમાં અપનાવો જે તમારી લાઇફને વધુ સારી અને સરળ બનાવશે.

  1. સવારે વહેલા ઉઠો

તમે રૂમમેટ સાથે રહેતા હોવ કે પરીવાર સાથે, બાકીના ઘર કરતા 15 મિનીટ વહેલા ઉઠવાથી ઘણો ફરક પડે છે. તમારે બાથરૂમ માં જવા માટે કોઈ સાથે ઝઘડો નહીં કરવો પડે. જો તમે એકલા રહેતા હોવ તો રોજ કરતા 15 મિનીટ વહેલા ઉઠવાથી તમે તમારું બધુંજ કામ સમયસર કર શકો છો.

  1. સવારના સૌથી પહેલા તમારો ફોન ચેક ન કરો

એક એક્સપર્ટ કહે છે કે હું સલાહ આપીશ કે તમે સુવા જાવ ત્યારે તમારો ફોન રૂમમાં ન રાખો. ફોનમાં એટલું બધું હોય છે કે સવારે ઉઠીને પહેલા મોબાઈલ જોવાથી તેની અઢળક કંટેન્ટમાં તમે પરોવાઈ જાવ છો. તમને ખ્યાલ આવશે એ પહેલા જ તમે મોડા થઈ ચુક્યા હશો. પહેલા ફોન શોધવા કરતા કોઈ બ્રીધીન્ એક્સરસાઈઝ કરો જે તમને ઉઠવાની મદદ કરે. તમે વધુ ખુશ અને રીલેક્સ્ડ ફીલ કરશો.

  1. તમારું ગમતું કંઈક કરો

સવારે તમને કંઈક ગમતું હોય તેવું કરવાનો સમય રાખો. જેમકે ડ્રોઈન્ગ, વાંચવું, સંગીત, વગેરે. પણ તે કરવામાં પણ એક ટાઈમ લીમિટ હોવી જોઈએ. માત્ર 5 કે 10 મિનીટ પોતાને તેમાં ડુબાવો અને પછી રુટીન શરુ કરો. તમને ગમતી વસ્તુ કરવાથી ખુબ એનર્જી મળશે અને તમે તમારા ટ્રેક પર રહેશો.

  1. એક રૂટીન બનાવી તેને ફોલો કરો

ઓર્ગનાઈઝ્ડ લોકો તેમનું રુટીન રોજ ફોલો કરે છે. જેટલું રૂટીનથી ચોંટી રહે છે તેટલું જ જલ્દી અને સહેલાઈથી તેમનું કામ પતાવી શકે છે. તમને તમારા કામ ચેલેન્જ નહી લાગે. જ્યારે તમે આવું કરવાની કોશિશ કરશો ત્યારે તમે જોશો કે તમને ઉઠવું અઘરું નથી લાગતું અને બધું કામ પણ ફટાફટ થવા લાગે છે.

  1. પૂરા થઈ શકે તેવા ગોલ સેટ કરો

એક સાથે આખું રૂટીન બદલવાથી તમને માત્ર સ્ટ્રેસ રહેશે. માટે તમારા ગોલ અચીવ કરવા માટે એક પછી એક બધુ કરવાનું શરૂ કરો. પહેલા કોઈ એક આદત પાડવાની કે બદલવાની કોશિશ કરો અને જ્યારે થઈ જાય ત્યારે બીજા શરૂ કરો. એક વાર આદત પડી જાય એટલે તમારે તેને જાળવી રાખવાની મહેનત નથી કરવી પડતી અને બીજું આસાનીથી કરી શકો છો.

  1. રાતે જ જમવાનું બનાવી લો

સવારે રસોઈ કરવી એ તમારો ઘણો બધો સમય લઈ લે છે. માટે રાતે જમવાનું બનાવી લેવાથી સવારનો ઘણો બધો સમય બચી જાય છે. ઓર્ગનાઈઝ્ડ લોકો બની શકે કે તેઓ આખા અઠવાડિયા માટે જમવાનું પહેલાથી બનાવી રાખે. આવું કરવાથી તમારે માત્ર તમારું ટીફીન હાથમાં રાખીને સીધુ બાહર નીકળી જવાનું રહે છે.

  1. ઘરમાંથી વધારાનો સામાન કાઢી નાખો

સવારે તૈયાર થવા સમયે તમારા પલંગ પર બધી વસ્તુઓ ફેલાવીને ન જાવ. સાંજે પાછા આવતા સમયે તે બધું કામ બાકી હશે તો તમારું રુટીન હલી જશે. ઘરમાં વધારાની વસ્તુઓ આડી પડી હોય તેને સવારે જ સાફ કરીને ઘરમાંથી નીકળવું.

  1. તમારે ન કરવું હોય તેવું કામ પહેલા કરો

ન ગમતું કામ ઓર્ગનાઈઝ્ડ લોકો પહેલા કરે છે. પછી તેમને આખો દિવસ એ કામ બાકી હોવાની આબર નથી લેવો પડતો. આવું કરવાથી તમે સ્ટ્રેસ ફ્રી રહો છે અને બીજા કામો પણ સરળ રીતે પતાવી શકો છો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp