ઓછા પૈસે પણ સારું અને સુખી સંતોષકારક જીવન જીવી શકાય છે

PC: newindianexpress.com

(Utkarsh Patel) હા વાત સાચી છે,

ઓછા પૈસા સારું જીવન જીવી શકાય.

સુખ અને સંતોષ માટે પૈસા હોવા અનિવાર્ય નથી.

જીવન જીવવા માટે પૈસા ની જરૂર ખરી પણ પૈસા એ જ જીવન નથી! પરમાત્માએ જીવન સુખેથી જીવવા માટે આપણને જળ, વાયુ, અગ્નિ, ધરા, નભ આપ્યું છે જ્યાંથી જીવન જીવવા માટે આપણને બધું જ પર્યાપ્ત ઉપલબ્ધ હતું જ અને આજે ઘટ સાથે પણ ઉપલબ્ધ છે જ.

વિનિમય પછી આ જે પૈસો આવ્યોને માનવ જગતમાં ત્યારથી બધી જ કળયુગી ઉપાદીઓ ઉભી થઈ. આજે સૌને એમ છે કે પૈસો જેટલો વધુ એટલો માણસ વધુ સુખી!!

ના એવું નથી.

પૈસાના વ્યવહારના જગતમાં વ્યવહાર એટલે કે જો સંતોષનું જીવન જીવવું હોયને તો જરૂર પૂરતો પૈસો પૂરતો છે.

તમારે મજાનું જમવું છે તો બસ જમવાનું સારું હોવું જોઈએ, કયાં જમો શું એ અગત્યનું?

એક ઉદાહરણ આપું...

એકવાર એક ધનાઢ્ય વ્યક્તિ જેનું જીવન સાદું, એ વ્યક્તિ રોજ મોટાભાગે જમવામાં ખીચડી ખાય. એકવાર એ વિદેશ પ્રવાસ હતા અને એમના નાના બાળકને ખીચડી ખાવી હતી તો એમને ખબર પડી કે એક મોટી હોટલમાં ખીચડી મળે છે. એમણે ખીચડી લીધી અને બાળકને જમાડી દીધું પણ એમણે બાળકને હોટલ ના બતાવી અને કેટલા પૈસાની ખીચડી લીધી એ પણ કોઇને ના જણાવ્યું!! એમના માટે અન્ન અગત્યનું હતું અને સંસ્કાર!!

ખીચડી ઘરે ખાઈએ કે હોટલમાં ખીચડીનો સ્વાદ તો એનો એ જ હોય ને! દાળ, ચોખા, પાણી અને પ્રમાણમાં મીઠું. બાફ્યું એટલે ખીચડી. ગરીબના ઝુપડામાં, આપણા ઘરમાં કે હોટલમાં બધે જ સરખી.

હવે વાત કરીએ કેટલા પૈસામાં આ ખીચડી બને...

ગરીબના ઝુપડામાં અને આપણા ઘરમાં ભાવે ભાવ બની જાયને?! અને હોટલમાં?

પેલા ધનાઢ્ય માણસે એના બાળક માટે જે ખીચડી લીધી હતી ને એની એક પ્લેટનો ભાવ હતો ભારતીય ચલણ મુજબ પૂરા રૂપિયા 6000!

હવે સમજો હું શું કહેવા માંગું છું...

તમે અન્નનો ગુણ સમજો... કયાં જમવું , સ્ટેટ્સ બતાડવું, દેખાદોવ કરવો એના માટે પૈસા ની જરૂર પડશે!!! જમવું જ છેને તો ગરીબ સાથે જમો, પોતાના ઘરે જમો... પૈસા ખર્ચીને મોંઘીદાટ હોટલોમાં શું કામ જમો છો?

ખીચડી તો એક દૃષ્ટાંત હતું. આવું તો કંઈક અનેક છે. પૈસો તેમને દેખાદેખી શીખવાડશે, ઊંચનીચ શિખવાડશે, લોભે લઇ જશે એનાથી થોડું સાચવીને રહેજો. જીવન જેટલું સાદુ હશેને એટલો પૈસો ઓછો વપરાશે, જરૂરિયાતો ઘટશે અને સુખથી જીવી શકશો.

અગત્યનું:

પૈસો કમાજો પણ જીવન સાદું ધરાતલ પરનું રાખજો.

(સુદામા)

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp