શું હાર્દિકની લકઝ્યુરીસ લાઇફ અને ક્લબ પાર્ટીના શોખને કારણે નતાશા છુટી થઇ છે
ટીમ ઇન્ડિયાના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા અને તેની બોલિવુડ અભિનેત્રી અને મોડેલ પત્ની નતાશાના છુટાછેડાની લાંબા સમયથી ચર્ચા ચાલી રહી હતી, પરંતુ હવે આ ચર્ચા પર પુર્ણવિરામ મુકાઇ ગયું છે, કારણકે હાર્દિક અને નતાશાએ ઇન્સ્ટાગ્રામ પોષ્ટ પર જાહેરાત કરી છે કે તેઓ રાજીખુશીથી અલગ થઇ ગયા છે. હાર્દિકે લખ્યું અમારા દીકરા અગસ્તયની અમેં બંને ભેગામળે ઉછેરીશું.
હાર્દિકે લખ્યું છે કે, 4 વર્ષ સાથે રહ્યા પછી મેં અને નતાશાએ અલગ થવાનો નિર્ણય કર્યો છે. અમે સાથે રહેવાનો ખુબ પ્રયાસ કર્યો, પરંતુ અમને લાગે છે કે અલગ થવું યોગ્ય નિર્ણય છે. આ ઘણો મુશ્કેલ નિર્ણય હતો. અગસ્તય માટે જે કઇં કરવું પડશે તે અમે બંને ભેગા થઇને કરીશું. હાર્દિકે લોકોને વિનંતી કરી છે કે આ સંવેદનશીલ સમયમાં અમારી પ્રાઇવસીનું સન્માન કરો. મીડિયા રિપોર્ટસ મુજબ હાર્દિકની લકઝ્યુરીસ લાઇફ અને કલબ પાર્ટીના શોખને કારણે નતાશા છુટી થઇ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp