ઠંડુ પાણી પીવાથી ઘટી શકે છે તમારા શરીરનું વજન, ચોંકશો નહીં જાણી લો!
ઉનાળાની અકળાવી મૂકે તેવી ગરમીમાં બધા લોકો તરસ છિપાવવા માટે ઠંડુ પાણી પી છે. તેના દ્વારા લોકો પોતાને ફ્રેશ રાખવાનો પ્રયત્ન કરે છે, પરંતુ શું તમે જાણો છો કે ઠંડુ પાણી પીવાથી વજન ઘટાડી શકાય છે? તમે આ વાત સાંભળીને હેરાન થઈ રહ્યા હશો, પરંતુ ઘણી રીતે આ એક હકીકત છે. આમ ઠંડી જ નહીં, પરંતુ તમે જરૂરી માત્રામાં સાદું પાણી પીને પણ વજનને નિયંત્રિત કરી શકો છો. ઠંડુ પાણી તમારા ચયાપચયમાં વધારો કરવામાં મદદ કરે છે, શરીરના અપશિષ્ટને ચોખ્ખું કરે છે અને ભૂખ ઓછી કરવામાં મદદ કરે છે. દરેક વ્યક્તિએ દિવસમાં ઓછામાં ઓછા 8-10 ગ્લાસ પાણી પીવું જોઈએ. તેનાથી શરીરને ઘણા ફાયદા થાય છે.
ઠંડુ પાણી પીને આ રીતે ઘટાડો વજન:
- પાણી ભૂખ ઓછી કરે છે, એટલે જો તમે પોતાનું વજન ઘટાડવા માંગો છો તો ભોજન પહેલા ઠંડુ પાણી પી લો. તેનાથી તમારું પેટ ભરાયેલું લાગશે અને તમે જરૂરિયાત મુજબ જ ખાશો. રિપોર્ટ્સ મુજબ ભોજન પહેલા પાણી પીવાથી એવરેજ 75 કેલોરીની અછત થાય છે. રોજ માત્ર ભોજન પહેલા પાણી પીવાથી તમે દર વર્ષે 27 હજાર કેલોરી ઓછી ગ્રહણ કરશો અને તમારું વજન નિયંત્રિત રહેશે.
- રિપોર્ટ્સ મુજબ ઠંડુ પાણી પીવાથી તમારા ચયાપચયને સદદ મળે છે, કેમ કે તમારા શરીરને પાણીને ગરમ કરવા માટે વધારે મહેનત કરવી પડે છે, એટલે વધારે કેલોરી બર્ન થાય છે. તેનાથી વજન ઓછું કરવામાં મદદ મળે છે. એ સિવાય ઠંડુ પાણી રૂમના તાપમાનને પાણીની તુલનામાં ઘણું બધુ ફ્રેશ હોય છે.
- ઠંડુ પાણી માંસપેશીઓમાં ખેચાવને રોકવામાં મદદ કરે છે અને તમારા સાંધાની ચીકણાઈ આપે છે. તેનાથી તમે લાંબા સમય સુધી અને મુશ્કેલ કામ કરી શકો છો. જો તમે લાંબા સમય સુધી કામ કરશો, તો કેલોરી બર્ન થશે અને તમે વધારે ફિટ અનુભવશો.
- વિશેષજ્ઞોનું કહેવું માનીએ તો તમારું વજન ઓછું કરવા માટે રોજ જરૂરી માત્રામાં પાણી પીવું જોઈએ. ઉનાળાના વાતાવરણમાં ઠંડુ પાણી પી શકો છો, જ્યારે શિયાળામાં તમે સાદું પાણી પીને આ પ્રક્રિયાને આગળ વધારી શકો છો. દરેક વ્યક્તિએ ઓછામાં ઓછા 7-8 ગ્લાસ પાણી પીવા જોઈએ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp