કોઈનું વ્યક્તિત્વ કંઈ રીતે સમજી શકાય?

PC: newindianexpress.com

(Utkarsh Patel) આખું જીવન ગયું પણ માણસને ઓળખી ના શકાયો!

તમે કદાચ આવું સાંભળ્યું હશે કે પછી આવું અનુભવ્યું હશે. પણ શું ખરેખર કોઇ વ્યક્તિને જાણી સમજી શકાય ખરું?

જવાબ છે... હા નાની નાની વાતું પરથી માણસનું વ્યક્તિત્વ જાણી શકાય છે અને સમજી પણ શકાય છે.

જેમ કે...

  • વ્યક્તિની વાણીથી ખબર પડી જાય કે વ્યક્તિ કેવો હશે.
  • વ્યક્તિના વ્યવહારથી ખબર પડી જાય કે વ્યક્તિ કેટલો ચોખ્ખો હશે.
  • વ્યક્તિની આંખોથી ખબર પડી જાય કે વ્યક્તિનો ઉછેર કેવો હશે.
  • વ્યક્તિના સ્પર્શથી ખબર પડી જાય કે વ્યક્તિ કેવી દાનતનો છે.
  • વ્યક્તિના જવાબોથી ખબર પડી જાય કે વ્યક્તિ કેટલો જ્ઞાની છે.
  • વ્યક્તિના પહેરવેશથી અને રોજીંદા જીવન પરથી ખબર પડી જાય કે એ દુનિયાથી કેટલો અંજાયેલો કે અભિમાની છે.
  • વ્યક્તિની ઉતાવળ અને ધીરજથી ખબર પડી જાય કે વ્યક્તિ કેટલો મહાવકાંક્ષી કે સંતોષી છે.
  • વ્યક્તિના આત્મવિશ્વાસથી ખબર પડી જાય કે વ્યક્તિ કેટલો અનુભવી છે.
  • વ્યક્તિના વ્યવસાયથી ખબર પડી જાય કે વ્યક્તિ કેવી નીતિનો છે.

અને સૌથી અગત્યનું,

  • વ્યક્તિના સબંધો અને બેઠક ઉઠક પરથી ખબર પડી જાય કે વ્યક્તિ કેટલો ખાનદાની છે.

આટલી વાતો યાદ રાખીલો અને કોઇ પણ વ્યક્તિને પારખીલો!

પારખો તમારા મિત્રોને.

પારખો તમારા નજીકના લોકોને.

જરૂર મુજબ પારખો. જરૂર મુજબની સમજ કેળવો.

અગત્યનું:

સારા ખોટા વ્યક્તિત્વની સમજ પડી જાયને પછી થઈ જાઓ મૌન. સારા પાસેથી સારું શીખો અને આનંદથી એમના સંગાથે જીવો. ખોટાને ખોટો કહેશો નહીં, ધુતારાને ધુતારો કહેશો નહીં, છેતરપિંડી કરનારને ઉઘાડો પાડશો નહીં. આ બધા સાથે ઓછું કરી દો, કોઇ જ વેપાર વ્યવહાર લેતીદેતી કરશો નહીં અને નાની મોટી ખોટ થાય એવું હોય તો ખોટ ખાઈ લેજો. આ બધાને ભૂલી જાઓ. આવા લોકો જીવનમાં ક્યાંક ભટકાય તો એમનો અણગમો ના કરશો એમને સ્મિતથી વધાવો અને ટૂંકમાં અભિવાદન કરી કરો રામ રામ.

નીલકંઠ મહાદેવનો ગુણ કેળવવાનો પ્રયત્ન કરી બધું સહન કરી લો, અપમાન ખોટ ઘસારો ખમી લેજો. નવી દિશામાં નવા સંબંધોમાં પરખ કરીને ભળો. દુનિયા બહુ મોટી છે. અહીં ઘણા સારા લોકો છે. સારા લોકો વચ્ચે જીવીએ પણ પોતે પણ સારા બનવાનું ભુલીએ નહીં.

(સુદામા)

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp