કોઈકના સંજોગો વિપરીત હોય તો એમને સાચવી લેજો

PC: newindianexpress.com

(Utkarsh Patel)

સૌના જીવનમાં સુખ દુઃખ રૂપી સંજોગો અવિરત બદલાતા રહે છે.

શું તમને ખબર છે સમયનો આરંભ ક્યારે થયો?

શું તમને ખબર છે સમયનો અંત ક્યારે થશે?

આ બે સવાલોના જવાબ આ સંસારમાં કોઈની પાસે નથી. એવું જ કંઈક આપણા સૌના સંજોગોનું છે. જેમ સમય બદલાય એમ સૌ કોઈના સંજોગો પણ બદલાય.

સામાન્યત: આપણી સમજ એમ છે કે આપણે આપણા કર્મોનું ફળ ભોગવીએ છીએ અને એ મુજબ આપણા સમય સંજોગો નિર્માણ પામતા જાય છે!

શું આપ જાણો છો કર્મ કેટલા પ્રકારના હોય?

કર્મ ના ત્રણ પ્રકાર છે...

  1. ક્રિયામણ કર્મ
  2. સંચિત કર્મ
  3. પ્રારબ્ધ કર્મ

પ્રત્યેક કર્મની સમજની ઊંડાણ પૂર્વક સમજ થોડો વિસ્તૃત વિષય છે. વાત કરીએ કર્મોના ફળની તો સૌના કર્મો સારા નરસા હોતા જ હોય છે એટલે જ તો આપણે માનવ કહેવાયા!! જાણ્યે અજાણ્યે ભૂલો કરવી અને સ્વાર્થ માટે પાપ કર્મ કરવા એ કળયુગનું સત્ય છે.

મનુષ્ય માત્રથી ભૂલ થતી આવી અને થતી રહેવાની એટલે કર્મના ફળ સ્વરૂપ સંજોગો સારા નરસા આવતા રહેવાના!!

જ્યારે આપણા સંજોગો સારા અનુકૂળ હોય ત્યારે આપણે ભગવાનનો આભાર માનવો જોઈએ અને કોઈકના સંજોગો વિપરીત હોય ત્યારે આપણે એ જોઈને બેસી રહેવું જોઈએ નહીં. યથા શક્તિ સમય, સહયોગ કરવો જોઈએ. અને હા કોઈકને સહયોગી થાવ તો એ ગણી ના બતાવતા કે પછી એની વાહવાહી પણ ના કરાવતા નહિ તો કરેલું પુણ્ય કર્મ ધોવાઈ જશે!!

હું વ્યક્તિગત રીતે માનું છું કે જેમના સંજોગો વિપરીત હોય તેમને આપણે અપેક્ષા કે આશા વિના ટેકો કરવો જોઈએ. કોઈકનો સમય સુધારવાથી, કોઈકને દુઃખમાં સથવારો કરવાથી, કોઈકને યથાશક્તિ આર્થિક સહયોગ કરી સાચવી લેવાથી ભલે થોડો ઘસારો જણાય પણ એટલું ચોક્કસ કહીશ કે આ કર્મ ઈશ્વરને જરૂર ગમશે અને આપણે કોઈકને સાચવી લઈશું તો ઈશ્વર પણ આપણને ક્યારેય સાચવી લેશે.

અગત્યનું:

સંબંધો નિભાવી જાણીએ. જેમની સાથે જીવ્યા એવા કોઈને પણ એમના વિપરીત સંજોગોમાં ગમો અણગમો દૂર કરી હાથ થામજો. સાથ આપજો.

આ સંસારમાં સાથે કશું જ આવવાનું નથી, ક્યાં તો મૂકીને જવાનું છે ક્યાં તો આપીને!!!

આપણા સત્કર્મોની નોંધ કોઈ રાખે કે ના રાખે ભગવાનના ચોપડે એની નોંધ હંમેશાં લેવાતી જ હોય છે. અને આપણા કર્મોનું ફળ આપણી આવનારી પેઢીઓ ભોગવશે એટલે એમના સારા માટે, એમના ભાલા માટે કોઈકનું ભલું કરજો. ભલું કરતા રહેજો.

જય રઘુનંદન, જય સીયારામ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp