દયા કરશો તો કોઇક તમને ક્યારેક યાદ કરશે

PC: newindianexpress.com

(Utkarsh Patel) દયાભાવ સૌનામાં હોય જ છે પણ પ્રમાણમાં વધ ઘટ હોય.

સફળતા, રાજસત્તા અને ધન વધે એટલે અહમ્ વધે અને અહમ્ વધેને એટલે મોટાભાગના કિસ્સામાં દયાભાવ ઘટી પડે. સમજો કે દયા મરીપરવારે!

આપણામાં દયાનો ભાવ સ્થિરતાપૂર્વક જળવાય રહે તો આપણને સૌ યાદ તો કરે જ ખરા પણ કર્મના હિસાબમાં સારા કર્મ વધી પણ પડે.

જીવનમાં આપણે સફળ થઇએ, પદ પ્રતિષ્ઠા ધન આવેને તોયે દયાભાવ ને મન અને હૈયામાંથી ઘટવા દેવો જોઈએ નહીં. આપણી પાસે જે કંઈ પણ છે તેના દાતા ભગવાન પોતે છે, એમની ઈચ્છાથી આપણે પ્રમાણમાં સુખી કે દુઃખી હોઈએ છીએ.

ભગવાનની દયાથી જ આપણી પાસે બધા સુખ છે!! ભગવાને દયા રાખી તો સુખી છીએને?

જ્યારે આપણે ભગવાનની દયાને આધારીત છીએ તો પછી કોઈક દુઃખિયારા, નબળા વ્યક્તિને એના દુઃખના જરૂરના સમયે આપણે દયા રાખીને એને મદદરૂપ ના થવું જોઈએ? યથાશક્તિ મદદરૂપ થઈને દયાભાવ દાખવવો જોઈએ.

પોતાના સ્વજનો, મિત્રો કે પછી પરિચીતો પર પ્રથમ દયાભાવ રાખવો જોઈએ. હું તો ત્યાં સુધી વ્યક્તિગત રીતે કહીશ કે દુશ્મન પ્રત્યે પણ દુશ્મનાવટના વિષય સિવાય અન્ય બાબતોમાં જો એને મદદની જરૂર હોય તો દયાભાવ રાખી મદદ કરવી જ જોઈએ. દુશ્મનાવટ એની જગ્યાએ અને માનવતા દયાભાવના સંસ્કાર એની જગ્યાએ.

જ્યારે જ્યારે તમે કોઈને દયાભાવ રાખી મદદરૂપ થશો ત્યારેક ત્યારે મદદ લેનાર જીવના હૈયામાં તમે કાયમી વસી જશો. એ વ્યક્તિ બોલે કે ના બોલે પણ એનો આત્મા જરૂરથી તમારો આભારી હશે!! 

જગતમાં આપણું શરીર રહે કે ના રહે આપણે દાખવેલી દયા યાદ સ્વરૂપે કોઈકના હૈયામાં અને મગજમાં હંમેશ માટે વસી જતી હોય છે.

અગત્યનું:

જીવનમાં વિનમ્રભાવે દયાભાવ રાખજો તો ભગવાનનો દયાભાવ તમારા પર જળવાયેલો રેહશે.

(સુદામા)

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp