જો તમને તમારા પર ભરોસો છે ને તો દુનિયા ચોક્કસ તમારા પર ભરોસો કરશે.

PC: Khabarchhe.com

(Utkarsh Patel)

વાત ભરોસાની...

ભરોસો રાખીએ પરમાત્મા પર,

ભરોસો રાખીએ પોતાના પર.

પરમાત્મા પરનો ભરોસો આત્મબળ આપશે અને પોતાના પરનો ભરોસો તમને સાથ આપશે.

વડીલો શિખવાડે છેને કે ભરોસો સમજી વિચારીને જ કરવો, વાત એકદમ સાચી. પણ પરમાત્મા અને પોતાની જાત પર કંઈ જ વિચાર્યા વગર ભરોસો કરવાનું જો આવડી જાયને તો ભરોસાના સંબંધો શોધવાની જરૂર નહીં રહે, તમને તમારા જેવા જ મજબૂત મનોબળ વાળા લોકો સંગાથે મળી જશે.

તમે ઘેટા બકરા, જીવજંતુને હંમેશાં ટોળામાં જોયા હશે, બને ક્યારેક એકલદોકલ છૂટા પડી ગયેલા જોવા મળી જાય તે અપવાદ. આ ટોળા એટલે હોય કેમ કે એ નબળા છે અને ટોળા હંમેશાં બીજા પર આધારીત રહેનારના અને નબળાના જ હોય.

તમે સાવજ જોયા હશે, હંમેશાં એકલા જ જોવા મળે! પોતાના પરિવાર સાથે સમુહમાં આનંદ કરે ખરા પણ શિકારે તો એકલા જ નીકળે! કેમ? કેમકે એમને પોતાના પર ભરોસો હોય છે કે તે શિકાર કરશે અને પરિવારને વહેચીને પેટ ભરશે.

100 ઘેટાંબકરાનું ટોળું જ્યારે એકલા 1 સિંહને જોવેને ત્યારે શું થાય? ભાગમભાગ થાય અને એમાંથી એકાદ બે ઘેટાંનો હિસાબ તો એકલો સિંહ કરી જ નાંખે.

કેમ આમ થયું?

ઘેટાંબકરાના ટોળાને એકબીજા પર ભરોસો હોય,

એકલા સાવજને પોતાના પર ભરોસો હોય!!

ઉપરોક્ત દૃષ્ટાંતને આધારે જો કોઈને એમ થાય કે તેઓ ઘેંટા બકરાના ટોળામાં છે તો મન પર લેવુ નહીં અને કોઈકને એમ થાય કે સિંહ જેવા છે તો રાજી થઈ જાઓ.

જીવનમાં સાચી નીતિ રાખીને આગળ વધી તો જોવો,

પોતાના પર ભરોસો કરી તો જોવો... સફળતા શોધવી નહીં પડે, સામેથી દોડતી આવશે અને તેમને ભેટી પડશે. PM નરેન્દ્ર મોદીના જ શબ્દો વાંચો...

‘ જો તમને તમારા પર ભરોસો છેને તો દુનિયા ચોક્કસ તમારા પર ભરોસો કરશે.’

ઉપરોક્ત વાત વારંવાર પોતાની જાતને કહો.

હું અહીં તમને મારા આદર્શ અને રાષ્ટ્રપુરુષ વ્યક્તિની કહેલી વાતનું દૃષ્ટાંત આપીને એજ સમજાવા માંગું છું કે તમે તમારા પર ભરોસો રાખો. હું તમને એમ નથી કહી રહ્યો કે હિમ્મત રાખો. તમને તમારા પર ભરોસો નહીં હોય તો તમે ટોળામાં રહી જશો અને તમને તમારા પર ભરોસો હશે તો તમે એકલા ભલે હોવ પણ દુનિયા તમારા પર ભરોસો ચોક્કસ કરશે. આજે નહીં તો કાલે કરશે. તમારો સમય આવશે.

આપણે પહેલ કરીએ તો આપણી પેઢીઓ એજ સંસ્કાર સાથે સુખેથી જીવશે. આપણી સાથે આપણી આવનારી પેઢીઓનું પણ વિચારીએ.

સુખમય રહે સૌના મન અને સુખમય રહે આપણો સમાજ.

સારા વિચારો સાથેજ સુખ આવશે.

સારા આચરણ સાથેજ અનુક્રમે આપનું ગામ, શહેર, રાજ્ય, દેશ સુખી થશે.

એકવાર તમારા પર ભરોસો રાખો અને જોવો ભગવાન, પ્રકૃતિ, સમય અને સંસાર બધાયે તેમને સાથ આપશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp