મામી સાથે હતા ભાણીયાના ગેરસંબંધ, મામાને દારૂ પીવડાવી....

PC: aajtak.in

ઉત્તર પ્રદેશના બરેલીમાં મામી સાથે પ્રેમ પ્રસંગના કારણે ભાણેજે પોતાના જ મામાની હત્યા કરી નાખી. પોલીસે હત્યાના આરોપી ભાણેજ, તેના સાથી અને મામીની ધરપકડ કરી લીધી છે. પોલીસે જણાવ્યું કે જે વ્યક્તિની હત્યા થઇ છે, તેની પત્નીનું તેના ભાણેજ સાથે અફેર ચાલી રહ્યું હતું. મામી, ભાણેજ અને તેના સાથીએ મળીને આ હત્યાકાંડ કર્યો હતો. આ ત્રણેયે મામાને 20 સપ્ટેમ્બરના રોજ દારૂ પીવડાવીને તેમને રેલવેના પાટા પર સૂવડાવી તેમને મોતના ઘાટે ઉતાર્યા હતા.

આ કેસ બરેલીના ફતેગંજનો છે. જ્યાં આરતી નામની મહિલાનું તેના જ ભાણ્યા માનવેન્દ્ર સાથે અફેર ચાલી રહ્યું હતું. આ વાતને લઇ આરતી અને તેના પતિ રામવીરના સંબંધમાં ખટાશ આવી ગઇ. પછી ઝઘડો એટલો વધી ગયો કે આરતીએ માનવેન્દ્ર અને તેના એક સાથી સાથે મળીને રામવીરની હત્યા કરાવી દીધી.

પત્નીએ કરાવી પતિની હત્યા

ગયા અઠવાડિયે રામવીરનું શવ પાટા પાસેથી મળી આવ્યું હતું. પહેલા જોતા પોલીસને લાગ્યું કે ટ્રેનથી કપાઇને તેની મોત થઇ છે. પણ ભાઈની મિસિંગ રિપોર્ટ પછી તપાસ શરૂ કરવામાં આવી તો પોલીસને ચોંકાવનારી જાણકારી મળી. પોલીસને જાણ થઇ કે મૃતક રામવીરની પત્નીનું ઘણાં વર્ષોથી માનવેન્દ્ર નામના યુવક સાથે પ્રેમ પ્રસંગ ચાલી રહ્યો છે. આના આધારે તપાસ આગળ વધારવામાં આવી તો હત્યાકાંડ સામે આવ્યો.

પોલીસ અનુસાર, આરતીના કહેવા પર માનવેન્દ્રએ રામવીરને બોલાવી દારૂ પીવડાવી બેભાન કર્યો. ત્યાર પછી તેને રેલવેના પાટા પર ફેંકી દીધો. જેને લીધે ચાલતી ટ્રેનથી કપાઇને રામવીરનું મોત થયું. જ્યારે પોલીસે આરતી અને માનવેન્દ્રને કસ્ટડીમાં લીધા તો પહેલા તેમણે કહાણી બનાવી પણ ત્યાર બાદ કડક પૂછપરછમાં બંનેએ હકીકત જણાવી દીધી.

આરતીએ કહ્યું કે, રામવીર તેને હેરાન કરતો હતો. તેની સાથે એ ખુશ નહોતી અને માનવેન્દ્ર સાથે રહેવા માગતી હતી. માટે તેણે માનવેન્દ્ર દ્વારા તેની હત્યા કરાવી દીધી. આ કાવતરામાં માનવેન્દ્રએ પોતાના મિત્રને પણ સામેલ કર્યો હતો. હાલમાં ત્રણેયની ધરપકડ કરી લેવામાં આવી છે.

આ કેસ વિશે જાણકારી આપતા એસપી મુકેશ મિશ્રાએ જણાવ્યું કે, રામવીર નામના વ્યક્તિની હત્યાના કેસનો ખુલાસો કરી દેવામાં આવ્યો છે. કુલ 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. એક આરોપીનું નામ માનવેન્દ્ર છે, જે મૃતકનો ભાણેજ છે. માનવેન્દ્રએ સૌરભ નામના એક વ્યક્તિને પણ આ કાવતરામાં સામેલ કર્યો હતો. તેની સાથે પોલીસે મૃતકની પત્ની આરતીની પણ ધરપકડ કરી લીધી છે. હત્યાકાંડનું કારણ મૃતક રામવીરની પત્નીનું દૂરના સગામાં લાગતા ભાણેજ સાથેનો પ્રેમ સંબંધ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp