ઈરાન, ઈન્ડોનેશિયા.. આ દેશોમાં ભારતીયોને વીઝા વિના એન્ટ્રી આપવાની કેમ મચી છે હોડ

PC: fortuneindia.com

શ્રીલંકા, થાઈલેન્ડ, મલેશિયા અને ઈન્ડોનેશિયા બાદ ઈરાન અને કેન્યાએ પણ ભારતીય નાગરિકોને વિઝા ફ્રી એન્ટ્રી આપવાની જાહેરાત કરી છે. ઇરાનના પર્યટન મંત્રી એજાતુલ્લા જર્ગહામીએ શુક્રવારે કહ્યું છે કે ભારત સહિત કુલ 33 દેશોના નાગરિકો માટે દેશમાં પ્રવેશ માટે જરૂરી વિઝા દસ્તાવેજની જરૂરિયાતને સમાપ્ત કરવામાં આવી રહી છે. વિઝા એ સત્તાવાર દસ્તાવેજ છે જે કોઈ પણ વિઝા ધારકને કાયદાકીય રૂપે બીજા દેશાંક આવવા-જવાની મંજૂરી આપે છે. આ અગાઉ પણ અન્ય ઘણા દેશોએ ભારતીય નાગરિકોને વિઝા ફ્રી એન્ટ્રી આપવાની જાહેરાત કરી છે. એવામાં એ જાણવું મહત્ત્વપૂર્ણ થઈ જાય છે કે ઈરાન, ઈન્ડોનેશિયા, મલેશિયા જેવા દેશોના ભારતીયોને વિઝા ફ્રી એન્ટ્રી આપવાની કેમ મચી છે હોડ? અને એ દેશોને શું ફાયદો.

થાઈલેન્ડ, ઈરાન અને ઈન્ડોનેશિયા જેવા દેશો દ્વારા ભારતીય નાગરિકોને વિઝા ફ્રી એન્ટ્રી આપવાનું મુખ્ય ઉદ્દેશ્ય અર્થવ્યવસ્થાને પ્રોત્સાહન આપવાનું હોય છે. આ દેશ મુખ્ય રૂપે પર્યટન પર નિર્ભર છે. કોરોના મહામારીના કારણે આ દેશીની અર્થવ્યવસ્થા ડગમગી ગઈ. એવામાં આ દેશ ફરી એક વખત પોતાને પર્યટન સ્થળના રૂપમાં સ્થાપિત કરવા માગે છે, પરંતુ કેટલીક વખત વિઝા પ્રોસેસમાં આવતી પરેશાનીઓના કારણે લોકો વિદેશ ફરવાનો પ્લાન છોડી દે છે. એવામાં વિઝા ફ્રી એન્ટ્રી આપીને આ દેશ ભારતીય પર્યટકોને આકર્ષિત કરવા માગે છે.

થાઈલેન્ડની અર્થવ્યવસ્થામાં પર્યટનનું એક મોટું યોગદાન છે, પરંતુ કોરોનાના કારણે તેના પર્યટન સેક્ટરને જોરદાર ઝટકો લાગ્યો છે. પર્યટન સેક્ટરને પુનર્જીવિત કરવા માટે જ થાઇલેન્ડે ભારત, ચીન સહિત ઘણા દેશોના નાગરિકોને વિઝા ફ્રી એન્ટ્રી આપવાનું શરૂ કર્યું છે. ઇરાનના પર્યટન મંત્રીએ પણ કહ્યું કે, વિઝા ફ્રી એન્ટ્રી આપવાનું મુખ્ય ઉદ્દેશ્ય વધુમાં વધુ પર્યટકોને આકર્ષિત કરવા અને ઈરાન વિરુદ્ધ નજરે પડતી ઈરાનોફોબિયા સામે લડવાનું છે.

એ સિવાય ભારતમાં મોટા ભાગે મધ્યમ આવકવાળી વસ્તી છે, McKinsey & Companyના રિપોર્ટ મુજબ, વર્ષ 2030 સુધી માધ્યમ આવકવાળા ભારતીય લોકોની આવકમાં આજની તુલનામાં લગભગ 6 ગણી વૃદ્ધિ થવાની આશા છે. એવામાં આ મોટી વસ્તીને પોતાની તરફ આકર્ષિત કરવાનો આ શાનદાર ઉપાય છે. તો અમેરિકા જેવા દેશોમાં ફરવા માટે વિઝા બનાવવામાં આવતી પરેશાનીઓના કારણે કેટલીક વખત લોકો ફરેસ્ટેટ થઈ જાય છે. એવામાં આ દેશો દ્વારા વિઝા ફ્રી એન્ટ્રી પર્યટકોને પોતાની તરફ આકર્ષિત કરી શકે છે.

McKinsey & Companyના રિપોર્ટ મુજબ, કોરોના મહામારી બાદ ભારતીય લોકોમાં ન માત્ર દેશના પર્યટક સ્થળો તરફ જવાની ઈચ્છા વધી છે, પરંતુ વિદેશમાં ફરવાની પણ ખૂબ ઈચ્છા છે. ભારત સરકારના પર્યટન મંત્રાલય મુજબ, ગયા વર્ષે 2 કરોડ કરતા વધુ ભારતીયોએ વિદેશ યાત્રા કરી. વિદેશ યાત્રા કરનારા ભારતીયોનો ત્રીજો સૌથી મોટું કારણ પર્યટન હતું એટલે કે વિદેશ ફરવા જનારા લોકોની સંખ્યા ત્રીજી સૌથી વધુ છે. રિપોર્ટ મુજબ, વર્ષ 2023ના માત્ર પહેલા 4 મહિનામાં લગભગ 85 લાખ લોકો વિદેશ યાત્રા કરી ચૂક્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp