દરરોજ માત્ર 4000 પગલાઓ ચાલો, આ બીમારીઓ થશે છુમંતર, BP-હાર્ટ એટેકનો ડર થશે દૂર

PC: naidunia.com

દરરોજ ચાલવાનો કોઈ વિકલ્પ નથી. રોજ ચાલવાથી ઘણા પ્રકારની બીમારીઓનો ખતરો દૂર થાય છે. અગાઉના અભ્યાસમાં કહેવામાં આવ્યું હતું કે, દરરોજ 10000 પગલાં ચાલવા જોઈએ. આનાથી ઘણી બીમારીઓનું જોખમ ઓછું થાય છે. હવે એક નવા સંશોધનમાં દાવો કરવામાં આવ્યો છે કે, જો તમે દરરોજ માત્ર 1.5 થી 2 કિલોમીટર જ ચાલશો તો પણ તમે ઘણી બીમારીઓથી મુક્ત રહી શકો છો. આ માટે માત્ર 15 થી 20 મિનિટ ચાલવાની જરૂર છે અને આમાં 4000 પગલાં ચાલવા પડશે. આટલું જ નહીં, દરરોજ માત્ર 4000 પગલાં ચાલવાથી હાર્ટ એટેક અથવા હાર્ટ સંબંધિત મૃત્યુનું જોખમ પણ ઘટી જાય છે. આ અભ્યાસ યુરોપિયન જર્નલ ઑફ પ્રિવેન્ટિંગ કાર્ડિયોલોજીમાં પ્રકાશિત થયો છે.

આ અભ્યાસમાં 226,889 લોકોની દિનચર્યાનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. વિશ્લેષણના આધારે, એવું જાણવા મળ્યું કે, જો તમે દરરોજ ચાલો છો તો, તેમાં તમારા ચાલવાની સંખ્યામાં 1000 પગલાં વધારશો, તો કોઈ પણ કારણોથી અકાળ મૃત્યુનું જોખમ 15 ટકા ઓછું થઈ જશે. બીજી તરફ, જો તમે હાલમાં ચાલો છો તેમાં માત્ર 500 ડગલા વધુ ચાલવાનો વધારો કરો છો, તો હૃદય સંબંધિત રોગોને કારણે મૃત્યુનું જોખમ 7 ટકા ઓછું થઈ જાય છે. અભ્યાસમાં કહેવામાં આવ્યું છે કે, જો તમે આ સ્ટેપમાં રોજની સ્પીડ જાળવી રાખશો તો તેનો ફાયદો પણ બમણો થશે. પગપાળા ચાલવા વિશે આ પહેલા પણ ઘણા અભ્યાસો થયા છે, જેમાં એવું કહેવામાં આવ્યું છે કે, ચાલવાથી ઘણા ફાયદા થાય છે, પરંતુ આ પહેલો અભ્યાસ છે, જેમાં એકદમ પરફેક્ટ રીતે જણાવવામાં આવ્યું છે કે, કેટલા પગલાં ચાલવાથી કઈ પ્રકારની બીમારીઓનું જોખમ કેટલું ઓછું થઈ શકે છે. અભ્યાસમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, જે રીતે દવાથી ફાયદો થાય છે, તે જ રીતે ચાલવાથી પણ ફાયદો થાય છે.

અભ્યાસ મુજબ, દરરોજ 4000 પગલાં ચાલવાથી બ્લડ પ્રેશરમાં 5 Hgનો ઘટાડો થાય છે. એટલે કે ઉપર અને નીચે બંને બ્લડ પ્રેશર ઘટી જાય છે. જ્યારે, સરેરાશ બ્લડ સુગર એટલે કે ત્રણ મહિનાની HBA1Ac પણ ઘણી નીચે આવે છે. આ સાથે 4000 ડગલાં ચાલવાથી તમે તમારી ઉંમર કરતા નાના દેખાશો, એટલે કે તે એન્ટી એજિંગ જેવું છે. 4000 પગલાં ચાલવાથી કેન્સર, હાર્ટ એટેક વગેરે જેવા જીવલેણ રોગોના જોખમને ઘણી હદ સુધી ટાળી શકાય છે. અભ્યાસ અનુસાર, દરરોજ 7 હજારથી 13 હજાર પગલાં ચાલનારા ટીનેજ બાળકોના સ્વાસ્થ્યમાં અનેક પ્રકારના સુધારા જોવા મળ્યા હતા. પછીના જીવનમાં, તેમનામાં જીવનશૈલી સંબંધિત કોઈ ક્રોનિક રોગો જોવા મળ્યા ન હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp