મેદો કેમ કહેવામાં આવે છે સફેદ ઝેર, તેને કેમ ન ખાવો જોઇએ?

PC: timesofindia.indiatimes.com

આજકાલ મોટી સંખ્યામાં લોકો નૂડલ પિત્ઝા, સમોસા, નાન અને મોમોઝના રૂપમાં મેદાનું સેવન કરી રહ્યા છે. મોટા ભાગે સ્ટ્રીટ ફૂડ, જંક ફૂડ અને ફાસ્ટ ફૂડ બનાવવા માટે મેદાનો જ ઉપયોગ કરવામાં આવે છે. મેદો એક રિફાઇન્ડ લોટ હોય છે, જેને ‘સફેદ ઝેર’ કહેવું ખોટું નહીં હોય. મેદાથી બનેલી વસ્તુ ખાનાર લોકો પણ એ વાતથી વાકેફ છે કે તેનાથી સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડી શકે છે, છતા ખાય છે કેમ કે તેનાથી બનનારી ફૂડ આઇટમ્સ મસાલેદાર સ્વાદિષ્ટ હોય છે એટલે કે લોકો સ્વાદના ચક્કરમાં સ્વાસ્થ્યને જોખમમાં મૂકી દે છે.

પ્રોસેસિંગ દરમિયાન મેદાથી ચોકર ને જર્મ્સ રિમૂવ કરી દેવામાં આવે છે જેના કારણે ત્યાં ઉપસ્થિત વિટામિન, મિનરલ્સ અને ફાઇબર નષ્ટ થઇ જાય છે. મેદામાં કાર્બોહાઇડ્રેટ હોય છે. તેમાં પ્રોટીનની માત્રા ખૂબ ઓછી હોય છે. માત્ર એટલું જ નહીં, તેનો ગ્લાઇસેમિક ઇન્ડેક્સ પણ હાઇ હોય છે જેના કારણે ડાયાબિટીસના દર્દી તેનું સેવન કરી શકતા નથી. કેમ કે તે બ્લડ સુગર લેવલને અચાનક વધારી શકે છે. ઘઉંના લોટમાં જેટલા પોષણ હોય છે એટલું પોષણ મેદામાં હોતું નથી.

આજકાલ મેદો ફેક્ટ્રીઓમાં બનાવવામાં આવે છે. વધારે સફેદ રંગ આપવા માટે બેન્જોયલ પેરોક્સાઇડ જેવા હાનિકારક કેમિકલ્સથી મેદાને બ્લીચ કરવામાં આવે છે. એટલું જ નહીં મેદાને વધારે સોફ્ટ બનાવવા માટે એલોક્સન નામનું એક કેમિકલ નાખવામાં આવે છે. જ્યારે તમે એવા મેદાનું સેવન કરો છો તો તે કેમિકલ તમારા શરીરમાં પ્રવેશ કરીને સ્વાસ્થ્યને પૂરી રીતે નુકસાન પહોંચાડે છે. આમ તો મેદાને ડાયજેસ્ટ થવામાં વધારે સમય લાગતો નથી, જો કે, અલગ-અલગ લોકોમાં તેનું ડાયજેશન ટાઇમ અલગ જોવા મળે છે. સાબૂત અનાજ કે હાઇ ફાઇબરવાળા ફૂડ આઇટમ્સની તુલનામાં મેદો જલદી પચી જાય છે. મેદાને ડાયજેસ્ટ થવામાં લગભગ 2-4 કલાક લાગે છે.

શું છે નુકસાન?

મેદાને માનવ સ્વાસ્થ્ય માટે જરાય ફાયદાકારક માનવામાં આવતો નથી. એવું એટલે કેમ કે તેને ખાવાથી શરીરને પોષણ મળતું નથી. તેનો સીધો પ્રભાવ ઇમ્યુનિટી પર પડે છે અને જો ઇમ્યુનિટી નબળી થઇ ગઇ તો શરીર ઘણી ગંભીર બીમારીઓની ઝપેટમાં આવી શકે છે. હાર્વર્ડ યુનિવર્સિટીના એક રિસર્ચ મુજબ વધારે મેદો ખાવાથી મગજ પર ખરાબ અસર પડે છે. વિચારવા અને સમજવાની કેપિસિટી નબળી પડવા લાગે છે. ભવિષ્યમાં ડિમેન્શિયાની બીમારી થઇ શકે છે. હાડકાં નબળા થવા લાગે છે. જો તમે વધારે માત્રામાં મેદાનું સેવન કરો છો તો આગળ જઇને તમને હાઇ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, મોટાપા અને હૃદય સંબંધિત બીમારી થઇ શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp