બહુ રૂપિયાવાળા મોટેભાગે... બહુરૂપિયા હોય છે
(Utkarsh Patel)જગતમાં રૂપિયાનો જબરો વટ અને જેમની પાસે રૂપિયા વધુ એમનો વટ તો જાણે કે...
જેટલા સધ્ધર એટલા હવામાં અધ્ધર.
ખોટું લાગશે કેટલાકને!!
ખોટું લાગે તો ઘી વાળી બે રોટલી વધારે જમીલેજો.
આજની સમાજ વ્યવસ્થામાં રૂપિયા જેમ જેમ વધતા જાયને તેમ તેમ માણસના રૂપ પણ અલગ અલગ વધતા જાય છે.
બહુ રૂપિયા વાળા કેટલાક વ્યક્તિ ક્યારેક લવારા કરવા માંડે તોયે લોકોને તો કથા સાંભળતા હોય એવું લાગે.
શું કામ?
કેમકે પૈસો બોલે!!
બહુ રૂપિયા વાળા ઘણા સજ્જનો છે આપણા સમાજમાં. પણ બહુ રૂપિયા વાળા બહુરૂપિયા પણ છે આપણી વચ્ચે છે. આ બહુરૂપિયાઓથી થોડું સાચવીને રહેવું કેમકે,
બહુ રૂપિયા વાળા સજ્જનો સૌને સુખી કરે અને દેશનું ભલું કરે જ્યારે...
બહુ રૂપિયા વાળા બહુરૂપિયાઓ લોકોને છેતરે અને દેશને લૂટે.
વેપાર કરો કે પછી સબંધ રાખો બહુ રૂપિયા વાળા બહુરૂપિયાઓ થી થોડું અંતર રાખવું સારું.
જરૂરી નથી કે કોઈકની પાસે વધુ રૂપિયા હોય એ વ્યક્તિ સારાજ હોય.
બહુ રૂપિયા વાળા સજ્જનો પાસેથી પ્રેરણા લેવી જોઈએ અને એમના માર્ગે પ્રગતિ કરવી જોઈએ પરંતુ બહુ રૂપિયા વાળા બહુરૂપિયાઓથી સાચવીને રહેજો કેમ કે બહુરૂપિયા હંમેશા ઠગ હોય છે અને આ ઠગો સમાજ અને દેશ બન્ને માટે હાનિકારક છે.
બહુરૂપિયાઓને કેમ કરતા ઓળખાય, એ પણ જાણી લો...
જે લોકો ધનવાન હોવાનું સાબિત કરવા મોટમોટા ઘરો, મોંઘા વાહનો, મોંઘા મોજશોખ કરી રૂપિયાનું પ્રદર્શન કરે, મોટા દેખાવા મોટા- મોટા ખર્ચા કરે એ બધા બહુરૂપિયા કહેવાય. બહુરૂપિયાઓની પેઢીઓને ધન પચતું નથી એટલે ધનનો વ્યય કરે.
બહુ રૂપિયા વાળાઓને કેમ ઓળખાય એ પણ સમજો...
રૂપિયાનું અભિમાન ના કરે, સાદગીથી જીવે અને કોઇકની મદદક માટે હથેળી ખુલ્લી રાખે એ સાચા અર્થમાં બહુ રૂપિયા વાળા સંપન્ન લોકો કહેવાય.
આ લોકો ધનનો યથાયોગ્ય ઉપયોગ કરતા હોય છે.
અગત્યનું:
બહુ રૂપિયા કમાજો, ખૂબ સુખી થાજો પણ ક્યારેય બહુ રૂપિયા વાળા બહુરૂપિયા બની કોઈક વ્યક્તિ કે સમૂહ કે પછી દેશને ઠગશો નહીં.
(સુદામા)
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp