સોમવારે ઓફિસ જવાની એટલી આળસ અને ઊંઘ કેમ આવે છે? જાણો તેની પાછળનું કારણ

PC: themuse.com

‘Monday Blues’ શબ્દ તમે જરૂર સાંભળ્યો હશે અને જો તમે એક ઓફિસ કર્મચારી છો તો તમે આ ભાવનાથી પણ પરિચિત છો. વિકેન્ડ બાદ સોમવારે કામ પર જવું ઘણા લોકો માટે તણાવપૂર્ણ અનુભવ બની જાય છે. રવિવારે રાતથી જ આગામી દિવસે ઓફિસ જવાની ચિંતા સતાવવા લાગે છે, જેને ‘સંડે નાઈટ સિન્ડ્રોમ’ના નામથી પણ ઓળખવામાં આવે છે. આ સ્થિતિને જોતા એ સવાલ ઉઠે છે કે આપણે રોજ ઓફિસ જવાનું હોય છે, પછી સોમવારે વિશેષ રૂપે એવી આળસ અને તણાવ કેમ અનુભવાય છે? આવો જાણીએ તેની પાછળનું કારણ અને આ સમસ્યાનો સામનો કેવી રીતે કરી શકાય.

શું હોય છે મન્ડે બ્લૂઝ?

કામ કે શાળાની દિનચર્યામાં પરત ફરવું ક્યારેક ક્યારેક લોકોને ઉદાસ મહેસુસ કરાવી શકે છે. વીક ડેઝની શરૂઆતમાં નોકરીનો તણાવ વધુ અનુભવાય છે. વિકેન્ડ પર લોકો આરામ કરે છે અને પોતાના મનની વસ્તુ કરે છે, તેમના પર કોઈ દબાવ કે કોઈ બાધ્યતા હોતી નથી. ત્યારબાદ સોમવારે ફરી એજ દિનચર્યામાં ફરવામાં મુશ્કેલી આવે છે. સોમવારે મોટા ભાગે અઠવાડિયા માટે નવી જવાબદારીઓ અને કાર્યભાર મળે છે. આ કારણે વ્યક્તિને પહેલા જ દિવસે વધુ દબાવ અને તણાવનો સામનો કરવો પડે છે.

અઠવાડિયાના પહેલા દિવસે ઓફિસમાં મીટિંગ અને આખા અઠવાડિયાનો પ્લાન પણ તૈયાર કરવાનો હોય છે અને આ વસ્તુની ચિંતા રવિવારે રાતથી જ શરૂ થઈ જાય છે કેમ કે વિકેન્ડ ખતમ થઈ ચૂક્યો હોય છે અને આગામી દિવસે ફરી એક સવારે વહેલા ઊઠીને ઓફિસ જવાનું હોય છે. કાર્યસ્થળ પર નકારાત્મક માહોલ, સંતોષજનક સ્થિતિ કે વ્યક્તિગત સમસ્યાઓ પણ મંડે બ્લૂઝ જેવી સ્થિતિ ઉત્પન્ન કરે છે. એ એવા લોકો સાથે વધુ હોય છે જે પોતાના મનનું કામ કરતા નથી કે પછી પોતાના કામને એન્જોય કરતા નથી.

મેડિકલ ન્યૂઝ ટૂડેના રિપોર્ટ મુજબ, મંડે બ્લૂઝ એ લોકોને વધારે પ્રભાવિત કરે છે, જેમને ઓફિસમાં 5 દિવસ કામ કર્યા બાદ 2 દિવસની રજા મળે છે. વિશેષજ્ઞ એવું પણ સૂચન આપે છે કે તણાવ મંડે બ્લૂઝનું કારણ નહીં હોય શકે, પરંતુ મંડે બ્લૂઝ એ વાતને પ્રભાવિત કરે છે કે વ્યક્તિ તણાવ પ્રત્યે કેવી રીતે પ્રતિક્રિયા આપે છે. વિશેષજ્ઞોનું કહેવું છે કે મંડે બ્લૂઝવાળા લોકો અઠવાડિયાની શરૂઆતમાં તણાવ પ્રત્યે અલગ અલગ પ્રતિક્રિયા આપે છે. પોતાના શેડ્યૂલ પર નિયંત્રણની કમી તેમને અઠવાડિયાની શરૂઆતમાં ઉદાસ મહેસુસ કરાવી શકે છે.

મંડે બ્લૂઝનો કેવી રીતે સામનો કરવો?

ફોર્બ્સના રિપોર્ટ મુજબ મંડે બ્લૂઝથી બચવા માટે સૌથી પહેલા તમારે પોતાને પૂછવું જોઈએ કે તમને શું ખોટું લાગે છે. જો તમને મોટા ભાગના અઠવાડિયામાં મંડે બ્લૂઝની ફીલિંગ આવે છે તો તેને તમારે નજરઅંદાજ કરવી જોઈએ. એ એક મહત્ત્વપૂર્ણ સંકેત છે કે તમે કામથી નાખુશ છો અને તમારે તેને સારી કરવા અને આગળ વધીને બીજી નોકરી શોધવાની જરૂરિયાત છે. ફ્લેક્સ જોબ્સના CEO અને સંસ્થાપક સારા સટન ફેલે કહ્યું કે, કર્મચારીઓએ વસ્તુઓની એક લિસ્ટ બનાવવી જોઈએ જે તેમને નોકરીમાં નિરાશ કરી રહી છે. જો તમારે જડની જાણકારી મેળવવી હોય તો તમે તેને ઉકેલવાનો પ્રયાસ કરી શકો છો.

તેની સાથે જ એ વસ્તુઓની પણ લિસ્ટ બનાવવી જોઈએ, જેનાથી તમને ઓફિસ જવાનું મન થાય છે. ત્યારબાદ જેનાથી તમને ખુશી મળી રહી છે, તેના પર વધુ ધ્યાન કેન્દ્રિત કરો. સોમવારની સવારની પરેશાનીનો સામનો કરવા મારે શુક્રવારે બપોર સુધી પોતાને વધુમાં વધુ તૈયાર કરી લો. અઠવાડિયાના અંતમાં એ કામોનું ધ્યાન કેન્દ્રિત કરો જે તમને ઓછામાં ઓછું પસંદ છે. તેનાથી તમે સોમવારે કોઈ તણાવ વિના શરૂઆત કરી શકશો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp