તમારા જીવનનું સત્ય સ્વીકારતા ક્યારેય ગભરાશો નહીં

PC: newindianexpress.com

(Utkarsh Patel) સૌનું પોતાનું જીવન છે અને સૌની પોતાની નાની નાની દુનિયા છે. સૌના જીવનમાં સ્વજનો છે, મિત્રો છે અને સામાજિક સબંધો પણ છે. સમાજ વ્યવસ્થામાં આપણે જીવીએ છીએ એટલે સમાજને આપણે જવાબદેહ રહ્યા એ પણ અગત્યનું છે.

ગાંધીજીની ‘સત્યના પ્રયોગો’ વાંચી હશે તમે અને નહીં વાંચી હોય તો ભણતા હશો ત્યારે પાઠ્યપુસ્તકમાં વિષય વાંચ્યો તો હશેજ. મેં 10 મા ધોરણના વેકેશનમાં આ પુસ્તક વાંચી હતી ઉપરછલ્લી પછી મેં એના થોડા વર્ષો પછી સમજપૂર્વક એને વાંચી હતી. બસ ત્યારથી મને એક આદત પડી. હું મારા જીવનનું બધુંજ સત્ય સ્વીકારી લેતો થયો. ધીરે ધીરે કરતા આ આદત મારા સ્વભાવમાં આવી ગઈ. હું મારા દ્વારા જાણ્યે અજાણ્યે થયેલી દરેક વાતો સ્વીકારી લવ છું, કોઈને ગમે કે ના ગમે હું મારી સારી અને અન્યોને નરસી જણાતી બધી જ વાતો સહજતાથી સ્વીકારી શકું છું.

હું મારા જીવનના સત્યને સ્વીકારતા ગભરાતો નથી, તમે પણ ના ગભરાશો. હું મારા દરેક કર્મ, નિર્ણય અને સબંધોને ગર્વ સાથે સ્વીકારતા ક્યારેય ખચકાતો નથી અને આજીવન ખચકાઈશ પણ નહીં. હું મારા દરેક નિર્ણય ને અડીખમ સાથ આપું છું અને આપીશ. જીવન આપણું, કર્મ આપણાં અને આપણું કર્મ સ્વીકારવામાં ગભરાટ સંકોચ શાનો? આપણા નિર્ણયો અને કર્મો પર ગર્વ કરતા શીખો. અન્યોની નજરમાં આપણાથી કઈક ખોટું થયું તો વધારામાં વધારે શું થાય? લોકો ખોટું બોલશે, નીંદા કરશે, વાતો કરશે... આપણે એને ગણકારવાનું નહીં. બસ.

આપણો નિર્ણય અન્યોને ભૂલ ભરેલો જણાય, અશોભનીય જણાય તો શું થયું? કઈજ થવાનું નથી લોકો માત્ર તમારી ગેરહાજરીમાં વાતો કરશે, વાતો ફેલાવતા રેહશે અને કેટલાક ભૂલી જશે. નીંદા તો સૌનું ભલું કરશોને તોયે થવાની અને અન્યોને ના ગમે તેવું કરોને તોયે થવાનીજ. દુનિયાદારી અને નિંદકોની હડાબારી રાખશોજ નહીં.

સત્ય સ્વીકારતાં શું કહેશે દુનિયા એ વિચારવાનું છોડી દો. દુનિયા તમને ખવડાવા આવે છે? દુનિયા તમને તમારા દુઃખમાં સાથ આપે છે? ના. ખવડાવશે પણ નહીં અને જો ખવડાવશે તો થોડા સમયમાં સંભળાવશે અને દુઃખમાં કોઇ સાથ આપવાનુ નથી બસ બહાનું કાઢી છટકીજ જવાના છે સૌ. જવાદો આ બધી દુનિયાદારીની પંચાતોની નોંધ લેવાનું રહેવાદો.

સત્ય સ્વીકારવાનો આનંદ અનેરો છે. એનો અનુભવ કરી જોવો. તમારા આત્મવિશ્વાસમાં અદભૂત વધારો થશે.

હિંમત રાખો, પોતાના નિર્ણયો અને કર્મો પર વિશ્વાસ રાખો., લોકોને જે કહેવું હોય તે કહે, જેને નીંદા કરવી હોય કરે આપણે આપણને ગમને તેમજ કરવાનું પણ એક શરત અને સમજ સાથે... જીવનનું સત્ય સ્વીકારતા ક્યારેય ગભરાશો નહીં.

અગત્યનું:

આપનું જીવન છે જે ગમે તેજ કરો. તમારા કર્મથી કોઈકને દુઃખ થાયતો બે હાથ જોડી માફી માંગીલેજો પણ જુઠ્ઠું બોલવા કરતા તમારું કર્મ અને જીવનનું સત્ય સ્વીકારવાનું રાખશો તો ભગવાનના ચોપડે સાચું બોલનારાની યાદીમાં જરૂર સમાવેશ પામશો.

જીવનનું સત્ય સ્વીકારો, બિન્દાસ જીવન જીવો.

જેવું જીવન જીવવું ગમે એવું જીવો.

ગર્વ સાથે જીવનના સત્યોને સ્વીકારીને જીવન જીવીલો, મારી જેમ!

(સુદામા)

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp