વૈજ્ઞાનિકોએ રોજ આ વસ્તુ ખાવાની સલાહ આપી, હાર્ટ એટેક ટળી જશે

PC: business-standard.com

આ ખાવાની વસ્તુનો ઉપયોગ મોટા ભાગે ટ્રેનમાં, ઘરમાં કે પછી મિત્રો સાથે ખાલી ટાઈમ પાસ કરવા દરમિયાન કરવામાં આવે છે. સીધા ખાવા સિવાય તેનો પ્રયોગ હજુ બીજા ફોર્મમાં પણ કરવામાં આવે છે પરંતુ શું તમે જાણો છો કે મગફળીમાં એવા ગુણ જોવા મળે છે જે હૃદયની બીમારીઓના જોખમને ટાળી શકે છે. જી હા હાલની એક સ્ટડી મુજબ જે લોકો રોજ 4-5 મગફળી ખાય છે તેમાં મગફળી ન ખાનારા લોકોની તુલનામાં હૃદય રોગ થવાનું જોખમ ઓછું હોય છે.

સ્ટડીનું રિઝલ્ટ અમેરિકન સ્ટ્રોક એસોસિએશનની એક જનરલ ‘સ્ટ્રોક’માં પ્રકાશિત થયા હતા. આવો તો જાણીએ કે હૃદયની બીમારીઓથી બચવા માટે કઈ રીતે મગફળી ખાવાથી તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. મગફળીને લઈને જાપાનની ઓસાકા યુનિવર્સિટીના સંશોધનકર્તાઓએ પોતાની લેટેસ્ટ રિસર્ચ કરી છે. રિસર્ચ મુજબ જે લોકો રોજ 4-5 મગફળી ખાય છે તેમાં ઇસ્કેમિક સ્ટ્રોક અને હૃદયની બીમારીઓનું જોખમ ઓછું જોવા મળ્યું છે. આ દાવો ઓસાકામાં સામાજિક ચિકિત્સા વિભાગમાં સાર્વજનિક સ્વાસ્થયના વિશેષ રૂપથી નિમણૂક પ્રોફેસર, સ્ટડીના મુખ્ય લેખક સતોયો ઇકેહારાએ કર્યો છે.

સ્ટડીના વિશ્લેષણમાં એ લોકો સામેલ હતા જેમને બે ચરણમાં 1995 અને 1998-99મા ડિવાઈડ કરવામાં આવ્યા હતા. જાપાન પબ્લિક હેલ્થ સેન્ટર આધારિત પ્રોસ્પેકટિવ સ્ટડીમાં 45થી 74 વર્ષની ઉંમરના 74 હજારથી વધારે એશિયન પુરુષો અને મહિલાઓને સામેલ કરવામાં આવ્યા હતા. આ બધા લોકોમાં 15 વર્ષ સુધી મોનિટરીંગ કરવામાં આવી અને રિવ્યૂ લેવા માટે સવાલ પૂછવામાં આવ્યા કે તેમણે રોજ કે અઠવાડિયામાં મગફળી ખાધી હતી કે નહીં.

સ્ટડીમાં સ્ટ્રોક અને ઇસ્કેમિક હૃદય રોગની ઘટનાઓને વિશ્લેષણમાં 78 હૉસ્પિટલના દર્દી સામેલ થયા હતા. સ્ટડીના વિશ્લેષણમાં મગફળી ખાનારા અને ન ખાનાર લોકોની તુલના કરવામાં આવી હતી. મગફળી મુક્ત આહારની તુલનામાં સંશોધનકર્તાઓએ જોયું કે રોજ લગભગ 4-5 મગફળીના દાણા ખાવા સાથે જોડાયેલો હતો. સંશોધનકર્તા ઇકેહારાએ કહ્યું કે સ્ટડીમાં ઓછી માત્રામાં મગફળી ખાવા છતા એ ફૂડ સ્ટ્રોકના જોખમને ઓછું કરવામાં પ્રભાવી જાણવા મળ્યું.

વિશેષ રૂપે ઇસ્કેમિક સ્ટ્રોક માટે વધારે સારું સાબિત થયું. ઇકેહારાએ કહ્યું કે મગફળી અને ટ્રી નટ્સ ખાવાની ટેવ પણ એશિયન દેશમાં સામાન્ય નથી. જોકે તમે આહારમાં થોડી માત્રામાં સામેલ કરવાથી હૃદય રોગને ઓછો કરવામાં મદદ કરવા માટે એક સરળ પરંતુ પ્રભાવી રીત હોય શકે છે. અમેરિકન હાર્ટ એસોસિએશન અનસાલ્ટેડ નટ્સ એટલે કે મીઠા વિનાની લગભગ 5 સર્વિંગ્સ ખાવાની સલાહ આપે છે. એક સર્વિંગમાં ½ ઓસ ( 2 મોટી ચમચી) નટ્સ હોવા હોઈએ. મગફળી સિવાય એસોસિએશનનું એ પણ કહેવું છે કે અન્ય સ્વસ્થ અખરોટ વિકલ્પોમાં મીઠા વિનાના કાજુ, અખરોટ, પેકાન, મેકાડામિયા નટ્સ, હેઝલનટ્સ સામેલ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp