કાજુ-બદામથી 10 ગણી વધુ ફાયદાકારક છે મગફળી

PC: southernexposure.com

શિયાળામાં મગફળી ખાવી બાળકોથી લઇને મોટા સુધીને પસંદ હોય છે. એનર્જી, ફેટ, કાર્બોહાઇડ્રેટ, પ્રોટીન અને ઘણાં સારા વિટામીન તેમજ મિનરલ્સથી ભરપૂર મગફળીનું સેવન કરવું સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક હોય છે. મગફળીનું સેવન કરવાથી તમને કાજુ-બદામથી 10 ગુણા વધારે ફાયદો થાય છે પરંતુ મગફળી ખાવાની યોગ્ય રીત વિશે જાણકારી હોવી ખૂબ જરૂરી હોય છે. તો ચાલો જોઇએ કઇ રીતે મગફળીનું સેવન કરવું જોઇએ.

મગફળી ખાવાની યોગ્ય રીત

પલાળેલી મગફળી

મગફળી પલાળીને ખાવાથી તેમાં સામેલ ન્યૂટ્રિએન્ટસ શરીરમાં સંપૂર્ણ રીતે અબ્જોર્બ થાય છે, એટલા માટે એક્સપર્ટ પણ પલાળેલી મગફળી ખાવાની સલાહ આપે છે.

ગોળ સાથે ખાઓ મગફળી

એક શોધ મુજબ શિયાળામાં મગફળી અને ગોળનું સેવન ખૂબ ફાયદામંદ હોય છે. કાદચ એટલા માટે એક્સપર્ટ પણ ઠંડીમાં મગફળી સાથે ગોળ ખાવાની સલાહ આપે છે. સીંગદાણા અને ગોળ બંનેમાં ભરપુર આયર્ન હોય છે, જે બ્લડ સર્ક્યુલેશન સરખુ રાખવું અને હૃદયની બીમારીઓથી બચવામાં મદદ કરે છે. તે સિવાય જે લોકોને લોહીની ઉણપ રહે છે તેણે સીંગદાણા સાથે ગોળ ખાવાથી ખૂબ ફાયદો થાય છે.

મગફળીના પૌષ્ટિક ગુણ

સીંગદાણાથી ન ફક્ત બીમારીઓથી બચી શકાય પરંતુ જેથી મગજ અને આંખોની રોશની પણ તેજ રહે છે. 100 ગ્રામ મગફળીમાં 567 કેલેરી, 49gફેટ, 0 mgકેલોસ્ટ્રોલ, 18 mgસોડિયમ, 705 mgપોટેશિયમ, 16 gકાર્બોહાઇડ્રેટ, 9 gડાયટરી ફાયબર, 4gશુગર, 26g પ્રોટીન, 9% કેલ્શિયમ, 15% વિટામીન બી-6, 42% મેગ્નેશિયમ અને 25% આયર્ન હોય છે.

મગફળીનું ફળ

મગફળીનું ફળ ગરમ હોય છે એટલા માટે તેનું સૌથી વધારે સેવન શિયાળાની સિઝનમાં કરવામાં આવે છે, પરંતુ નિયમિત રૂપથી તેનું સેવન કરવા પર જ તમને સ્વાસ્થ્ય લાભ મળશે, પરંતુ આ વાતનું ધ્યાન રાખો કે વધું પ્રમાણમાં મગફળીનું સેવન ન કરો કારણ કે તેમાં ઉર્જા વધું હોય છે, જે તમને નુકસાન પણ પહોચાડી શકે છે.

મગફળી ખાવાની ફાયદા

ડાયાબિટીસને રાખે કંટ્રોલમાં

દરરોજ સીંગદાણા ખાવાથી ડાયાબિટીસની સંભાવના 21% ઓછી થાય છે. મગફળીમાં આવેલું મેન્ગેનીજ નામક તત્વ બ્લડ શુગર કંટ્રોલ કરે છે, જેથી ડાયાબિટીસનો ખતરો ઓછો થાય છે.

કેન્સરથી બચાવ

સીંગદાણામાં સામેલ એન્ટીઓક્સીડેન્ટ, આયર્ન, ફોલેટ, કેલ્શિયમ અને જિંક શરીને કેન્સર સેલ્સથી લડવામાં મદદ કરે છે. એટલા માટે મગફળીનું સેવન દરરોજ કરો.

બ્લડ સર્ક્યુલેશન રહે સરખું

મગફળીથી શરીરને ગરમ પ્રવાહ મળે છે, જેથી બ્લડ સર્ક્યુલેશન સરખું રહે છે અને જેથી હૃદય તંદુરસ્ત રહે છે. એટલું જ નહી, જેથી હાર્ટ એટેક તેમજ હૃદય રોગ થવાનો ખતરો પણ ઘણો ઓછઓ થાય છે.

ગર્ભવતી મહિલાઓ માટે ગુણકારી

ગર્ભવતી મહિલાઓ માટે મગફળી ખાવી ખૂબ ફાયદો થાય છે. આ ગર્ભમાં રહેલા બાળકના વિકાસ માટે ફાયદામંદ છે.

વજન ઘટાડો

ફાયબરથી ભરપૂર સીંગદાણાંનું સેવન શરીરને એનર્જી આપવાની સાથે-સાથે મેટાબોલિઝમ બુસ્ટ પણ કરે છે. જેથી વજન ઘટવામાં ઘણો ફાયદો મળે છે.

મગજ બને તેજ

મગફળીમાં આવેલા વિટામીન B3મગજ પ્રકિયા તેજ થાય છે અને યાદશક્તિ વધે છે. જેનું સેવનથી મગજ સ્વસ્થ અને તેજ બને છે.

મજબૂત પાચન તેમજ ઇમ્યૂન સિસ્ટમ

મગફળીમાં ભરપૂર ફાયબર અને અન્ય જરૂરી તત્વ હોય છે, જેથી પાચન તેમજ ઇમ્યૂન સિસ્ટમ મજબૂત બને છે. જેથી તમે શરદી-ખાસીના સાથે-સાથે કબજીયાત જેવી બીમારીઓથી પણ બચી શકાય છે.

લોહીની ઉણપમાં ફાયદો

આયર્નથી ભરપૂર હોવાના કારણે મગફળીનું સેવન એનીમિયાની મુશ્કેલીથી બચાવે છે. તે સિવાય લોહી વધારવા માટે ગોળ અને મગફળી ખાવાથી પણ ફાયદાકારક હોય છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp