આ દેશમાં સમોસા ખાવા પર છે પ્રતિબંધ, અજીબોગરીબ કારણ જાણીને હેરાન રહી જશો
સમોસા ભારતમાં એટલા લોકપ્રિય છે કે કોઈ પણ મહેમાન આવવા પર સૌથી પહેલા લોકો સમોસા જ મંગાવે છે. સમોસા તમને આખા દેશમાં મળી જશે. ભારતમાં કદાચ જ કોઈ એવી વ્યક્તિ હશે જેને સમોસા પસંદ નહીં હોય. તમને જાણીને હેરાની થશે કે ધરતી પર એક એવી જગ્યા પણ છે જ્યાં લોકો ભૂલથી પણ સમોસા નહીં ખાય શકે. અહીં સમોસા સંપૂર્ણ પ્રતિબંધિત છે. ચાલો તો આ આર્ટિકલમાં જોઈએ કે એવો કયો દેશ છે જ્યાં સમોસા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે અને પ્રતિબંધ લગાવવા પાછળનું કારણ શું છે?
સોમાલિયા એક એવો દેશ છે જ્યાં કોઈ પણ ભૂલથી સમોસા નહીં ખાય શકે. અહી સમોસા તેના આકારના કારણે પ્રતિબંધિત છે. સમોસા ત્રિકોણ આકારના હોય છે. સોમાલિયાનો એક ચરમપંથી સમૂહ માને છે કે સમોસાનું ત્રિકોણીય રૂપ ક્રિશ્ચિયન કમ્યુનિટિ નજીક છે. તે તેમના પવિત્ર ચિહ્ન સાથે મળે છે કેમ કે તેઓ આ ચિહ્નને સન્માન આપે છે. આ કારણે સોમાલિયામાં સમોસા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. સોમાલિયાના લોકો સમોસા બનાવવા, ખરીદવા તથા ખાવા પર સજાના હકદાર હોય છે.
કેટલાક રિપોર્ટમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે સોમલિયામાં સમોસા એટલે પ્રતિબંધિત છે કે અહીં ભૂખથી મૃત્યુ પામેલા પશુઓના મીટ, સમોસામાં ઉપયોગ કરવામાં આવતું હતું. એ સિવાય એમ પણ કહેવામાં આવે છે કે સોમાલિયાને આક્રમકતાનું પ્રતિક માનવામાં આવે છે એટલે તેને સંપૂર્ણ પ્રતિબંધિત કરી દેવામાં આવ્યા છે. સમોસા આખા દક્ષિણ એશિયામાં લોકપ્રિય છે. આ સુંદર નાસ્તો લોટ કે મેદા સાથે બટેટાનો મસાલો નાખીને બનાવવામાં આવે છે. તેને ખાવા માટે ચટણી સાથે પીરસવામાં આવે છે.
માનવામાં આવે છે કે સમોસાની ઉત્પત્તિ ઉત્તર ભારતમાં થઈ છે. ત્યારબાદ આખા ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ થતા આખા દક્ષિણ એશિયામાં લોકપ્રિય થઈ ગયા. 16મી સદીના મુઘલકાલીન દસ્તાવેજ ‘આઈને અકબરી’માં પણ સમોસાનો ઉલ્લેખ મળે છે. તો સોમાલિયાની જેમ જ એક અજીબો-ગરીબ પ્રતિબંધવાળો દેશ છે ઉત્તર કોરિયા. અહીં બ્લૂ જીન્સ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. અહીંના શાસક કિમ જોંગ ઉનનું માનવું છે કે બ્લૂ જીન્સ અમેરિકી કલ્ચર જેવું છે એટલે બેન છે. તમને અહીં દરેક કલરના સ્ટાઇલિશ અને ડિઝાઇનર જીન્સ મળી જશે પરંતુ બ્લૂ નહીં મળે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp