શું ફ્રૂટ ખાધા બાદ પાણી પીવું જોઈએ, જાણો આયુર્વેદનું શું કહેવું છે

PC: twitter.com

સ્વસ્થ રહેવા માટે લીલા શાકભાજી અને ફળ ખાવા જોઈએ. ફળ અને લીલા શાકભાજી ખાવાથી હેલ્થ સારી રહે છે. પણ ફળ અને શાકભાજી ખાતા પહેલા અને પછી કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. નહીં તો નુકસાન પણ થઈ શકે છે. પણ આજે અમે આપને જણાવીશું કે ફળ ખાધા પછી પાણી પીવું જોઈએ કે નહીં. ફળ ખાવા માટે એક ચોક્કસ સમય હોય છે. ઘણા ફળ એવા હોય છે કે તે રાતે ખાવા જોઈએ નહીં આ સાથે જ ઘણા ફળ ખાધા પછી પાણી ન પીવાની પણ સલાહ આપવામાં આવે છે.

ઘણા લોકો કહે કે ફળ ખાધા પછી પાણી પીવાથી કંઈ ન થાય પણ ઘણા લોકો એવા પણ છે કે જે કહે છે કે ફળ ખાધા પછી પાણી પીવાથી કેટલીક સમસ્યા પણ આવે છે. ત્યારે આજે અમે આપને જણાવીશું કે ફળ ખાધા પછી ખરેખર પાણી પીવું જોઈએ કે નહીં અને આ સમગ્ર મામલે આયુર્વેદ શું કહે છે તે પણ જાણીએ.

કહેવામાં આવે છે કે ફળ ખાધા બાદ પાણી પીવાની સલાહ આપવામાં આવે છે. જ્યારે વડીલો ફળ ખાધા પછી પાણી પીવાનું ના પાડે છે. સવાલ એ થાય છે કે આખરે ફળ ખાધા પછી પાણી આખરે પાણી ક્યારે પીવુ જોઈએ. ફળ ખાવું આપણા સ્વાસ્થય માટે ખુબ સારૂ છે. ફળમાં વિટામિન, મિનરલ્સ અને ઘણા ન્યુટ્રિશિયન હોય છે. જે હેલ્થ માટે ખુબ ફાયદાકારક હોય છે. જે લોકો ડાયટ કરતા હોય છે. તે લોકો પણ ડાયેટમાં ફળોને જરૂર સામેલ કરે છે. પણ ફળ ખાધા પછી પાણી પીવાને લઈને ઘણી બધી વાતો કહેવામાં આવી છે. ફળમાં ખાંડ અને યિસ્ટની માત્રા વધુ હોય છે. જે એસિડ બનાવે છે.

ઘણા ફળ એસિડ બનાવે છે. જેથી પેટમાં પાણીની માત્રા વધી જાય છે. એવામાં જો તમે ફળ ખાધા પછી પાણી પીવો છો તો તમારે કેટલી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. ફળ ખાધા પછી પાણી પીવામાં આવે તો પાચન ક્રિયા નબળી પડી જાય છે અને પેટ સાથે જોડાયેલી સમસ્યા ઉભી થાય છે. આ સાથે જ એસિટીડીની સમસ્યા વધી જાય છે અને છાતીમાં બળતરા થાય છે. જેથી ફળ ખાધાના 1 કલાક પછી પાણી પીવું જોઈએ. જેથી કોઈ સમસ્યા ઉભી ન થાય.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp