શું તમે પણ પગ પર પગ ચઢાવીને બેસો છો? વાંચી લો તમારી આ આદતથી થતા નુકસાન વિશે

PC: rediff.com

શું તમે પગ પર પગ ચઢાવીને બેસો છો? મોટાભાગના લોકોનો જવાબ હશે હાં. આ બેસવાની સૌથી લોકપ્રિય રીતો પૈકી એક છે. એક રિસર્ચ અનુસાર, દુનિયાભરમાં 62 ટકા લોકો આવી જ રીતે જમણા પગને ડાબા પગ પર ચઢાવીને બેસે છે અને 26 ટકા લોકો એવા છે જે તેનાથી એકદમ ઉલટ કરે છે. સામાન્યરીતે ખુરશી પર બેસવા માટે લોકો બે રીતોનો ઉપયોગ કરે છે. પહેલી- પગ પર પગ ચઢાવીને એટલે કે ક્રોસ લેગ બેસવું અને બીજી- બંને પગને જમીન પર ટેકવીને બેસવુ.

આ રીતે બેસવાથી તમને ખૂબ જ આરામ મળે છે અથવા તો પછી ક્યારેક-ક્યારેક સ્ટાઇલને પણ વધારી દે છે પરંતુ, ક્રોસ લેગ્ડ બેસવુ તમારા સ્વાસ્થ્ય માટે યોગ્ય નથી. એક સંશોધનમાં જાણકારી મળી છે કે, ક્રોસ લેગ્ડ બેસવાથી હિપ્સના લિગામેન્ટમાં વૃદ્ધિ થઈ શકે છે. એટલે કે બંને એક સમાન નથી હોતા. તેના કારણે બ્લડ સર્કુલેશનમાં પણ બદલાવ આવે છે અને તેનાથી વ્યક્તિને બ્લડ ક્લોટિંગની સમસ્યા થઈ શકે છે.

મોટાભાગના સંશોધનમાં જાણવા મળ્યું છે કે, ઘૂંટણને ક્રોસ કરીને બેસવું સૌથી વધુ ખતરનાક છે. આ પ્રકારે બેસવાથી નસોમાં લોહીનો ભરાવો થવા માંડે છે અને તેના કારણે બ્લડ પ્રેશરમાં વૃદ્ધિ થઈ શકે છે. જો તમે બ્લડ પ્રેશરના દર્દી હો તો તમારે તમારા પગ જમીન પર ટેકવીને જ બેસવુ જોઈએ. તમે જેટલા વધુ સમય સુધી લેગ ક્રોસિંગ કરીને બેસશો, તમારી માંસપેશિઓની લંબાઈ અને હાડકાંના અલાયમેન્ટમાં બદલાવ થવાની સંભાવના એટલી વધુ હશે. લેગ ક્રોસિંગ પણ કરોડરજ્જૂ અને ખભાના મિસલિગ્ન્મેન્ટનું કારણ બની શકે છે. આ કારણે તમારી ગરદનમાં દુઃખાવો થવાની સંભાવના પણ વધી જાય છે.

પગને ક્રોસ કરીને બેસવાથી પેરોનિયલ નર્વ તમારા નીચેના પગમાં ઈજાના જોખમને વધારી શકે છે. એ વાતના પણ પ્રમાણ છે કે, પગને ક્રોસ કરીને બેસવાથી સ્પર્મ પ્રોડક્શનમાં પણ ઘટાડો આવી શકે છે. આ પ્રકારે બેસવાથી બોડીનું તાપમાન વધે છે. અધ્યયનો દ્વારા એ જાણકારી મળી છે કે, scrotum અને testicle ના તાપમાનમાં વૃદ્ધિ શુક્રાણુઓની સંખ્યા અને ગુણવત્તા બંનેને ઓછી કરી શકે છે. આથી જ્યારે પણ તમે બેસો તો હંમેશાં એ વાતનું ધ્યાન રાખો કે બેસતી વખતે તમારા શરીરના જમણા અને ડાબા બંને જ પક્ષો પર ગુરુત્વાકર્ષણ બળ સમાન લાગે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp