દુબઇની રાજકુમારીએ પતિને ઇન્સ્ટા પર જ તલાક આપી દીધા, હજુ વર્ષ પહેલા જ લગ્ન થયેલા
દુબઇની રાજકુમારી શેખ મહારાએ પોતાના પતિને ઇન્સ્ટાગ્રામ પર જ તલાક આપવાની જાહેરાત કરી દેતા સોશિયલ મીડિયા ભારે હંગામો મચી ગયો છે.
UAEના ઉપરાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી અને રક્ષા મત્રી શેખ મોહમંદ બિન રાશિદ અલ મકતૂનની દીકરી મહારાએ તેના પતિ અને UAEના જાણીતા બિઝનેસમેન શેખ માનાબિન મોહમંદ બિન રાશીદ મીનબાના અલ મૂકતમને સંબોધીને ઇન્સ્ટા પર પોસ્ટ લખી છે, જેમાં લખ્યું છે, ડીયર હસબન્ડ, તમે બીજા લોકોની કંપનીમાં વ્યસ્ત છો એટલે હું તમને છુટાછેડા આપું છું. આવું મહારાએ 3 વખત લખ્યું છે. છેલ્લે લખ્યું કે ટેક કેર, તમારી પૂર્વ પત્ની. મહારા અને તેના પતિ બંનેએ સોશિયલ મીડિયા પર એકબીજાને અનફોલો કરી દીધા છે. મે 2023માં મહારાના લગ્ન થયા હતા અને મે 2024માં તેણીએ એક દીકરીને જન્મ આપ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp