આરોગ્ય વિભાગે ગુજરાતની 5 સ્ટાર હોટલનું રસોડું બંધ કરાવી દીધું

PC: amgujarat.com

ખાવાના શોખીનો માટે આંખ ખોલનારો અને ચોંકાવનારો એક કિસ્સો સામે આવ્યો છે. છેલ્લાં કેટલાંક સમયથી હોટલો, રેસ્ટોરન્ટ અને ઇન્ટરનેશનલ ફુડ બ્રાન્ડોના પણ બેદરકારીના અનેક કિસ્સા સામે આવી રહ્યા છે. લોકોના આરોગ્ય સાથે ચેડા કરનારા લોકો સામે કોઇ નોંઘપાત્ર પગલાં પણ લેવાતા નથી.

તાજેતરમાં મહારાષ્ટ્રમાં ઇન્ટરનેશનલ બ્રાન્ડ મેકડોનાલ્ડ નકલી ચીઝ વાપરતા હોવાનો કેસ નોંધાયો હતો, ગુજરાતાં અનેક હોટલમાં જીવાત, માખી કે વંદા નિકળવાની પણ અનેક ફરિયાદો સામે આવી છે. પણ ગુજરાતમાં તો એક ફાઇવ સ્ટાર હોટલે બેદરકારી કરી છે. અમદાવાદની મેરિયોટ હોટલમાં સૂપમાંથી જીવાત નિકળતા આરોગ્ય વિભાગે મેરિયોટ હોટલનું રસોડું બંધ કરાવી દીધું છે. ખાવાના શોખીન લોકો ભલે બહારનું ખાવાનું ખાય, પરંતુ સાથે સાથે એ પણ કાળજી રાખે કે હોટલમાં ગંદકી તો નથીને સરકારે હોટલોના રસોડા ચેક કરવાની ગ્રાહકોને સત્તા આપેલી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp