શરીરના અંગોને બગાડવામાં વાર નથી લગાવતી આ 14 વસ્તુઓ, FSSAIએ મુક્યો છે પ્રતિબંધ

PC: timesofindia.indiatimes.com

ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI) ભારતમાં ખાદ્ય ચીજોની સલામતીની ખાતરી કરવા માટે નિયમો બનાવે છે અને લાગુ કરે છે. FSSAI નિયમો અને નિયંત્રણો ભારતમાં રહેતા લોકોની ખાદ્ય સુરક્ષા અને આરોગ્ય માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.

FSSAI લોકોને બીમાર પડતા અટકાવવા અને સલામત ખાવાની ટેવને પ્રોત્સાહન આપવા માટે ખોરાકની ગુણવત્તા તપાસે છે અને તેનું નિયંત્રણ કરે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં, સંસ્થાએ ઘણી ખાદ્ય વસ્તુઓ પર પ્રતિબંધ મૂક્યો છે, કારણ કે તે સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે.

ચાલો જાણીએ કે, તે કઈ ખાદ્ય વસ્તુઓ છે જે ભારતમાં પ્રતિબંધિત છે, અને શા માટે...

વટાણાની દાળ: આ દાળમાં એક પ્રકારનું ઝેર હોય છે, જે લેથીરિઝમ નામની બીમારીનું કારણ બની શકે છે, જેનાથી શરીરમાં લકવો થઈ શકે છે. સ્વાસ્થ્યના જોખમને કારણે, તેના પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. વર્ષ 1961માં તેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. જો કે, ઘણી એજન્સીઓ તેને ખાવા માટે ફાયદાકારક માને છે.

તમાકુનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ નુકસાનકારક છે. તેનાથી કેન્સર થાય છે. FSSAIએ કોઈપણ ખાદ્ય પદાર્થમાં તમાકુ અથવા નિકોટિન ઉમેરવા પર પ્રતિબંધ મૂક્યો છે જેથી લોકો બીમાર ન પડે.

ભારતમાં આનુવંશિક રીતે સંશોધિત (GM ખોરાક) પાક અને ખાદ્ય ચીજોની ખેતી અને આયાત પર કડક નિયમો છે. આ નિયમો એટલા માટે બનાવવામાં આવ્યા છે, કારણ કે કેટલાક લોકો ચિંતિત છે કે તેનાથી પર્યાવરણને નુકસાન થઈ શકે છે અને સ્વાસ્થ્ય માટે પણ ખતરો હોઈ શકે છે. FSSAIએ જ્યાં સુધી સંપૂર્ણ તપાસ ન થાય અને તેઓ સુરક્ષિત હોવાનું સાબિત ન થાય ત્યાં સુધી તેમના પર પ્રતિબંધ મૂક્યો છે.

કેટલીક કૃત્રિમ ગળપણની વસ્તુઓ સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે, તેથી તેમને મર્યાદિત માત્રામાં ઉપયોગ કરવાની મંજૂરી છે. FSSAIએ ફક્ત તે ચોક્કસ કૃત્રિમ ગળપણના ઉપયોગની મંજૂરી આપી છે જેને તેણે સલામત માન્યું છે. આ ઉપરાંત, એક ચોક્કસ જથ્થા કરતાં વધુ ઉપયોગ કરવા પર પ્રતિબંધ છે.

બ્રેડ અને અન્ય બેકરી વસ્તુઓને કેન્સરનું કારણ માનવામાં આવે છે. પોટેશિયમ બ્રોમેટ અને આયોડેટનો ઉપયોગ બ્રેડ અને અન્ય બેકરી વસ્તુઓમાં થાય છે. ભારતમાં તેમના ઉપયોગ પર પ્રતિબંધ હતો. પોટેશિયમ બ્રોમેટ કેન્સરના વધતા જોખમ સાથે સંકળાયેલું છે, ખાસ કરીને થાઇરોઇડ કેન્સર. પ્રાણીઓના અભ્યાસોએ દર્શાવ્યું છે કે તે ખાસ કરીને થાઇરોઇડ અને કિડનીમાં ગાંઠો પેદા કરી શકે છે.

ટ્રાન્સ ફેટ હૃદય રોગ અને અન્ય રોગોનું જોખમ વધારે છે. ધીમે ધીમે ટ્રાન્સ ફેટમાં ઘટાડો થયો અને ખાદ્ય તેલ અને ખાદ્ય પદાર્થોમાં તેનો ઉપયોગ મર્યાદિત થયો. તે બેકરીના ખાદ્યપદાર્થોમાં વધુ જોવા મળે છે, જે હૃદયના રોગોનું કારણ બની શકે છે.

ચાઈનીઝ દૂધમાં ભેળસેળના સ્વરૂપમાં મેલામાઈન દૂષિત થવાની ભીતિને કારણે તેના પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો. ચીનના દૂધની બનાવટોની આયાત પર પણ પ્રતિબંધ છે. ચાઇનીઝ ડેરી ઉત્પાદનોમાં મેલામાઇન જેવા ખતરનાક ઘટકો હોવાનું જાણવા મળ્યું છે, જે પ્રોટીનનું સ્તર વધારવા માટે વપરાતું ઝેરી રસાયણ છે, જે ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓનું કારણ બની શકે છે.

આ ઉપરાંત, ભારતમાં ફળોને કૃત્રિમ રીતે પકવવા માટે ઉપયોગમાં લેવાતા કેલ્શિયમ કાર્બાઈડ અને ઈથિલિન ગેસ જેવા રાસાયણિક તત્વો પર પ્રતિબંધ છે. 2014માં, ફોઇ ગ્રાસ (બતક અથવા હંસનું લીવર) પર ભારતમાં પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. આ ઉપરાંત FSSIAએ રેડ બુલ એનર્જી ડ્રિંક, ચાઈનીઝ લસણ, બ્રોમિનેટેડ વેજીટેબલ ઓઈલ, ઉંદરનું માંસ, ટ્રાન્સ ફેટથી બનેલા નાસ્તા વગેરે પર પણ પ્રતિબંધ મૂક્યો છે.

નોંધ: આ લેખ ફક્ત સામાન્ય માહિતી માટે છે. તે કોઈપણ રીતે કોઈપણ દવા અથવા સારવારનો વિકલ્પ હોઈ શકે નહીં. વધુ માહિતી માટે હંમેશા તમારા ડૉક્ટરની સલાહ લો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp