કાળઝાળ ગરમીમાં મજા લો આ ડિટોક્સ વોટરની, તમને રાખશે હંમેશાં હાઈડ્રેટ

PC: scripps.org

હાલમાં વાતાવરણ વિભાગ દ્વારા ગરમી માટે અલગ અલગ રાજ્યો અને શહેરમાં અલગ અલગ સિગ્નલ આપવામાં આવી રહી છે. ગરમીનો પારો 41 ડિગ્રી સે.ની આસપાસ જવાની ચેતવણી આપવામાં આવી છે. તેવામાં સરકાર દ્વારા ગરમીથી બચવા માટેના વિવિધ ઉપાયો જણાવવામાં આવ્યા છે. તેમાં પહેલી વાત પોતાના શરીરને હાઈડ્રેટ કરવાની છે. લૂમાંથી બચવા માટે તમારા શરીરને હાઈડ્રેટ રાખવું ઘણું જરૂરી છે અને તેના માટે તમે લીંબુ પાણી અથવા રસના જેવા પ્રવાહીનું સેવન કરી શકો છો. આ સાથે હાલમાં ડાયેટમાં પીવામાં આવતા ડિટોક્સ વોટરની પણ ઘણી બોલબાલા છે.

પાણીને ડિટોક્સ કરીને પીવાના ઘણા ફાયદા છે. આ શરીરમાં થનારી ઘણી મુશ્કેલીઓમાંથી છૂટકારો અપાવે છે. સાથે જ જો તમે તેને રોજ પીશો તો તમારી બોડી સખત ગરમીમાં પણ હાઈડ્રેટ રહેશે. આજકાલ લોકો વજન ઓછું કરવા માટે ઘણા અખતરાઓ કરતા હોય છે. તેવામાં જો કોઈ ડિટોક્સ વોટરનું સેવન કરે તો આ પાણી તમારા શરીરમાંથી નકામા કચરાને બહાર કાઢવામાં ઘણું મદદગાર સાબિત થઈ શકે છે. સાથે જ તે તમારા ડાઈજેશન સિસ્ટમને પણ યોગ્ય કરે છે.

કાકડી ડિટોક્સ વોટરઃ

1 નંગ કાકડી

એડધો લીટર પાણી

સિંધવ પાવડર

1 નંગ લીંબુ

ફૂદીનાના પાંદડા

બનાવવાની રીતઃ

સૌથી પહેલા કાકડીની સ્લાઈસ કરી તેને અડધા લીટર પાણીમાં નાખો. પછી તેમાં સ્વાદ પ્રમાણે લીંબુ, સિંધવ નાખો. પછી 4-5 કલાક માટે ફ્રીઝમાં ઠંડુ કરવા મૂકો. પછી તેને બહાર કાઢો અને ફૂદીનાના પાન ખાનીને રોજ સવારે ખાલી પેટે પીવો અથવા આખો દિવસ પણ તમે આ પાણી પી શકો છો.

એપલ સિનેમન ડિટોક્સ વોટરઃ

2 સફરજન

તજના 2 ટુકડા

અડધો લીટર પાણી

લીંબુ

બનાવવાની રીતઃ

સૌથી પહેલા સફરજનની સ્લાઈસ કરો. પછી તેને પાણીમાં નાખો. હવે આ પાણીમાં લીંબુની પણ સ્લાઈસ અને તજના ટુકડા નાખો. તેને મિક્સ કરીને 4-5 કલાક માટે ફ્રીઝમાં ઠંડુ કરવા મૂકો. તેને સવારે ભૂખ્યા પેટે પૂવો. આ પાણી પીવાથી સતત કોઈ બીમારીઓ દૂર રહે છે. તેને પીવાથી તમારી કિડની ઘણી સાફ રહેશે. તજ તમારા શરીરમાંથી ટોક્સિન હટાવવામાં મદદ કરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp