26th January selfie contest

ટુરિઝમનું આ ચલણ, જેના કારણે દુર્લભ જગ્યા પર તોળાઇ રહ્યું છે અસ્તિત્વનું જોખમ

PC: theberkey.com

પોતાની ફોટો ગેલેરીમાં અમુક એવી તસવીરો કોને ન જોઇતી હોય, કે જે જગ્યાઓ પર તમારા સિવાય કોઇ ન ગયું હોય. ખતમ થઇ રહેલી જગ્યાઓ પર ફરવા જવાનું ચલણ થોડા વર્ષોથી વધ્યું છે. લાસ્ટ ચાન્સ ટુરિઝમને વર્ષ પહેલા ફોર્બ્સે પણ વર્ષનો ટોપ ટ્રાવેલ ટ્રેન્ડ બતાવ્યો હતો. લોકો સી બીચ કે જાણીતી જગ્યાઓ પર જવા પહેલા ખતમ થઇ રહેલી જગ્યાઓ પર જઇ રહ્યા છે. ડૂમ ટૂરિઝમ નામથી પ્રચલિત ઘુમ્મકડીની આ પેટર્ન પર વર્ષ 2016માં એક સ્ટડી આવી. જર્નલ ઓફ સસ્ટેનેબલ ટૂરિઝમમાં છુપાયેલી સ્ટડીમાં ઓસ્ટ્રેલિયાની ગ્રેટ બેરિયર રીફને ઉદાહરણ તરીકે લઇ શકાય.

ક્વીન્સ લેન્ડ સ્થિત દુનિયાની સૌથી મોટી કોરલ રીફની દીવાલ છે, જેને પોતાની સુંદરતાના કારણે સમુદ્રનો બજીચો પણ કહેવાતું હતું. હવે ક્લાઇમેટ ચેન્જ અને સમુદ્રમાં થઇ રહેલી ઘટનાઓના કારણે આ દીવાલ ગાયબ થઇ રહી છે. વૈજ્ઞાનિકોએ થોડા સમય પહેલા કહ્યું કે, વર્ષ 1985થી 20 વર્ષોની અંદર આ દીવાલ અડધી ખતમ થઇ ચૂકી હતી અને દર વર્ષે તે ઓછી થઇ રહી છે. તેની સાથે તે પૂરી ખતમ થવાનું જોખમ વધતું જઇ રહ્યું છે. આ વાતના પબ્લીક ડોમેનમાં આવ્યા બાદ ત્યાં જનારા પ્રવાસીઓ ઝડપથી વધી રહ્યા છે.

સ્ટડીમાં જોવા મળ્યું છે કે, તે પ્રવાસી ન હતી, જે રીફને બચાવવાની ઇચ્છા રાખે છે, પણ તે લોકો એટલા માટે જોવા પહોંચ્યા હતા કે તેને ખતમ થવા પર બીજાને કહી શકે. આ વાત ખતરનાક છે. ત્યાં સુધી કે, ફુટફોલ વધવાના કારણે રીફ વધુ જલ્દી ખતમ થવાની આશંકા વધી ગઇ છે. ઓસ્ટ્રેલિયાની ગ્રેટ બેરિયર રીફ મરીન પાર્ક ઓથોરિટીએ માન્યું કે, તેના કારણે જ લોકલ ઇકોનોમીને વર્ષ 6 બિલિયન ડોલરનો ફાયદો થઇ રહ્યો છે, પણ તે સમુદ્રની ઇકોસિસ્ટમ માટે સારું નથી.

ત્યાં પહોંચવા માટે વિઝિટર્સ લાંબી ફ્લાઇટ્સમાં બેસે છે, જેનાથી પ્રદુષણ વધે છે. કાર્બન એમિશન કેલ્કુયલેટર અનુસાર, એશિયાના દેશ, માની લો કે, હોંગકોંગથી કોરલ રીફના સૌથી નજીકના એરપોર્ટ સુધી પહોંચવા માટે જેટલું કાર્બન ડાયોક્સાઇડ નીકળે છે, તે હોંગકોંગના આખા વર્ષના કાર્બન ફુટપ્રિંટનું 15 ટકા છે.

આ રીતે કેનેડાના મિટોબામાં લોકો જંગલી પોલર બેરને જોવા જઇ રહ્યા છે. આ રીંછ વિશ્વનું છેલ્લું ધ્રુવિય રીંછ માનવામાં આવી રહ્યું છે અને પ્રાકૃતિક હેબિટેટમાં રહી રહ્યા છે. ક્લાઇમેટ ચેન્જના કારણે પીગળતા બરફમાં તે પણ ઝડપથી વિલુપ્ત થઇ રહ્યા છે. લોકો તેને જોવા માટે હજારો કિલોમીટર દૂર જાય છે, આ પ્રક્રિયામાં પ્રતિ વ્યક્તિ 8.5 ટન કરતા વધારે કાર્બન ડાયોક્સાઇડ નીકળે છે. તેનાથી ક્લાઇમેટ ચેન્જની ઝડપ પણ વધી રહી છે, જેનાથી આ રીંછોના ખતમ થવા સાથે સીધો સંબંધ છે.

ઇક્વાડોરમાં ગેલપેગોસ દ્વીપ સમૂહને પણ ડૂમ ટૂરિઝમ હેઠળ રાખી શકાય છે. યૂનેસ્કો વિશ્વ ધરોહરમાં શામેલ આ દ્વીપ સમૂહમાં અમુક પશુ જોવા મળે છે, જેમ કે, ગેલાપેગા નામનો કાચબો. તે ફક્ત અહીં જ મળે છે. જોકે, પર્યટકોના આવવાના કારણે તે ખતમ થઇ રહેલી પ્રજાતી વધુ ઝડપથી ખતમ થઇ રહી છે. થોડા સમય પહેલા ગેલપેગસ સરકાર ટૂરિઝમ પર સખત થઇ હતી અને નક્કી કર્યું હતું કે, દર મહિને વર્ષમાં નક્કી લિમિટથી વધારે પર્યટકો ન આવે, પણ આવું નથી થઇ રહ્યું.

ટ્રાવેલ દરમિયાન નીકળતા કાર્બનની વાત કરીએ તો તેના પર અધ્યયન થઇ ચૂક્યાં છે. આવું જ એક અધ્યયન કહે છે કે, આખી દુનિયામાં વાર્ષિક ઉત્સર્જન થતા કાર્બનમાં લગભગ 10 ટકા કાર્બનમાં ટૂરિઝમનો હાથ છે. તેને આ રીતે ન સમજો, જેમ તમે લંડનથી ન્યુયોર્કની ફ્લાઇટ લો છો તો તે યાત્રા દરમિયાન જેટલું કાર્બન નીકળશે, તેને શોષવા માટે એક એકરમાં ફેલાયેલા જંગલોને એક વર્ષ લાગે છે. પર્યાવરણ માટે એર ટ્રાવેલ આ પ્રકારે ખરાબ છે.

યાત્રા કરનારા દેશોનું કાર્બન ફુટપ્રિંટ માપવામાં આવ્યું તો ભારત વિશ્વમાં ચોથા નંબર પર છે. કાર્બન ફુટપ્રિંટ ઓફ ગ્લોબલ ટૂરિઝમ નામથી વર્ષ 2018માં નેચર જર્નલમાં છપાયલા રિપોર્ટમાં આ ડેટા નીકળ્યો છે. પહેલા નંબર પર અમેરિકા, બીજા નંબર પર ચીન અને ત્રીજા નંબર પર જર્મનીના પર્યટકોના કારણે દુનિયામાં કાર્બન એમિશન વધી રહ્યું છે. ચોથો નંબર ભારતનો છે. અધ્યયનમાં 160 દેશ શામેલ છે જેના ટ્રાવેલ ટ્રેન્ડને પાંચ વર્ષો સુધી જોવામાં આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp