26th January selfie contest

સ્પર્મ કાઉન્ટ વધારે છે આ ફૂડ્સ, સાથે આ પાંચ વસ્તુઓથી પુરુષોએ બનાવવું જોઈએ અંતર

PC: businessinsider.com

તમે જે પણ ખાઓ છો, પીવો છો તેની અસર તમારી ફર્ટિલીટી પર ઘણી પડે છે. ખાસ કરીને ફેમિલી પ્લાનિંગ કરનારાઓએ શારીરિક રૂપે પોતાને તૈયાર કરી લેવા જોઈએ. ફર્ટિલીટી ડાયટ મહિલાઓની સાથે પુરુષો માટે પણ ઘણું મહત્ત્વ ધરાવે છે. કેટલાક ફૂડ સ્પર્મ કાઉન્ટ વધારવાની સાથે તેની ક્વોલિટી સુધારવામાં પણ મદદ કરે છે તો કેટલાંક ફૂડ સ્પર્મના કાઉન્ટને ઓછા કરે છે. તો ચાલો જોઈ લઈએ બંને રીતના ફૂડ્સ અંગે.

પમ્કીન સીડ્સ

પમ્કીન સીડ્સમાં ઘણું બધુ ઝિંક મળી આવે છે. ઝિંક પુરુષોમાં ફર્ટિલીટી વધારનારું જરૂરી મિનરલ્સમાંનું એક છે. આ ટેસ્ટોસ્ટેરોન, સ્પર્મ મોટિલીટી અને સ્પર્મ કાઉન્ટને વધારે છે.

ઓરેન્જ

ઓરેન્જ વિટામિન સીથી ભરપૂર હોય છે અને સ્ટડીઝમાં આ વાત સાબિત થઈ ચૂકી છે કે વિટામિન સી સ્પર્મ મોટિલીટી, કાઉન્ટ અને તેની બનાવટમાં સુધાર લાવે છે. વિટામિન સીવાળા ફૂડ જેવા કે ટામેટા, બ્રોકલી અને કોબીજને પોતાના ડાયેટમાં સામેલ કરવા જોઈએ.

ગ્રીન શાકભાજી

પાલક, લેટ્યૂસ, બ્રસેલ્સ સ્પ્રાઉટ્સ અને શતાવરીમાં ફોલેટ મળી આવે છે. તેને વિટામિન બી તરીકે પણ ઓળખવામાં આવે છે. ફોલેટ સ્પર્મને મજબૂત અને હેલ્ધી બનાવે છે.

ડાર્ક ચોકલેટ

ડાર્ક ચોકલેટમાં આર્જિનિન નામનું એક એમિનો એસિડ હોય છે. આ સ્પર્મ કાઉન્ટ અને ક્વોલિટીમાં સુધાર કરી શકે છે.

સાલ્મન અને સાર્ડિન ફિશ

કેટલીક માછલીઓમાં ઓમેગા-3 ફેટી એસિડ મળી આવે છે. ખાસ કરીને સાલ્મન, મેકેરલ, ટૂના, હેરિંગ અને સાર્ડિન ફિશમાં મળી આવનારું ઓમેગા-3 ફેટી એસિડ સ્પર્મ ક્વોલિટી અને કાઉન્ટ સુધારવામાં મદદ કરે છે.

દાડમનું જ્યૂસ

દાડમના જ્યૂસમાં મળી આવનારું એન્ટીઓક્સિડન્ટ ટેસ્ટોસ્ટેરોનના સ્તરમાં સુધારો કરે છે. તેનાથી પુરુષોની યૌન ઈચ્છા વધે છે અને સ્પર્મનો વિકાસ ઘણો સારી રીતે થાય છે.

બ્રાઝિલ નટ્સ

બ્રાઝિલ નટ્સમાં મળી આવનારું સેલેનિયમ સ્પર્મની સંખ્યા, આકાર અને તેની ગતિશીલતાને વધારવામાં મદદ કરે છે.

પાણી

શરીરમાં પાણીની માત્રાનું સ્પર્મ પર અસર પડે છે. હાઈડ્રેડ રહેવાથી સારા સેમિનલ ફ્લૂઈડ બનવામાં મદદ મળે છે.

આ સુપરફૂડ્સને ડાયેટમાં સામેલ કરવાથી સ્પર્મની ક્વોલિટીમાં સુધાર આવે છે. જ્યારે અમુક ફૂડ્સ ખાવાથી સ્પર્મની ક્વોલિટી ખરાબ થઈ જાય છે. જો તમે તમારી ફર્ટિલીટી વધારવા ઈચ્છો છો તો તમારે આ ફૂડ્સથી દૂરી બનાવીને રાખવી જોઈએ.

ફ્રાઈડ ફૂડ્સને પચાવવું થોડું અઘરું છે અને તેના કારણે સ્પર્મની ક્વોલિટી ખરાબ થાય છે. આ સિવાય ફુલ ફેટ ડેરી પ્રોડક્ટ્સમાં એસ્ટ્રોજન હોય છે અને તે હેલ્ધી સ્પર્મને ઓછા કરવાનું કામ કરે છે. આ સિવાય પ્રોસેસ્ડ મીટ, હોટ ડોગ, સોસેઝ અને મીટ સોસ પણ સ્પર્મ કાઉન્ટને ઓછા કરે છે. સ્ટડીઝમાં આ વાત સામે આવી ચૂકી છે કે કેફીનનો વધારે ઉપયોગ મહિલાઓ અને પુરુષો બંનેની ફર્ટિલીટી પર અસર કરે છે. વધારે માત્રામાં તે ગર્ભપાતનો પણ ખતરો વધારે છે. એક અથવા બે ડ્રિંક લેવા ઠીક છે પરંતુ જો તમે અઠવાડિયામાં 14થી વધુ ડ્રિંક્સ લો છો તો તે તમારા ટેસ્ટોસ્ટેરોનનું સ્તર ઓછું કરે છે. તે સિવાય દારૂ સ્પર્મ કાઉન્ટ પણ ઓછા કરે છે.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp