સૌથી શક્તિશાળી પાસપોર્ટની યાદીમાં ભારત 66મા ક્રમે, જાણો નંબર-1 કોણ

PC: twitter.com

દુનિયાના સૌથી શક્તિશાળી પાસપોર્ટની યાદી ફરી બહાર પડી ગઈ છે અને  આ વખતે UAEએ બાજી મારી લીધી છે. વૈશ્વિક નાગરિકતા નાણાકીય સલાહકાર ફર્મ આર્ટન કેપિટલે 2024ના પહેલા ક્વોર્ટર માટે પાસપોર્ટ ઈન્ડેક્સ બહાર પાડી દીધો છે. આ ઈન્ડેક્સમાં સંયુક્ત આરબ અમિરાતના પાસપોર્ટને સૌથી શક્તિશાળી પાસપોર્ટ માનીને પહેલો નંબર આપ્યો છે. UAEનો પાસપોર્ટ મોબિલિટી સ્કોર 180 રહ્યો હતો અને આ સાથે UAEનો પાસપોર્ટ સૌથી શક્તિશાળી ટ્રાવેલ ડોક્યૂમેન્ટ બની ગયું હતું.

UAEના પાસપોર્ટધારક પહેલા વીઝા અપ્લાઇ કરવા વગર 130 દેશોની યાત્રા કરી શકે છે અને વીઝા ઓન અરાઇવલ વાળા 50 દેશોમાં પણ જઈ શકે છે. UAEનો પાસપોર્ટ એટલો શક્તિશાળી છે કે ધારક 123 દેશોમાં વીઝા ફ્રી એન્ટ્રી કરી શકે છે.

ગલ્ફ ટુડેના એક રિપોર્ટ મુજબ UAEને વિશ્વનો સૌથી શક્તિશાળી પાસપોર્ટ જણાવતા આર્ટન કેપિટલે કહ્યું હતું કે, UAEએ પોઝિટિવ કુટનીતિ  અપનાવી જેને કારણે તેનો પાસપોર્ટ મજબૂત થયો છે.

સૌથી શક્તિશાળી પાસપોર્ટની યાદીમાં બીજા નંબરે જર્મની સ્પેન, ફ્રાન્સ, ઇટલી અને નેધરલેન્ડનો સમાવેશ થાય છે, જેનો મોબિલિટી સ્કોર 178 છે. એટલે કે આ દેશોના પાસપોર્ટધારકો 178 દેશોમાં યાત્રા કરી શકે છે. ત્રીજા નંબરે સ્વીડન, ફિનલેન્ડ, લક્ઝમબર્ગ, ઓસ્ટ્રિયા અને સ્વિટર્ઝલેન્ડનો સમાવેશ થાય છે, જેનો મોબિલિટી સ્કોર 177 છે.

આર્ટન કેપિટલ પાસપોર્ટ ઈન્ડેક્સમાં ભારતના પાસપોર્ટની વૈશ્વિક રેન્કિંગ 66 દર્શાવવામાં આવી છે અને ભારતીય પાસપોર્ટનો મોબિલિટી સ્કોર 77 દર્શાવવામાં આવ્યો છે, એટલે કે ભારતીય પાસપોર્ટ ધારકો 77 દેશોમાં પહેલા વીઝા અપ્લાઈ કર્યા વગર યાત્રા કરી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp