નસબંધી કરાવી પછી પણ 8 મહિલા ગર્ભવતી, CMOએ કહ્યું- આ તો રૂટીન છે

PC: livehindustan.com

ઉત્તર પ્રદેશના બાંદામાં નસબંધી કરાવ્યા પછી પણ 8 મહિલા ગર્ભવતી બની ગઇ છે. એ પછી મહિલાઓના હોંશ ઉડી ગયા છે. ગર્ભવતી મહિલાઓએ ફરિયાદ કરી તો CMOએ કહ્યુ કે, આ તો રૂટીન પ્રક્રિયા છે. મહિલાઓને વળતર મળી જશે.

UPના બાંદામાં આરોગ્ય વિભાગમાં ત્યારે હડકંપ મચી ગયો જ્યારે નસબંધી કરાવવા છતાં 8 મહિલાઓ ગર્ભવતી બની. જ્યારે મહિલાઓને ખબર પડી કે તેઓ ગર્ભવતી છે તો તેમના પણ હોશ ઉડી ગયા. આ અંગે તેમણે CMOને ફરિયાદ પણ કરી છે. જેના પર આરોગ્ય વિભાગે કહ્યું કે આ એક રૂટિન પ્રક્રિયા છે, તે અમારા ગેઝેટમાં છે.

હવે આ ગેરરીતિ પર પરદો પાડી દેવા માટે 60-60 હજાર રૂપિયાનું વળતર આપવાની તૈયારીઓ ચાલી રહી છે અને તેઓ મહિલાઓ પાસેથી દસ્તાવેજો ભેગા કરી રહ્યા છે.

આરોગ્ય વિભાગ 'અમે બે અમારા બે' સૂત્ર આપે છે, જેમાં સરકાર દ્વારા ગર્ભનિરોધક નિવારણ માટે નસબંધી કેમ્પનું આયોજન કરવામાં આવે છે. પુરૂષોની સાથે સાથે મહિલાઓ પણ આમાં ઉત્સાહભેર ભાગ લે છે, પરંતુ બાંદામાં નસબંધી બાદ પણ 8 મહિલાઓ સાથે છેતરપિંડી થઈ હતી.

https://khabarchhe.com/uploads/mc_path/16985799716.jpg

જિલ્લાની મેડિકલ કોલેજ અને જિલ્લા હોસ્પિટલ સહિત અનેક CHCમાં સરકાર દ્વારા લક્ષ્યાંકો પણ આપવામાં આવે છે. જેના પર મહિલાઓ નસબંધી બાદ બેફિકર બની જાય છે, પરંતુ જ્યારે આવી ગેરરીતિઓ સામે આવે છે ત્યારે મહિલાઓ ટેન્શનમાં આવી જાય છે.

આરોગ્ય કેન્દ્ર બાબેરુમાં ત્રણ, બિસંડામાં બે, બડોખાર કામાસિન અને જિલ્લા હોસ્પિટલમાં એક-એક મહિલા નસબંધી બાદ ગર્ભવતી બની હતી. આરોગ્ય વિભાગ મહિલાઓના દસ્તાવેજોની તપાસ કરી રહ્યું છે અને તેમને વળતર આપવાની પ્રક્રિયા કરી રહ્યું છે.

બાંદાના CMO ડૉ.અનિલ કુમારે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે આ એક રૂટિન પ્રક્રિયા છે, છેલ્લા વર્ષોમાં આવા કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે, જ્યારે નસબંધી ડિફોલ્ટ બની જાય છે, ત્યારે આગામી 3 મહિનામાં વળતરની જોગવાઈ છે. જ્યાં એક ફાઇલ તૈયાર કરીને સરકારને મોકલવામાં આવે છે, ત્યારબાદ તેમને 60 હજાર રૂપિયા આપવામાં આવે છે, લોકો દાવો પણ કરે છે. હવે આ મહિલાઓના દસ્તાવેજો તપાસવામાં આવી રહ્યા છે, તેને બેદરકારી ન કહી શકાય કારણ કે, નસબંધી પછી ડિફોલ્ટ થવાના કેસ આવતા રહે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp