1 વર્ષ રિલેશનશિપમાં રહ્યો, પછી લગ્ન પણ કર્યા,પાછળથી ખબર પડી ગર્લફ્રેન્ડ પુરુષ છે

PC: nypost.com

એક માણસે તેની 'ગર્લફ્રેન્ડ' સાથે લગ્ન કર્યા. લગ્ન પહેલા બંને એક વર્ષ સુધી રિલેશનશિપમાં હતા. પરંતુ લગ્ન માત્ર 12 દિવસ પછી જ તૂટી ગયા. કારણ કે પતિને ખબર પડી કે તેણે એક પુરુષ સાથે લગ્ન કર્યા છે. અને તેણે આરોપ લગાવ્યો હતો કે, તેની સાથે પૈસાની છેતરપિંડી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

મીડિયા સૂત્રોના જણાવ્યા અનુસાર આ ઘટના ઈન્ડોનેશિયાના રહેવાસી AK સાથે બની હતી. તેની ઉંમર 26 વર્ષ છે અને તે ગયા વર્ષે ઇન્સ્ટાગ્રામ પર અદિંદા કાન્ઝાને મળ્યો હતો. બંને રિલેશનશિપમાં આવ્યા. AKએ જણાવ્યું કે, તેઓ જ્યારે પણ મળતા ત્યારે અદિંદા હંમેશા નકાબ પહેરીને રાખતી હતી.

AKએ કહ્યું કે, તેને ક્યારેય નકાબથી કોઈ સમસ્યા નથી થઇ, કારણ કે અદિંદાએ કહ્યું હતું કે તેને ધર્મમાં ખૂબ શ્રદ્ધા છે. અદિંદાએ એ પણ જણાવ્યું કે, તેના પરિવારમાં હવે કોઈ જીવિત નથી. રિપોર્ટ અનુસાર, બંનેએ 12 એપ્રિલ 2024ના રોજ લગ્ન કર્યા હતા. લગ્ન AKના ઘરે થયા હતા. એક નાનકડું ફંક્શન થયું. અદિંદા દહેજ તરીકે 5 ગ્રામ સોનું પણ લઈને આવી હતી. પરંતુ લગ્નના બે અઠવાડિયા કરતાં ઓછા સમય પછી, AKને ખબર પડી કે તેની કન્યા ખરેખર 'પુરુષ' છે.

રિપોર્ટ અનુસાર, કાંજા ઘરમાં પણ નકાબ પહેરી રાખતી હતી. આ સિવાય AKએ જણાવ્યું કે, તેની પત્ની સેક્સથી પણ અંતર જાળવી રાખતી હતી. ક્યારેક તે પીરિયડ્સ માટે કહેતી તો ક્યારેક તે અસ્વસ્થ હોવાનું બહાનું કાઢતી હતી.

જ્યારે આ બધું થવા લાગ્યું ત્યારે AKને તેના પર શંકા ગઈ. જ્યારે તેણે થોડી તપાસ કરી તો તેને ખબર પડી કે કાંજાના પરિવારના સભ્યો જીવિત છે અને તે સ્ત્રી નથી પણ પુરુષ છે.

સ્થાનિક મીડિયાના જણાવ્યા અનુસાર, પોલીસે જણાવ્યું હતું કે, અહેવાલમાં ESH તરીકે ઓળખાયેલ વ્યક્તિ- 2020થી એક મહિલાની જેમ કપડાં પહેરી રાખતો હતો અને તેનો અવાજ 'ભારે' હતો, જે સ્ત્રી જેવો દેખાતો હતો. ESHએ પોલીસને જણાવ્યું કે, તેણે પૈસા માટે AK સાથે લગ્ન કર્યા હતા. ESHની છેતરપિંડીના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે અને તેને પોલીસ કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. મીડિયા સૂત્રો અનુસાર, જો તે દોષિત સાબિત થાય છે, તો તેને ચાર વર્ષ સુધીની જેલ થઈ શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp