તમારા બાળકને મોબાઇલની આદત છોડાવવી છે? તો ડોકટરની આ 6 ટીપ્સ તમારા કામની છે

PC: twitter.com

આજે દરેક ઘરોમાં એ વાતની ચિંતા છે કે તેમના બાળકો આખો દિવસ મોબાઇલમાં જ રચ્યા પચ્યા રહે છે. બાળકોને મોબાઇલની લત લાગી ગઇ છે. મોબાઇલ પર વધારે સમય રહેવાને કારણે આંખ ત્રાંસી થઇ જાય છે અને તેનું ઓપરેશન 18 વર્ષની વય પછી જ કરી શકાય છે.  બાળકોમાં મોબાઇલની આદત કેવી રીતે છુટી શકે તેના માટે ઇન્સ્ટીટ્યૂટ ઓફ હ્યુમન બિહેવિયર એન્ડ એલાઇડ સાયન્સ, દિલ્હીના સાઇકીયાટ્રી ડિપાર્ટમેન્ટના પ્રોફેસર ડો. ઓમ પ્રકાશે સારી ટીપ્સ આપી છે, જે તમારે જાણવા જેવી છે. બાળકોમાં મોબાઇલની આદત છોડવવા માટે પહેલા તમારે તમારી આદત બદલવી પડશે.

-  જમતી વખતે મોબાઇલનો ઉપયોગ ન કરો, બાળકો ને પણ ન આપો.

-   ઉંઘતી વખતે મોબાઇલને દુર રાખો, તમે મોબાઇલ જોતા હશો તો બાળકને પણ મન થશે

-   ઓનલાઇન ગેમ્સના નુકશાન વિશે બાળકોને સમજાવો

-  બાળકોને બીજી પ્રવૃતિમાં ઇન્વોલ્વ કરો

-   નિયમિત રીતે સાહિત્યના પુસ્તકો વાંચવા આપો

-   મેગેઝીન અને ન્યૂઝ પેપર વાંચવાની આદત પાડો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp