તમારો આત્મવિશ્વાસ ક્યાં ગયો? બોલો હરણ બનશો કે સિંહ?

PC: newindianexpress.com

(Utkarsh Patel) જીવનમાં પ્રગતિ હોય, અસ્તિત્વનો સંઘર્ષ હોય, ઇચ્છાઓ હોય, કે પછી સપનાઓ હોય! આ બધું જ આપણા આત્મવિશ્વાસ પર પૂર્ણ આધારિત હોય છે.

આત્મવિશ્વાસ વિનાનો માનવ દુનિયામાં જાણે વહેતા પાણીમાં વહી જતી મરેલી માછલી જેવો હોય છે, જેમ વહેણ જાય એમ તણાય!! Go with the flow. એટલે કે જેમ ચાલે એમ ચાલવા દો! શું હંમેશાં તમે આ સમજ સ્વીકારી લો છો? જો હા તો થોડું અટકો.

શું નીચે મુજબના વાક્યો તમે રોજિંદા વ્યવહારમાં ઉપયોગ કરો છો?

શું કરું મજબૂરી છે મારી!

હું સમયનો હાર્યો છું!

મારું નસીબ મને સાથ નથી આપતું!

હું બસ મારી ફરજો પુરી કરી રહ્યો છું!

હવે બસ આશાઓ નથી રાખતો!

જીવન જીવાય એટલું જીવીને પૂરું કરવું છે!

હવે બસ નવુ કંઈ કરવું નથી! વગેરે...

જો તમે આ વાક્યો બોલો છો તો એ તમારા ડગેલા આત્મવિશ્વાસનું પરિણામ છે.

બહાર આવો આ બધા વિચારોથી.

હકારાત્મકતા તરફ આગળ વધો અને તમારી અંદર રહેલા આત્મવિશ્વાસને જગાડો. તમે બધું જ કરી શકો છો, પ્રયત્ન તો કરો. ફરી ફરીને પ્રયત્ન કરો, જ્યાં સુધી ધાર્યુ પરિણામ ના મળે મંડ્યા રહો ને.

તમને ખબર છે કે હરણ શું ઝડપે દોડે અને સિંહ શું ઝડપે દોડે?

હું જણાવું તમને...

જંગલમાં રહેલું હરણ આશરે ૭૦ કિલોમીટર/કલાકની ઝડપે દોડી શકે અને

સિંહ ૬૦ આશરે કિલોમીટર/કલાકની ઝડપે દોડી શકે છે.

આ દોડને જરા સમજો...

રોજ હરણ ઝડપથી દોડે છે કેમકે તેને જીવવા માટે સિંહથી જીવ બચાવવો છે અને રોજ સિંહ ઝડપથી દોડે છે કેમકે તેને હરણનું મારણ કરી જીવવા માટે ખોરાક મેળવવો છે!

હરણની ઝડપ સિંહ કરતા વધું છતા સિંહ હરણને મારે છે અને ખોરાક મેળવી લે છે!!

આવું કેમ? કેમ ઝડપે દોરનાર હરણ ભારેખમ વજન વાળા ઓછી ઝડપે દોડતા સિંહનો શિકાર બનીજાય??

હરણ જ્યારે ભાગે છે ત્યારે એનામાં બીક ઉદ્દભવે છે કે સિંહ એને મારી નાંખશે એટલે હરણની દોડવાની ઝડપ ઘટે છે અને સિંહ જ્યારે ભાગે છે ત્યારે એના મનમાં બીક હોય છે કે એ હરણને મારીને નહીં ખાય તો એ ભૂખે મરી જશે એટલે સિંહની ઝડપ વધે છે!

કંઈ સમજ્યા?

આત્મવિશ્વાસ ડગે હરણ મરે,

આત્મવિશ્વાસ વધે સિંહ જીતે.

બોલો હરણ બનશો કે સિંહ???

જવાબ આપો સ્વયંને.

જો તમે યુવા છો તો તમારા માતાપિતાની આશાઓને પૂર્ણ કરવાની જવાબદારી છે, આત્મવિશ્વાસી બનો.

જો તમે એક માતા કે પિતા છો તો બાળકોની આશાઓ ને પૂર્ણ કરવાની જવાબદારી છે, આત્મવિશ્વાસી બનો.

ઉભા કેમ રહ્યા, ચાલો આગળ વધો.

ક્યાંક અટકશો તો ભગવાન તમને રસ્તો આપશે,

રસ્તે સંકટ રૂપે ખાડો આવશે અને પડ્યા તો ભગવાન કોઇકને મોકલશે જે તમારું બાવડું ઝાલીને તમને ટેકો કરશે!

પ્રયત્ન તો કરો, બે ડગલા આગળ તો વધો... પછી દોડશો અને ઊડશો!!

તમારો આત્મવિશ્વાસ તમને સાથ આપશે. એને આવકારો!

(સુદામા) 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp